Rajkot : રાજકોટના શિલ્પકારો દેશવિદેશમાં ચમક્યા નાના કામથી શરૂઆત કરનાર બંધુઓએ પાંચ દેશોમાં પોતાની કલાના દર્શન કરાવ્યા, કેદારનાથમાં પ્રથમ માનવસર્જિત રામ મંદિર બનાવશે..
Rajkot : રાજકોટના કલાકાર બંધુઓની કલાની કદર કરવા વાળા મળી જતાં તેનું કિસ્મત રાતોરાત ચમકી ઉઠ્યું હતું. આ બન્ને ભાઈઓ એ ફક્ત ગુજરાત તે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના પાંચ દેશોમાં તેમની કલાથી બધાને ચકાચૌંધ કરી દિધા છે. હાલમાં તેમના દ્વારા કેદારનાથ ખાતે માનવ સર્જિત પ્રથમ રામજી નું મંદિર બનાવવાની કામગીરી ચાલી રહી છે.
Rajkot : કલાકાર કિશોરભાઇ અને ગુણુભાઇ વઘાસિયાએ જણાવ્યું કે, ‘પોતાના કામનો પ્રારંભ રાજકોટમાં એક મુક્તિધામ બનાવી કર્યો હતો. ત્યારપછી ગાંધીનગરનું મુક્તિધામ બનાવી રહ્યા હતા તે દરમિયાન અમેરિકા નું એક પ્રતિનિધિ મંડળ ત્યાં આવ્યું હતું. આ બન્ને ભાઈઓની કલા તેમને પસંદ આવી જતા પ્રતિનિધિ મંડળે તેમણે અમેરિકામાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવાની વાત કરી હતી. 2007ના તેમણે અમેરિકામાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરી હતી.’
Rajkot : 2010માં અમેરિકાના કેલિફોર્નિયામાં ગાયત્રી મંદિરનું નિર્માણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. 2014 ના વર્ષમાં હ્યુસ્ટનમાં ગાયત્રી મંદિરનું નિર્માણ પણ કર્યું હતું. 2022માં ઓસ્ટ્રેલિયામાં જલારામબાપાના મંદિરનું નિર્માણ કર્યું હતું. 2023માં એટલાન્ટામાં સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું હતું. હાલમાં યુરોપના સૌથી મોટા શિવ મંદિર નું નિર્માણ કાર્ય પોર્ટુગલમાં ચાલી રહ્યું છે.
કેદારધામમાં રામજી મંદિરના નિર્માણ કાર્ય સંદર્ભે તેમણે જણાવ્યું કે, ત્યાં શ્રી હનુમાનજી મંદિર સંત સેવા આશ્રમ માં બિરાજમાન સંત લલિત દાસજી મહારાજ ને રામજી મંદિરના નિર્માણ નો વિચાર આવ્યો હતો. જામનગરના તેમના સેવક ના માધ્યમથી સંતનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Mulitbagger stock : 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત..
તેમણે કલાની તેમની કલા ની કદર કરીને મંદિરના નિર્માણનું કાર્ય તેમણે સોંપ્યું છે. આ મંદિર 35 ફૂટ બાય 30 ફૂટ જગ્યામાં આ મંદિર કેદારનાથ મંદિર થી 1000 મીટરના અંતરે મંદાકિની નદી ના તટે નિર્માણ પામશે. જેમાં પ્રભુ શ્રીરામની સાડા છ ફૂટની મૂર્તિ અયોધ્યામાં રામ જી પ્રભુ બિરાજી રહ્યા છે, તેવી પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે.
આ પણ વાંચો : SUCCESS STORY : IAS મુસ્કાન ડાગરે પાસ થવા છતાં ફરી આપી UPSCની પરીક્ષા, વાંચો તેમની સક્સેસ સ્ટોરી..
Rajkot : અંદાજે 37 ફૂટ ઉંચું આ રામજી મંદિર કેદારનાથમાં એવું પહેલું મંદિર હશે જેનું નિર્માણ કાર્ય માનવ સર્જિત હોય. હાલમાં કેદારનાથનું મંદિર 600 વર્ષ પૂર્વે હોય તેવું જાણવા મળી રહ્યું છે. જેનું નિર્માણ કોણે અને ક્યારે કર્યું છે તેની માહિતી નથી. જેથી આ માનવ સર્જિત રામજી મંદિર કેદારનાથ નું પહેલું મંદિર બનશે. દુનિયાના પાંચ દેશો ઉપરાંત ગુજરાતમાં અનેક જગ્યાએ મુક્તિધામ, પ્રવેશદ્વાર બનાવવાની સાથે 350થી વધુ મંદિરોનું નિર્માણ આ ભાઇઓએ કર્યું છે.
more article : HEALTH TIPS : ગરમીમાં બોડીને એકદમ કૂલ રાખશે આ વસ્તુઓનું સેવન, નહીં થાય ડિહાઈડ્રેશન..