Raghav – Parineeti Marriage : લગ્ન બાદ સોશિયલ મીડિયા પર છવાયા રાઘવ અને પરિણીતિના આ ફોટા,જુઓ ફોટા….

Raghav – Parineeti Marriage : લગ્ન બાદ સોશિયલ મીડિયા પર છવાયા રાઘવ અને પરિણીતિના આ ફોટા,જુઓ ફોટા….

આપ સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ એક્ટ્રેસે પરિણીતી ચોપરા લગ્નગ્રંથિથી બંધાઈ ચૂક્યાં છે. રવિવારે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં લગ્નની વિધિ કરવામાં આવી હતી. હાલ જ પરિણીતીએ લગ્નની તસવીરો શેર કરીને નોટ લખી છે.

Raghav - Parineeti Marriage
Raghav – Parineeti Marriage

પરિણીતી- રાઘવનું પ્રેમભર્યું કેપ્શન

તસવીરો શેર કરતાં પરિણીતિ અને રાઘવે લખ્યું, ‘નાસ્તાના ટેબલ પર થયેલી પહેલી વાતચીતથી અમારા દિલની ખબર પડી ગઈ હતી. અમે ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. અંતે મિસ્ટર અને મિસિસ બનવાનો લહાવો મળ્યો હતો. એકબીજા વગર રહી શકતાં ન હતાં. અમારો સાથ હવે કાયમ માટે શરૂ થઇ ગયો છે.’

Raghav - Parineeti Marriage
Raghav – Parineeti Marriage

આ કપલે ‘સિટી ઓફ લેક્સ’ એટલે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા અને હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પરિણીતી મનીષ મલ્હોત્રાના બેજ કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તો લુકને ચાર ચાંદ લગાડવા માટે ઘરેણાં પણ એટલાં જ સિમ્પલ અને સુંદર પહેર્યાં હતાં. આ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ તેમના મામા અને ફેશન ડિઝાઇનર પવન સચદેવા દ્વારા ડિઝાઇન કરાયેલા આઉટફિટ પહેર્યા હતા. સુંદર તસવીરોમાં આ કપલ ખૂબ જ ક્યૂટ લાગે છે.

Raghav - Parineeti Marriage
Raghav – Parineeti Marriage

પંજાબી ફિલ્મ ‘ચમકીલા’ના સેટ પરથી લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી. રાઘવ અને પરિણીતી બંને કોલેજકાળથી એકબીજાને ઓળખે છે. બંનેએ ઈંગ્લેન્ડથી અભ્યાસ કર્યો છે. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ ફાઈનાન્સ અને ઈકોનોમિક્સમાં ટ્રિપલ ઓનર્સનો અભ્યાસ કર્યો છે. રાઘવે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચો : Namita Sharma : UPSC ની તૈયારી માટે નોકરી છોડી, 5 વાર થઇ ફેલ, આવી છે સરકારી ઓફિસર બનવાની કહાની

પરિણીતી અને રાઘવને ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચિવર્સ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં બંને પહેલીવાર મળ્યાં હતાં. અહીં મુલાકાત બાદ બંને મિત્રો બન્યા અને મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

Raghav - Parineeti Marriage
Raghav – Parineeti Marriage

પરંતુ, તેમની લવ સ્ટોરી 2022 માં પંજાબી ફિલ્મ ‘ચમકીલા’ના સેટથી શરૂ થઈ હતી. જ્યારે પરિણીતી પંજાબમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે રાઘવ તેમને મળવા આવ્યો હતો. આ મુલાકાત બાદ બંને એકબીજાની નજીક આવ્યાં હતાં.

Raghav - Parineeti Marriage
Raghav – Parineeti Marriage

સાથે બ્રેકફાસ્ટ કર્યા બાદ સમજાયું કે રાઘવ મારા માટે યોગ્ય છે: પરિણીતી

થોડા દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર રાઘવ સાથેની એક તસવીર શેર કરતી વખતે, પરિણીતીએ લખ્યું, ‘અમે માત્ર એક જ વાર સાથે બ્રેકફાસ્ટ કર્યો હતો અને મને ખબર હતી કે તેઓ મારા માટે પરફેક્ટ છે. તે મારા જીવનમાં સૌથી સુંદર, શાંત અને પ્રેરણાદાયી વ્યક્તિ છે. મને ખરેખર તેમની કંપની, સમર્થન, મિત્રતા અને સમજણ ગમી છે.’

Raghav - Parineeti Marriage
Raghav – Parineeti Marriage

હું ખૂબ જ ખુશ છું કે પરિણીતી મારી લાઈફ પાર્ટનર છે- રાઘવ

યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયા સાથેના હાલના ઇન્ટરવ્યૂમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું, જો કે અમે મળ્યાં, તે ખૂબ જ જાદુઈ ક્ષણ હતી. આ એવી વસ્તુ છે જેના માટે હું દરરોજ ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને આશીર્વાદ તરીકે પરિણીતી આપી છે. હું ખૂબ જ ખુશ છું કે તે મારી લાઈફ પાર્ટનર છે. હું ફરીથી કહીશ કે હું દરરોજ આ માટે ભગવાનનો આભાર માનું છું.

Raghav - Parineeti Marriage
Raghav – Parineeti Marriage

રાઘવ-પરિણીતી ઈંગ્લેન્ડમાં અભ્યાસ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતી ઈંગ્લેન્ડમાં ભણતાં હતાં ત્યારથી એકબીજાને ઓળખે છે. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, જ્યારે રાઘવે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે.

પરિણીતી અને રાઘવને ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચિવર્સ અવોર્ડથી પણ નવાજવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં 75 લોકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં બ્રિટિશ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું.

more article : Prisha Shah : સુરતના શાહ પરિવારની લાડલી પ્રિશા દીક્ષા લેશે, 12 વર્ષની દીકરી સંયમના માર્ગે જશે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *