Raghunath mandir : માઉન્ટ આબુ જાઓ તો આ મંદિરે જરૂર કરજો દર્શન, 5500 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટી હતી મૂર્તિ

Raghunath mandir :  માઉન્ટ આબુ જાઓ તો આ મંદિરે જરૂર કરજો દર્શન, 5500 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટી હતી મૂર્તિ

Raghunath mandir : આબુરોડથી વીસ કિલોમીટરના અંતરે માઉન્ટ આબુ આવેલુ છે આબુમાં આવેલા રઘુનાથ મંદિરની એક વિશેષતા છે મંદિરમાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર સર્વેશ્વર શ્રી રઘુનાથજી એકલા જ બિરાજે છે રાજસ્થાનમાં ગાઢ જંગલોથી ઘેરાયેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુ પર ઘણા મંદિરો આવેલા છે. તેમાંનુ એક મંદિર શ્રી સર્વેશ્વર રઘુનાથ મંદિર છે. રઘુનાથનુ નામ આવે એટલે વિચાર આવે કે ભગવાન રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણનુ મંદિર હશે પણ રઘુનાથ મંદિરમાં માત્ર રામ ભગવાન બિરાજમાન છે. માતા સીતા અને ભાઈ લક્ષ્મણ વિના રામજી એકલા જ કેમ મંદિરમાં બિરાજમાન છે.

માઉન્ટ આબુ પર બિરાજમાન રધુનાથજી

Raghunath mandir : અરવ્વલીની ગિરીમાળાઓમાં અદભૂત સૌદ્રય પ્રકૃતિ વચ્ચે માઉન્ટ આબુ રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે. ગાઢ જંગલોથી ઘેરાયેલું માઉન્ટ આબુ પ્રાકૃતિક સૌંદર્યથી પ્રખ્યાત છે. આબુના મંદિર પણ દેશભરમાં જાણીતા છે. માઉન્ટ આબુમાં નખી તળાવના કિનારે રઘુનાથજીનુ મંદિર આવેલુ છે. બનાસકાંઠાથી રાજસ્થાનની સીમામાં પ્રવેશ કરતા મુખ્ય શહેર આબુરોડ આવે છે આબુરોડથી વીસ કિલોમીટરના અંતરે માઉન્ટ આબુ આવેલુ છે આબુમાં આવેલા રઘુનાથ મંદિરની એક વિશેષતા છે

આ પણ વાંચો : Success Story : લંડનમાં નોકરી છોડીને બન્યા IAS, કોચિંગ વગર કરી તૈયારી, પ્રથમ પ્રયાસમાં ક્રેક કરી UPSC પરીક્ષા

Raghunath mandir : મંદિરમાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર સર્વેશ્વર શ્રી રઘુનાથજી એકલા જ બિરાજે છે. વર્ષોથી ભાવિકો નિયમિત રઘુનાથજી મંદિરે પોતાની ભજનમંડળી સાથે આવે છે મંદિરે ભજનકિર્તન કરી મંદિરના માહોલને ભક્તિમય બનાવે છે અને ભજન થકી ભક્તિ કરી પોતાનામાં નવી શક્તિના સંચારનો અનુભવ કરી ધન્ય થાય છે. માઉન્ટ આબુમાં નખી તળાવના કિનારે આવેલા રઘુનાથજીના મંદિરમાં ભગવાન શ્રી રામ સાથે ન તો માતા સીતાજી અને ન તો ભાઈ લક્ષ્મણ હાજર છે રામ ભગવાન મંદિરમાં એકલા બિરાજમાન છે. રામ ભગવાનના દર્શનથી દિવ્ય અનુભૂતી થાય છે મંદિરમાં રામજીની મૂર્તિ શ્રી રામનો સાક્ષાતકાર કરાવે છે.

દર્શનાર્થીઓ માટે ખાસ ભંડારાનુ આયોજન

Raghunath mandir : રઘુનાથ મંદિર વિશે એવી માન્યતા છે કે આ મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાથી ભાવિકોને તમામ કષ્ટોથી મુક્તિ મળે છે. શ્રી રઘુનાથજી મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની મૂર્તિ સ્વયંભૂ છે. જે સાલીગ્રામ વિગ્રહ હોવાનું કહેવાય છે અને લગભગ 5500 વર્ષ પહેલાં પ્રગટ થઈ હોવાની માન્યતા છે. રઘુનાથજીના મંદિરે તહેવારોમાં દર્શનાર્થીઓ માટે ખાસ ભંડારાનુ આયોજન કરવામાં આવે છે. ફાગણ સુદ પાંચમે ભગવાન નગરયાત્રાએ નીકળે છે રઘુનાથજીની યાત્રા આબુમાં ફરે છે.

જેમાં ગુજરાત સહિત સમ્રગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ આવી રઘુનાથજીના દર્શન કરી ધન્ય થાય છે. રામાનંદ સંપ્રદાયના સંતો દ્રારા શ્રી રઘુનાથજી મંદિરમાં તમામ તહેવારો પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, ભગવાન શ્રીના અવતરણ દિવસ ધૂમધામથી મનાવવામાં આવે છે ફાગણ સુદ ત્રીજ,ચૌથ અને પાંચમ એમ ત્રણ દિવસ મંદિરમાં વિશેષ પાટોત્સવ ઉજવવામાં આવે છે આ પ્રસંગે ભગવાન રામ પર વિવિધ પ્રકારના અભિષેક કરવામાં આવે છે. મંદિરે વિશેષ હવન પૂજનના આયોજન થાય છે.

મંદિરની સ્થાપના લગભગ 700 વર્ષ પહેલા થઈ હતી

Raghunath mandir : સર્વેશ્વર શ્રી રઘુનાથજી મંદિરની સ્થાપના લગભગ 700 વર્ષ પહેલા જગતગુરુ રામાનંદાચાર્યજી દ્વારા કરવામાં આવી હતી. આ ભવ્ય મંદિર 14મી સદીમાં બનાવવામાં આવ્યુ હતું. રઘુનાથજી મંદિર સંપૂર્ણપણે વૈષ્ણવ મંદિર છે. વૈષ્ણવોના ચાર સંપ્રદાયોના વડા જગદગુરુ રામાનંદાચાર્યની તપસ્વી શાખાનું મૂળ સ્થાન પણ છે. તેથી, આજે પણ, ફક્ત રામાનંદ સંપ્રદાયના સંતો જ અહીં ભગવાન શ્રી રામની સેવા, પૂજા અને મંદિરનુ સંચાલન કરે છે. રઘુનાથ મંદિર નજીક રામકુંડ આવેલો છે. રામકુંડનો ઈતિહાસ ભગવાન રામથી જોડોયેલો માનવામાં આવે છે.

Raghunath mandir : લોકવાયકા પ્રમાણે પ્રભુ શ્રી રામ જ્યારે વનવાસ પર હતા ત્યારે તેઓ આ જ અર્બુદાચલ પર્વત પર વિચરણ કરી રહ્યા હતા ત્યારે માતા સીતાજીને તરસ લાગતા સીતાજીએ પાણીની માંગણી કરી ત્યારે રામ ભગવાને સીતાજીને ઝડપથી ચાલવાનુ કહ્યુ અને સીતાજીએ હઠ કરતા પર પ્રભુ શ્રી રામે આ સ્થળ પર એક કુવાનુ નિર્માણ કર્યુ હતુ. ત્યારથી આ કૂવાનુ નામ રામકૂંડ કહેવામાં આવે છે. રામકૂંડનુ પાણી શુધ્ધ અને પવિત્ર માનવામાં આવે છે.

more article : Health Tips : આ 5 સમસ્યા હોય તો ગરમીમાં પણ લીંબુ પાણી પીવાનું અવોઈડ કરજો, ફાયદાને બદલે કરશે નુકસાન..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *