અંબાણી પરિવારની સૌથી નાની વહુ કેટલી અમીર છે?

અંબાણી પરિવારની સૌથી નાની વહુ કેટલી અમીર છે?

મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ગયે મહિને 29 ડિસેમ્બર 2022ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. સગાઈ બાદ હવે દરેક લોકોને રાધિકા અને અનંતના લગ્નની રાહ જોઈ રહ્યાં છે. અનંત અને રાધિકા નાનપણથી એક-બીજાને ઓળખે છે. રાધિકા ઘણીવાર અંબાણી પરિવારના ફંક્શનમાં જોવા મળતી હતી. પરંતુ હવે તે અંબાણી પરિવારની વહુ બનવાની છે. શું તમે જાણો છો કે, અંબાણી પરિવારની વહુ બનનાર રાધિકા મર્ચેન્ટ કેટલી અમીર છે.

રાધિકા ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે અને એનકોર હેલ્થકેરના CEO વિરેન મર્ચેન્ટની પુત્રી છે. રાધિકા એનકોર હેલ્થકેરના બોર્ડમાં ડાયરેક્ટરના રૂપમાં કામ કરે છે. રાધિકા આલિશાન લાઈફ જીવે છે.

સુત્રો પ્રમાણે, મુકેશ અંબાણીના સંબંધી અને રાધિકાના પિતા વિરેન મર્ચેન્ટની નેટવર્થ લગભગ 755 કરોડ રૂપિયાની આસપાસ છે. અંબાણી પરિવારની નાની વહુ રાધિકાની નેટવર્થ લગભગ 8થી10 કરોડ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, અનંત અંબાણીની ફિયાન્સી રાધિકા ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે. જ્યારે અનંતે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

18 ડિસેમ્બર 1994ના રોજ મુંબઈમાં જન્મેલ રાધિકાએ કૈથેડ્રલ, જોન કેનન સ્કુલ અને ઈકોલે મોંડિયલ વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. રાધિકા મર્ચન્ટનો પરિવાર મૂળ ગુજરાતના કચ્છનો છે. તેમના પિતા વિરેન મર્ચન્ટ ADFફૂડ્સ લિમિટેડના નો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે.

રાધિકા જ્યારે ન્યુયોર્કથી પોતાનો અભ્યાસ કરીને પરત ભારત આવી ત્યારે તેણે ઈન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઈઝેશન અને દેસાઈ એન્ડ દિવાનજી જેવી કંપનીમાં ઈન્ટરશિપ કરી હતી. ત્યાર બાદ તેણે મુંબઈના રિયલ એસ્ટેટ ફર્મ ઈસ્પ્રાવામાં જૂનિયર સેલ્સ મેનેજરની નોકરી પણ કરી હતી. પરંતુ બાદમાં તેણે પોતાનો ફેમિલી બિઝનેસ જોઈન કર્યો હતો.

28 વર્ષની રાધિકા એખ ટ્રેંડ ડાન્સર પણ છે. તેણે શ્રી નિભા આર્ટ્સના ગુરૂ ભાવના ઠાકર પાસેથી ભરતનાટ્યમની ટ્રેનિંગ લીધી હતી. જૂન 2022માં અંબાણી પરિવારે પોતાની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ માટે અરંતેત્રમ સેરેમની હોસ્ટ કરી હતી. સેરેમની સમયે રાધિકાનો ક્લાસિકલ ડાન્સ કરતો હોય તેવો એક વીડિયો પણ વાયરલ થયો હતો.

રાધિકાની એક નાની બહેન પણ છે જેનું નામ અંજલી મર્ચન્ટ છે. રાધિકાના માતાનું નામ શૈલા મર્ચેન્ટ છે. રાધિકા દેખાવમાં બહુ જ સુંદર છે. ડાન્સ સિવાય રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગનો પણ શોખ છે.

રાધિકા મર્ચન્ટ ઘણાં સમયથી અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં જોવા મળતી હતી. 2018માં ઈશા અને આકાશની સગાઈ દરમિયાન પણ રાધિકા બહુ જ એક્ટિવ જોવા મળી હતી. બહુ પહેલાં જ રાધિકા અને ભાવી સાસુ નીતા અંબાણી વચ્ચે બોન્ડિંગ સારું છે. આ સિવાય નણંદ ઈશા અંબાણીની સાથે પણ સારી મિત્રતા છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *