Rajkot : સતત ત્રીજા વર્ષે સર્વ જ્ઞાતિની 101 દીકરીઓના સમુહ લગ્ન યોજાશે, કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના સહિત ઘરવખરી અપાશે..
Rajkot : સમુહ લગ્નની પરંપરા છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ સમૂહ લગ્ન જો યોગ્ય રીતે હાથ ધરવામાં આવે તો તેનો લાભ ખરા અર્થમાં નવયુગલોને મળતો હોય છે. રાજકોટની વાત કરવામાં આવે તો જેમ જે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા પણ તેરા તુજકો અર્પણના વાક્યને ચરિતાર્થ કરી રહ્યા છે.
Rajkot : તેમનું માનવું છે કે, ઈશ્વર દ્વારા જે તેમને મળ્યું છે તેનો વધુને વધુ ઉપયોગ સમાજ સેવામાં થાય તે જરૂરી છે, ત્યારે તેમના દ્વારા રવિવાર તારીખ 7 એપ્રિલના રોજ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વ જ્ઞાતિની 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે.
Rajkot : આ અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું કે, દીકરીઓને નાન અપના અનુભવાય તે માટે 41 થી વધુ વસ્તુઓ કરિયાવરમાં રાખવામાં આવી છે. જેમાં સોનાની ચુક, ચાંદીના સાંકડા તથા ઘરવખરીની તમામ ચીજોનો સમાવેશ થયો છે. તેમના દ્વારા આ ત્રીજા લગ્ન હાથ ધરવામાં આવ્યા છે અને તેમનું માનવું છે કે, લગ્નમાં ખોટા ભભકા વગર ખર્ચ કરવો જોઈએ અને સમૂહ લગ્નનું આયોજન થવું જોઈએ.
Rajkot : એટલું જ નહીં અને આ ખર્ચમાં જે રકમ બચે તે રકમનો ઉપયોગ જે દીકરીઓ હોય તેના કરિયાવર માટે થવો જોઈએ જેથી જીવન પર્યંત તેઓને એ ચીજ વસ્તુઓનો મહત્તમ લાભ મળી શકે.
સમાજના શ્રેષ્ઠીઓને પણ આ કાર્ય માટે ગૌરવ છે: મયુરધ્વજસિંહ જાડેજા
Rajkot : મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમાજના શ્રેષ્ઠિઓને પણ આ કાર્ય માટે ગૌરવ છે, કારણ કે જ્યારે તેમને એ વાતનો ખ્યાલ આવે છે કે સમાજમાં એક વ્યક્તિ દ્વારા સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને સમાજ ઉપયોગી કામ નીવડે છે, ત્યારે સમાજના મોભીઓ અને શ્રેષ્ઠિઓ વિવિધ રૂપે તેમનો આભાર પણ વ્યક્ત કરે છે અને તેમની કામગીરીને પણ બિરદાવે છે.
Rajkot : સમાજના વિવિધ વર્ગના લોકો પત્ર વ્યવહાર કરી તેમનો આભાર અને કાર્યક્રમો અંગે રાજીપો પણ વ્યક્ત કરે છે જે ખરા અર્થમાં તેમની મહેનતની સફળતા છે. મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Share Market : સેન્સેક્સ-નિફ્ટીનું કામકાજ તેજીથી શરૂ, આ શેરોના આધારે રોકાણકારોની સંપત્તિમાં કરોડોનો વધારો..
Rajkot : તેમાં તેમની ટીમનો સિંહ ફાળો છે કારણ કે દિવસ રાત જોયા વગર જ તેઓ સમગ્ર કામગીરી ને પૂર્ણ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની તકલીફ અને અડચણ લોકોને અને નવયુગલ અને ન થાય તે માટેની પણ ઝીણવટ પૂર્વકનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
MORE ARTICLE : Stock Market : ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી ?