રાજહંસ ગ્રુપ ના ભવ્ય લગ્ન નો ડ્રોન વિડિઓ આવ્યો સામે… બાહુબલી ના સેટ ને પણ ટક્કર આપે એવો સેટ…

રાજહંસ ગ્રુપ ના ભવ્ય લગ્ન નો ડ્રોન વિડિઓ આવ્યો સામે… બાહુબલી ના સેટ ને પણ ટક્કર આપે એવો સેટ…

રાજહંસ ગ્રુપના બિલ્ડર વિજય દેસાઈના પુત્રીના લગ્ન પ્રસંગમાં કરોડો રૂપિયાનો અદભુત,આલિશાન,અકલ્પનીય અને અવિશ્વસનીય સેટ તૈયાર કરાવ્યો છે.આ ઉપરાંત આ લગ્ન પ્રસંગમાં બોલીવુડ અને રાજકારણની અનેક મોટી હસ્તીઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 27 જાન્યુઆરીના રોજ સુરતના ડુમસ રોડ ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અભિનેત્રી રવીના ટંડન,મલાઈકા અરોરા ખાન,નોરાહ ફતેહી, રણવીર સિંહ ,દિગ્દર્શક બોની કપૂર તેમજ ક્રિકેટર સચિન તેંડુલકર તેના પત્ની અંજલિ તેંડુલકર,ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને યોગગુરુ બાબા રામદેવ સહીત રાજકારણીઓ,સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.

કહેવાઈ છે કે શહેરના ખુબ જ લિમિટેડ લોકોને અને રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈના અત્યંત નિકટના ને જ મેહમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.તેમની ભત્રીજીના લગ્ન યોજાય ચુક્યા છે પરંતુ આ લગ્નમાં 35 હજાર કે 40 હજાર રૂપિયાની કંકોત્રી પણ આમંત્રણ અર્થે ખાસ મેહમાનોને મોકલવામાં આવી હતી.

આ મોંઘીદાટ કંકોત્રીને લઇ છેલ્લા એક પખવાડિયાથી શહેરના ઉદ્યોગ જગત અને કોર્પોરેટ લોબીથી લઇ હાઈપ્રોફાઈલ લોબીમાં ચર્ચા ચાલી રહી હતી,જે અનુસાર માત્ર કંકોત્રી જ 35 હજાર રૂપિયા કરતા વધુની હોય સમગ્ર લગ્ન પ્રસંગના આયોજનમાં મેહમાનનવાજી કરવા અંદાજિત 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે લોકો લગ્નને યાદગાર બનાવવા માટે ફોટોશૂટનો ખર્ચ કે હનીમૂન ડેસ્ટિનેશનને લઇ બજેટ અનુસાર ઘણા વિચારો પછી તૈયારી કરતા હોય છે પરંતુ આ બધી વાતોથી અલગ બિલ્ડર જયેશ દેસાઈએ લગ્ન પ્રસંગમાં આવતા તમામ મહેમાનોને ચારધામની યાત્રા કરાવી છે.લગ્ન માટે તૈયાર કરાયેલા આ આલિશાન મંડપ માટે ચાર જ્યોતિર્લિંગના આબેહૂક મંદિર બનાવવામાં આવ્યા હતા.

એન્ટ્રી ગેટથી પ્રવેશ કરતા જાણે દેવભૂમિ પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય એ પ્રકારે આખો સેટ ઉભો કરવામાં આવ્યો હતો.જેની પાછળ અંદાજિત અહીં મધ્યપ્રદેશ ખાતે આવેલ મહાકાલનું મંદિર,ઉતરાખંડમાં આવેલ કેદારનાથ,ગીર સોમનાથ સ્થિત આવેલ સોમનાથનું મંદિર અને આંધ્રપ્રદેશ ખાતે આવેલા મલ્લિકાર્જુનનું મંદિર બનાવવામાં આવ્યું હતું.

 

આ ઊપરાંત શંકરાચાર્યના ચાર મઠ જેમાં બદ્રીનાથ,દ્વારકા,જગન્નાથપુરી,રામેશ્વરમનો સમાવેશ થાય છે.આ આખો સેટ એ રીતે તૈયાર કરાયો છે કે અહીં આવનાર મહેમાન એક સમય માટે જાણે મંદિર જ પહોંચી ગયા હોય તે રીતની અનુભૂતિ કરે અને ત્યારબાદ તેઓ લગ્ન મંડપમાં પ્રવેશ કરશે.જ્યાં વરમારા અને લગ્ન વિધિ માટે તૈયાર કરાયેલા મંડપ પણ મહેલની જેમ તૈયાર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત મહેમાનોની બેઠક વ્યવસ્થા પણ ખુબજ સુંદર ગોઠવવામાં આવી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *