ગીર ના રાજભા ગઢવી જીવે છે આટલું સરળ-સાદું જીવન… જુઓ તસવીરો

ગીર ના રાજભા ગઢવી જીવે છે આટલું સરળ-સાદું જીવન… જુઓ તસવીરો

ગીતો સાંભળવું દરેક વ્યક્તિને પસંદ આવે છે. જો તમે પણ ગુજરાતી ગીતો સાંભળવાના શોખીન છો તો તમે “રાજ ભા” ગઢવીને ચોક્કસ ઓળખતા હશો. તેમણે ગુજરાત રાજ્યમાં એક નવી ઓળખ બનાવી લીધી છે અને આજે તેમને નાના બાળકથી લઈને મોટા લોકો સુધી દરેક ઓળખે છે.

યુવાન વયે રાજભા ગઢવી એ તેમની બોલવાની છટાથી સમગ્ર ગુજરાત રાજયમાં એક નવી ઓળખ ઊભી કરી છે. ગીરના લીલાપાણી માંથી આવીને આજે લોકોની વચ્ચે જગ્યા બનાવનાર રાજભા ગઢવી એકપણ ધોરણ ભણેલા નથી પરંતુ તેમની બોલવાની છટા પરથી તેનું અનુમાન લગાવી શકાય નહીં.

હાલાજી અને પટ્ટી ઘોડી, મેરામણજી જાડેજા અને ચારણનો પ્રસંગ તેમના મોઢે થી સાંભળવાની મજા જ કંઇક અલગ છે. તેઓએ એકેય ધોરણ ભણ્યા ના હોવા છતાં આજે તેમને જે સફળતા પ્રાપ્ત કરી છે, તેને ભાગ્યે જ કોઈક મેળવી શકે છે. તેઓએ ગુજરાતી લોક સાહિત્યમાં ઘણું નામ કમાવ્યુ છે.

રાજભા ગઢવી એ પોતાના મહેનતના આધારે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ પોતાના પરિવાર માટે એક આલિશાન ઘર પણ બનાવ્યું છે, જેમાં તેઓ તેમના પરિવાર સાથે નિવાસ કરે છે. તેમની પાસે એક લકઝ્યુરિસ કાર ફોર્ચુનર પણ છે.

મૂળ ગીરના મધ્યમાં રહેતા રાજભા ગઢવી બાળપણથી જ ગામડાની પકૃતિમાં રહેનાર વ્યક્તિ છે. તેઓ બાળપણથી જ લીલાપાણી નેસમાં વસવાટ કરે છે. તેઓ ગીરના સિંહો વચ્ચે નાનપણથી ઉછરેલા છે. તેઓને બાળપણથી જ પશુપાલન સાથે રહેવું પસંદ છે.

રાજભા ગઢવી જ્યારે બાળપણમાં ભેંસો ચરાવા જતા હતા ત્યારે રેડિયો સાંભળતા હતા અને તેઓને અહીં થી ગીતો ગાવાની અને ડાયરા કરવાની શીખ મળી હતી. તેઓને પહેલી વખત 2001 માં સતાધાર પાસે રામપરા ગામે પોતોના સમાજના એક સંમેલનમાં ગાવાની પહેલો મોકો મળ્યો હતો

રાજભા ગઢવી જ્યારે આ સંમેલનને જોવા ગયા હતા તો ત્યાં પ્રખ્યાત કલાકારની સમયસર એન્ટ્રી ના થતા તેઓએ ગાવાની તક મળી અને તેઓનું નસીબ બદલાઈ ગયું હતું. આ પછી તેમને અનેક પ્રોગ્રામ મળવા લાગ્યા અને તેઓ એક નામચીન વ્યક્તિ બની ગયા હતા.

આ સંમેલનમાં રાજભાએ દુહા-છંદ લલકારી સંભળાવીને લોકોને ખુશ કરી દીધા હતા અને અહીં તેઓએ એટલા સુરીલા અવાજમાં ગીતો ગાયા કે તેમની ખ્યાતિ આજુબાજુના શહેરમાં ફેલાઈ ગઇ અને તેઓ ને અનેક કામ મળવા લાગ્યા.

રાજભાએ આજે માત્ર ગુજરાત માં જ નહિ પરંતુ દેશ વિદેશ માં પ્રોગ્રામ કરતા હોય છે. તેઓ હાલમાં જૂનાગઢમાં સ્થાયી થયા છે. તમને જણાવી દઈએ કે તેમના પરિવારમાં માતા પિતા સિવાય પત્ની અને બે પુત્રીઓ તથા એક પુત્ર છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *