Rajkot : કચ્છથી ભાગેલા યુવક-યુવતીનો પોલીસ સ્ટેશનમાં આપઘાતનો પ્રયાસ, પ્રેમિકાનું મોત, પ્રેમી ગંભીર.
Rajkot : રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી-પંખીડાએ આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી યુવક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
Rajkot : રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી-પંખીડાએ આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી યુવક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગળા પર બંનેએ બ્લેડ મારતા પોલીસ સ્ટેશન લોહિલુહાણ થઈ ગયું હતું. પ્રેમિકાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે પ્રેમીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
કચ્છથી ભાગીને રાજકોટ પહોંચ્યા હતા પ્રેમી
Rajkot : કચ્છના નખત્રાણા પંથકથી યુવક અને યુવતી શુક્રવારે ઘરેથી ભાગીને રાજકોટ પહોંચ્યા હતા. બંનેના ગુમ થયાની નોંધના આધારે સમગ્ર મામલે રાજકોટ પોલીસે બંનેને ટ્રેસ કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નાગરિક સુવિધા કેન્દ્રમાં એકલા બેસાડ્યા હતા.
આ પણ વાંચો : Vastu Tips : ઘરમાં મંદિર સ્થાપિત કરતા અગાઉ જાણી લો વાસ્તુ નિયમ, નહી લાગે ખરાબ નજર..
જોકે પરિવારજનો એક નહીં થવા દે તેવા ડરથી યુવક અને યુવતીએ પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં જ ગળા પર બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસ સ્ટેશન લોહીલુહાણ થઈ ગયું હતું. ઘટનામાં યુવતીનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
પ્રેમી હોસ્પિટલમાં સારવાર હેઠળ
Rajkot : બનાવની જાણ થતા જ ડીસીપી કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા. હાલમાં રાજકોટ સિવિલમાં પ્રેમીની સર્જરી કરવામાં આવી છે. જ્યારે મૃતક યુવતીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે.
પોલીસ સ્ટેશનમાં જ આ રીતે યુવક-યુવતીના આપઘાતના પ્રયાસથી ચકચાર મચી ગઈ છે. બંનેને નાગરિક સુવિધા કેન્દ્રમાં શા માટે રાખવામાં આવ્યા તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.
MORE ARTICLE : Astro Tips : માતા લક્ષ્મીની કૃપા મેળવવા, દરરોજ કરો આ 5 સરળ પગલાં, તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ જળવાઈ રહેશે.