સુરત ના રાજહંસ ગ્રુપ ને ત્યાં ભવ્ય લગ્ન…અંદાજિત ખર્ચ 60 કરોડ… સચિન થી લઇ રવીના સુધી ના સેલિબ્રિટી ઉમટ્યા… જુઓ તસવીરો

સુરત ના રાજહંસ ગ્રુપ ને ત્યાં ભવ્ય લગ્ન…અંદાજિત ખર્ચ 60 કરોડ… સચિન થી લઇ રવીના સુધી ના સેલિબ્રિટી ઉમટ્યા… જુઓ તસવીરો

સુરતમાં અવનવા લગ્ન પ્રસંગો યોજાતા રહેતા હોય છે. ત્યારે ડુમસ રોડ ખાતે ભવ્ય લગ્નમંડપ તૈયાર કરાયો હતો. દબદબાભેર યોજાયેલા આ લગ્ન સમારોહનો સેટ ચારધામની થીમ પર તૈયાર કરવામાં આવ્યો હતો.

દોમ દોમ સાહ્યબી સાથે યોજાયેલા ઉદ્યોગપતિની દીકરીના લગ્ન સમારોહમાં ક્રિકેટ જગતમાં ભગવાન મનાતા સચિન તેંડુલકર પત્ની અંજલી સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. તો બોલિવૂડના દિગ્ગજ કલાકારો અને યોગ સહિત રાજકીય અને સામાજિક હસ્તીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

લગ્ન પ્રસંગમાં આવતા તમામ મહેમાનોને ચારધામની યાત્રા કરી હોય તેવો સેટ તૈયાર કરાયો હતો. લગ્ન માટે તૈયાર કરાયેલા આ આલિશાન મંડપ માટે ચાર જ્યોતિર્લિંગના આબેહૂબ મંદિર બનાવવામાં આવ્યા હતા.

એન્ટ્રીગેટથી પ્રવેશ કરતા જાણે દેવભૂમિ પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય એ પ્રકારે આખો સેટ ઉભો કરવામાં આવ્યો હતો. અહી મધ્યપ્રદેશ ખાતે આવેલ મહાકાલનું મંદિર, ઉતરાખંડમાં આવેલ કેદારનાથ, ગીર સોમનાથ સ્થિત આવેલ સોમનાથનું મંદિર, અને આંધ્રપ્રદેશ ખાતે આવેલ મલ્લિકાર્જુનનું મંદિર બનાવવામાં આવ્યું હતુ.

આ ઊપરાંત શંકરાચાર્યના ચાર મઠ જેમાં બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વરમનો સમાવેશ કરાયો હતો. આ આખો સેટએ રીતે તૈયાર કરાયો કે, અહીં આવેલા મહેમાનોને એક સમય માટે જાણે મંદિર જ પહોંચી ગયા હોય તે રીતની અનુભૂતિ થાય. આ ઉપરાંત મહેમાનોની બેઠક વ્યવસ્થા પણ ખુબજ સુંદર ગોઠવવામાં આવી હતી.

સચિન તેંડુલકરે પત્ની અંજલિ તેડુલકર સાથે જયેશ દેસાઈના ત્યાં લગ્ન પ્રસંગે હાજરી આપી હતી. સચિન તેંડુલકર અને જયેશ દેસાઈ ખૂબ જ જૂના મિત્રો પણ છે. સુરતના આ ઉદ્યોગપતિએ સપનું જોયું હતું કે, તેઓ સચિન તેંડુલકરની ફરારી કાર ખરીદશે.

આખરે તેમને સચિન તેંડુલકરને જે સુમાકરે ગિફ્ટમાં ” 360 ફેરારી મેડોના”કાર આપી હતી. તે કાર જયેશ દેસાઈએ ખરીદી લીધી હતી. ત્યારથી આજ દિન સુધી સચિન તેંડુલકર અને જયેશ દેસાઈ ખૂબ જ નજીકના મિત્રો રહ્યા છે.

જયેશ દેસાઈની પુત્રીના લગ્નમાં વિશેષ હાજરી આપવા માટે સચિન તેંડુલકર પોતે તેમની પત્ની અંજલી તેંડુલકર સાથે હાજર રહ્યા હતા. ખૂબ જ ભવ્ય એવા લગ્ન સમારોહમાં સચિન તેંડુલકરએ હાજરી આપતા તેની વિશેષ નોંધ લેવામાં આવી હતી. ક્રિકેટ રસિકો પણ સચિન તેંડુલકરને મળવા માટે સુરત એરપોર્ટ ઉપર અને લગ્ન પ્રસંગ સ્થળે પહોંચી ગયા હતા.

જયેશ દેસાઈની ભત્રિજી ચિ. મૌસમ અને ચિ. કરણનાં લગ્નમાં યોગ ગુરુ બાબા રામદેવ હાજર રહ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં બાબા રામદેવ, ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા સહિતનાએ આશીર્વાદ આપ્યા હતા.

બોલીવૂડ સેલિબ્રિટી બોની કપૂર, રવિના ટંડન સહિતના અનેક ફિલ્મ જગત સાથે જોડાયેલા સેલિબ્રિટીઓ પણ હાજર રહ્યા હતા. સાથે જ સમાજના અગ્રણીઓ અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *