Railways : રેલ્વે વિભાગનો સૌથી મોટો નિર્ણય, ટ્રેન દુર્ઘટનામાં પીડિતોના વળતરમાં કર્યો 10 ગણો વધારો, જાણો નવા દર
ટ્રેન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે Railways બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રેલ્વે અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય કે ઈજા થાય તો વળતરમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. વળતરની રકમ અગાઉ 2012 અને 2013માં બદલાઈ હતી. આ પછી રેલવે દ્વારા આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
Railwaysના જણાવ્યા અનુસાર, ટ્રેન અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં વળતરની રકમ 50,000 રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત ગંભીર ઈજાના કિસ્સામાં 25 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું. હવે તે વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
ટ્રેન દુર્ઘટનામાં મામૂલી ઈજા થવા પર વ્યક્તિને મળતું વળતર 5,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યું છે. આ માહિતી Railways વિભાગ દ્વારા આપવામાં આવી છે. રેલવે વિભાગે પણ આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરી દીધો છે.
આ પણ વાંચો : TVS XL100 : 50 હજારથી ઓછા ભાવે મળી રહી છે આ બાઈક, એક લિટર પેટ્રોલમાં 80ની એવરેજ, જાણો આ ગજબની બાઈક વિષે…
રેલ્વેના નવા નિયમો અનુસાર, જો કોઈ ટ્રેન અથવા માનવ સંચાલિત Railways ક્રોસિંગ અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો પરિવારને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જો કોઈ આવા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થાય છે તો તેને 2.5 લાખ રૂપિયા મળશે. જો ક્રોસિંગ અકસ્માતમાં કોઈને સામાન્ય ઈજા થાય છે, તો તેને 50,000 રૂપિયા મળશે.
Railways એ એમ પણ કહ્યું કે આ વળતર લાભમાં આતંકવાદી હુમલા, હિંસક હુમલા અને ટ્રેનોમાં લૂંટ જેવી ઘટનાઓને પણ આવરી લેવામાં આવી છે. જો કોઈ ટ્રેનમાં આવી કોઈ દુર્ઘટના થાય છે, તો તેના પીડિતોને ઉપર જણાવ્યા મુજબ વળતર આપવામાં આવશે.
Railways વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ટ્રેન અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ 30 દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહે છે તો તેને વધારાનું વળતર પણ મળશે.
એટલે કે, જો કોઈ ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને 30 દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રાખવો પડશે, તો 30 દિવસ પછી તેને 3,000 રૂપિયા પ્રતિ દિવસના દરે વળતર આપવામાં આવશે. આ વળતર આગામી 10 દિવસ અથવા દર્દીને હોસ્પિટલમાંથી રજા ન મળે ત્યાં સુધી આપી શકાય છે.
more article : Maninagar રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેને ઉતરવા જતા વૃદ્ધ મહિલા પટકાઈ, 5 મિનિટની અંદર 108ની મદદથી વૃદ્ધાનો જીવ બચ્યો…