“રઘુપતિ રાઘવ રાજારામ” પર નીતા અંબાણીએ કર્યો અદભુત ડાન્સ, નીતા અંબાણીનો ડાન્સ જોઈને મંત્રમુગ્ધ થયા લોકો, જુઓ વિડીયો
ભારતનું સૌથી અમીર ફેમિલી એટલે કે અંબાણી પરિવાર અવારનવાર મીડિયા ની હેડલાઈનમાં છવાયેલું રહે છે. મુકેશ અંબાણી તો લાઈમલાઈટ થી દુર રહેવાનું પસંદ કરે છે. પરંતુ નીતા અંબાણી અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. હાલના દિવસોમાં તે પોતાના એક શાનદાર ડાન્સ પર્ફોમન્સને લઈને ચર્ચામાં છે. તેમણે “રઘુપતિ રાઘવ રાજારામ” ગીત ઉપર સુંદર પ્રસ્તુતિ આપીને બધાનું દિલ જીતી લીધું છે. હવે આ ડાન્સ નો વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ નું દિલ જીતી રહ્યો છે.
હકીકતમાં ૩૧ માર્ચનાં રોજ નીતા અંબાણીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ NMACC ( Nita Mukesh Ambani Cultural Centre) નું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું હતું. આ ભવ્ય સમારોહ મુંબઈના બાંદ્રા કોમ્પલેક્ષમાં સ્થિત જીઓ ગ્લોબલ સેન્ટરમાં આયોજિત થયો હતો. તેમાં બોલીવુડ અને બિઝનેસ વર્લ્ડ ની ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. NMACC નો મુખ્ય ઉદ્દેશ ભારતીય કળા ને સુરક્ષિત અને પ્રમોટ કરવાનો છે. આ દરમિયાન નીતા અંબાણીએ સ્ટેજ ઉપર જે રીતે ડાન્સ પ્રસ્તુત કર્યો હતો, તેના લીધે બધા જ લોકોના મન મોહિત થઈ ગયા હતા.
નીતા અંબાણી એ ખુબ જ શાલીનતાની સાથે “રઘુપતિ રાઘવ રાજા રામ” ગીત ઉપર ડાન્સ કરેલો હતો. તેમના આ નૃત્યમાં ઘણા બેગ્રાઉન્ડ ડાન્સર્સ પણ નજર આવ્યા હતા. આ દરમિયાન નીતા અંબાણી એ સાડી અને હેવી જ્વેલરી પહેરીને ખુબ જ સુંદર ડાન્સ કર્યો હતો. જ્યારે તેઓ સ્ટેજ ઉપર ડાન્સ કરી રહ્યા હતા તો બધાની નજર તેમની ઉપર અટકી ગઈ હતી. હવે દરેક લોકો સોશિયલ મીડિયા પર તેમના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે.
જણાવી દઈએ કે નીતા અંબાણી યુવાનીના દિવસોથી જ ડાન્સ કરવામાં હોશિયાર છે. તેમણે નૃત્યની ઘણી કળાઓમાં મહારત પ્રાપ્ત કરેલ છે. વળી મુકેશ અંબાણી સાથે લગ્ન પણ ડાન્સને લીધે જ થયેલા છે. હકીકતમાં એક વખત ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. ત્યાં તેમણે સ્ટેજ ઉપર નીતા અંબાણીને ડાન્સ કરતા જોયા હતા.
ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન ને નીતા નો ડાન્સ એટલો પસંદ આવ્યો હતો કે તેમણે નીતા ને પોતાના ઘરની વહુ બનાવવાનો નિર્ણય કરી લીધો હતો. તેમણે નીતા નાં પિતા નો નંબર શોધ્યો અને ફોન કરીને તેમની દીકરીને વહુ બનાવવાની વાત કરી હતી. શરૂઆતમાં તો તેમને આ મજાક લાગી હતી, પરંતુ બાદમાં તેઓ સમજી ગયા હતા કે આ સપનું હકીકત બનવાનું છે. મુકેશ અંબાણી સાથે થોડી મુલાકાતો બાદ નીતા એ પણ “હાં” કહી દીધી હતી અને કપલે ૧૯૮૫માં લગ્ન કરી લીધા હતા.
#WATCH | Mumbai: Nita Ambani gracefully dances on ‘Raghupati Raghava Raja Ram’ at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) pic.twitter.com/ndCKYdvvj1
— ANI (@ANI) April 1, 2023
જણાવી દઈએ કે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ની ઓપનિંગમાં સમગ્ર અંબાણી પરિવાર હાજર રહેલ હતો. આ દરમિયાન હંમેશા ની જેમ સિતારાઓનો મેળો ભરાયો હતો. આ બધા સિતારાઓ મહેફિલ માં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. તેમાં આલિયા ભટ્ટ, સોનમ કપુર, આમિર ખાન, રજનીકાંત, સલમાન ખાન, પ્રિયંકા ચોપડા, નીક જોનસ, સચિન તેંડુલકર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને અનુપમ ખેર જેવા સેલેબ્રીટીઓ સામેલ થયા હતા.