rajbha gadhvi : હનુમાનજી વિવાદ મામલે રાજભા ગઢવી આકરા પાણીએ, કહ્યું :- ભીંતચિત્રો તો કઢાવી નાખીશું, એમના ચિતચિત્રો…
rajbha gadhvi : આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મહાકાઈ મૂર્તિની નીચે આવેલા બેઝની ભીંત ઉપર દોરેલા ચિત્રોને લઈને વિવાદ ભારે વખર્યો છે. આ સમગ્ર ઘટના બાબતે જૂનાગઢની અંદર આવેલા ગિરનારના સાધુ-સંતો સહિત લોકસાહિત્યકારો પણ મેદાને પડ્યા છે અને લોકસાહિત્યકાર rajbha gadhvi એ પણ આ સમગ્ર ઘટના બાબતે પ્રતિક્રિયા રજૂ કરી છે
તમને ખાસ જણાવી દઈએ કે rajbha gadhvi એ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ સામે ધૂળ ઉડાવવાની કોશિશ કરે છે અને સૂરજની સામે ધૂળ ઉડાવવાથી કંઈ થાય નહીં. આપણે સનાતન ધર્મના છીએ અને બાળકોને મજબૂત બનાવો તેમજ ઘરેથી બહાર નીકળે તો ખબર હોવી જોઈએ કે મારો ઈસ્ટ કોણ છે હનુમાન કોણ છે શિવ કોણ છે અને કૃષ્ણ કોણ છે. સંતોમાં હોય તો બજરંગદાસ બાપા આપાગીગા અને જલારામ બાપા બધા સંતોની ખબર હોવી જોઈએ.
વધુમાં rajbha gadhvi જણાવે છે કે ભીંત ચિત્રો તો કઢાવી નાખીશું, પરંતુ એમના ચિત ચિત્રો હટાવવા પડશે. બિઝનેસ કરવો હોય તો ભગવાનને શું કામ આગળ લ્યો છો અને બિઝનેસ કરવો હોય તો હીરાનો કરો બિલ્ડર અને ડોક્ટર અને કલેક્ટર બનો. મહેનત વગરનો લાગતું હોય તો હીરાના બિઝનેસને પણ વિશ્વ સ્તરે ઘણા નામ ઉજળા કર્યા છે અને આપણું ગૌરવ છે અને ઘણા લોકોને પદ્મશ્રી પણ મળ્યા છે
આ પણ વાંચો : shravan maas માં બોલી દો આ નાનો મંત્ર, મહાદેવ થઈ જશે પ્રસન્ન, તમે માંગશો એ બધું જ મળશે
rajbha gadhvi હુંકાર કરતા જણાવે છે કે આપણે કોઈપણ રીતે પ્રત્યક્ષ રીતે સામે આવે તો લડી લઈએ એવા છીએ ખબર ના પડે એમ કરે તો શું કરવાનું,
રાવણ જાય તો જાનકીનો હરણ ન કરી શકે અને ભગવા પહેરીને ગયો હતો એટલે જાનકીજી એ લક્ષ્મણરેખા ક્રોસ કરી હતી. આપણી સાથે રહેનારા આપણી સાથે રહીને ધર્મને નુકસાન પહોંચાડે છે અને સામે વાળો ક્યારેય તે કરી શકતો નથી. ભીંતચિત્રો નહીં ચિત ચિત્રો હટાવવા પડશે.
સમજી ગયા નીરજભાઈ rajbha gadhvi વધુમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આંકરા પ્રહાર કરતાં જણાવે છે કે, શાસ્ત્રોમાં પણ પુસ્તકની અંદર પણ તેમણે એકેય દેવી દેવતાઓને છોડ્યા નથી અને બીજા શાસ્ત્રોમાં પણ આવું છે અને આપણે જાગવું પડશે તેમાં ચિતચિત્રો હટાવા પડશે. ભીતચિત્રો હટાવવાથી કંઈ વળશે નહીં અને સંપ્રદાયને નામે વિખાતા જઈએ છીએ આના સનાતન મૂળને શું કામ ભૂલો છો ??
rajbha gadhvi વધુમાં જણાવ્યું હતું કે બધા મિત્રોને વિનંતી છે કે, ધર્મ માટે કંઈ નહીં કરીએ તો આપ આપણે ક્યાંય ના રહીશું નહીં. આપણને કોઈ નહીં બચાવ્યા અને ટુકડા ટુકડા થતા પ્રજા પ્રજા થઈ જઈએ આપણા છોકરા મોજ કરે વેબસરીઝ જોઈએ અને ડ્રગ્સ લેશે, રખડે અને બીજા ધર્મને મજબૂત બનાવતા જઈએ છીએ પછી આપણા ઝંડા લઈને નીકળવા જશો તો આપણા ઝંડા આપણી છાતીમાં હોહર્વા કાઢીને ખોળવાના આવશે.
more article : Rajbha Gadvi : આ ગામમાં થયો હતો રાજભા ગઢવીનો જન્મ, જાણો કેટલું ભણેલા છે…