સાસુ-સસરાના ઇવેન્ટમાં આટલા લાખનું નાનકડું પર્સ અને 5 લાખની સાડી પહેરી પહોંચી રાધિકા મર્ચેંટ- કિંમત જાણી આંખે અંધારા આવી જશે
નીતા અંબાણીની થવાવાળી વહુરાણી લઇને નીકળી માચીસની ડબ્બી જેટલું પર્સ, કિંમત એટલી કે આવી જાય ગાડી
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)નું શુક્રવારે ભવ્ય સમારંભ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહનું આયોજન રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી તેમના પૂરા પરિવાર સાથે હાજર રહ્યા હતા. ભારત અને વિદેશની હસ્તીઓની હાજરીમાં યોજાયેલા આ સમારોહમાં અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચેંટે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.
ઇવેન્ટના પહેલા દિવસે એટલે કે શુક્રવારે બંને બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગમાં પહોંચ્યા હતા. અનંત અને રાધિકાએ સમારોહમાં હાજર ફોટોગ્રાફરો માટે પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન રાધિકાના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. 31 માર્ચ શુક્રવારના રોજ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનના અવસર પર રાધિકા મર્ચેંટે ‘શહાબ-દુરાઝી’ લેબલની બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલની સાડી પહેરી હતી.
તેના આઉટફિટમાં ચારે બાજુ સફેદ ફ્લોરલ એમ્બ્રોઇડરી હતી અને સ્લીવ્ઝ પર ફ્રિન્જ ડિટેલિંગ હતી. રાધિકાએ પીન-સ્ટ્રેટ, સાઇડ-પાર્ટેડ વાળ, બોલ્ડ લાલ હોઠ અને ગ્લેમ મેકઅપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. રાધિકાની સાડી સેલિબ્રિટી ડ્રેપસ્ટ ડોલી જૈન દ્વારા ડ્રેપ કરવામાં આવી હતી. તેણે પલ્લુને કેરી-ઓન સ્ટેટમેન્ટ રૂપે સ્ટાઈલ કર્યો હતો. રાધિકા ક્લાસી બ્લેક સાડીમાં ડ્રોપ ડેડ ગોર્જિયસ લાગી રહી હતી. જો કે, તેના નાનકડા પર્સે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.
તેણે ‘Hermes Kellymorphose’ની બેગ કેરી કરી હતી. સિલ્વર રંગની મીની બેગમાં ફ્રન્ટ ફ્લૅપ છે જેમાં સિગ્નેચર કેલી ડિઝાઈન તેમજ ચેઈનમેલ બોડી, ટૂંકા પટ્ટા અને ક્લોચ સાથે લાંબી સાંકળ છે. આની કિંમત 63,750 ડોલર એટલે કે 52 લાખ 30 હજાર રૂપિયા છે. ઈવેન્ટ માટે, રાધિકાએ ‘શહાબ-દુરાઝી’ લેબલની બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલની લેસ સાડી કેરી કરી હતી તેની પણ કિંમત લાખોમાં છે, આ સાડીની કિંમત લગભગ 5,85,000 રૂપિયા કહેવામાં આવી રહી છે.
જણાવી દઇએ કે, રાધિકા મર્ચન્ટ એક ફેશનિસ્ટા છે જે તેની ફેશન પસંદગીઓથી તેના ચાહકોને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડતી નથી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ અનંત અને રાધિકાની સગાઇ થઇ છે. રાધિકા અનંત અંબાણીની બાળપણની મિત્ર છે. તે દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એન્કોર હેલ્થકેરની સીઈઓ છે અને અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે