અંદર થી આવું ભવ્ય છે રાજભા ગઢવી નું ઘર ‘ગીર’… જુઓ તસવીરો
લોકડાયરા અને સાહિત્યના લોકપ્રિય કલાકાર રાજભા ગઠવીનું આજે કલાકારોની દુનિયામાં મોટુ નામ છે. અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી આજે સફળતાની ટોચે છે.
રાજભાએ હવે પોતાના પરિવાર માટે નવું ઘર બનાવ્યું છે. જેમાં એકદમ હાઇ ફાઇ, આધુનિક અને બધી જ સુવિધાથી સજ્જ છે. નવા ઘરના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. તો મારીએ રાજભા ગઢવીના નવા ઘરમાં એક લટાર.
ગાયક કલાકાર અને કવિ રાજભા ગઢવી પોતાના કાર્યક્રમમાં ગામઠી જીવન શૈલીને લોકસાહિત્ય ઢાળી અનોખી રંગત જમાવે છે
ગાયકી અને લોકસાહિત્ય ક્ષેત્રમાં ગીરના 33 વર્ષીય રાજભા ગઢવીનું નામ આગવી હરોળમાં લેવામાં આવે છે
રાજભા ગઢવી એ પોતાના મહેનતના આધારે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ પોતાના પરિવાર માટે એક આલિશાન ઘર પણ બનાવ્યું છે, જેમાં તેઓ તેમના પરિવાર સાથે નિવાસ કરે છે. તેમની પાસે એક લકઝ્યુરિસ કાર ફોર્ચુનર પણ છે.
મૂળ ગીરના મધ્યમાં રહેતા રાજભા ગઢવી બાળપણથી જ ગામડાની પકૃતિમાં રહેનાર વ્યક્તિ છે. તેઓ બાળપણથી જ લીલાપાણી નેસમાં વસવાટ કરે છે. તેઓ ગીરના સિંહો વચ્ચે નાનપણથી ઉછરેલા છે. તેઓને બાળપણથી જ પશુપાલન સાથે રહેવું પસંદ છે.
રાજભા ગઢવી જ્યારે બાળપણમાં ભેંસો ચરાવા જતા હતા ત્યારે રેડિયો સાંભળતા હતા અને તેઓને અહીં થી ગીતો ગાવાની અને ડાયરા કરવાની શીખ મળી હતી. તેઓને પહેલી વખત 2001 માં સતાધાર પાસે રામપરા ગામે પોતોના સમાજના એક સંમેલનમાં ગાવાની પહેલો મોકો મળ્યો હતો
રાજભા ગઢવી જ્યારે આ સંમેલનને જોવા ગયા હતા તો ત્યાં પ્રખ્યાત કલાકારની સમયસર એન્ટ્રી ના થતા તેઓએ ગાવાની તક મળી અને તેઓનું નસીબ બદલાઈ ગયું હતું. આ પછી તેમને અનેક પ્રોગ્રામ મળવા લાગ્યા અને તેઓ એક નામચીન વ્યક્તિ બની ગયા હતા.
આ સંમેલનમાં રાજભાએ દુહા-છંદ લલકારી સંભળાવીને લોકોને ખુશ કરી દીધા હતા અને અહીં તેઓએ એટલા સુરીલા અવાજમાં ગીતો ગાયા કે તેમની ખ્યાતિ આજુબાજુના શહેરમાં ફેલાઈ ગઇ અને તેઓ ને અનેક કામ મળવા લાગ્યા.
રાજભાએ આજે માત્ર ગુજરાત માં જ નહિ પરંતુ દેશ વિદેશ માં પ્રોગ્રામ કરતા હોય છે. તેઓ હાલમાં જૂનાગઢમાં સ્થાયી થયા છે. તમને જણાવી દઈએ કે તેમના પરિવારમાં માતા પિતા સિવાય પત્ની અને બે પુત્રીઓ તથા એક પુત્ર છે.