જાણો રબારી સમાજ ની આન બાન અને શાન ગણાતા ગીતાબેન રબારી વિશે,એમના એક અવાજ થી ડોલે છે આખું ગુજરાત,જાણો ક્યાં રહે છે હાલમાં…

જાણો રબારી સમાજ ની આન બાન અને શાન ગણાતા ગીતાબેન રબારી વિશે,એમના એક અવાજ થી ડોલે છે આખું ગુજરાત,જાણો ક્યાં રહે છે હાલમાં…

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું જેમા હું આપણે જણાવવાનો છું ગીતાબેન રબારી વિશે અને તેમના જીવન વિશે વાત કરવાનો છું ગીતાબેન રબારી હાલમાં ખૂબ જ વખણાય છે અને તેઓ એક રબારી સમાજનું જ નહીં પણ આખા ગુજરાતનું ગૌરવ લઈ શકે તેમ છે

કારણ કે હવે તેઓ ગુજરાતીની સાથે સાથે હિન્દી ગીતો પણ ગાવા લાગ્યા છે અને તેમનો પહેરવેશ પણ ખૂબ જ સરસ છે અને તેમના પહેરવેશ પરથી જ તેમની જ્ઞાતિની ઓળખ થઈ જાય છે અને તેમજ તેઓ રિયલમાં કંઈક અલગ જ દેખાય છે અને તેમણા ફ્રેન્સ પણ ઘણાબધા છે અને હાલમાં તેમના ફ્રેન્સની સંખ્યા ખૂબ જ વધવા લાગી છે અને દિવસે દિવસે ગીતાબેન રબારી તરક્કી કરી રહી છે અને આગળ વધી રહી છે.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી નો જન્મ 31 ડીસેમ્બર 1996 ના રોજ કચ્છના એક નાનકડા ગામ તપ્પર માં થયો હતો ત્યારથી જ ગીતા બેન તેમન પરિવારને ખૂબ જ વ્હાલા હતા અને તેમના પિતા નું નામ કાનજીભાઈ અને માતાનું નામ વેજુબેન રબારી છે ગીતાબેન હાલમાં ખૂબ જ મોટા અને સુપર સ્ટાર્સ કલાકાર બની ગયા છે અને તેઓ પાંચમા ધોરણથી જ ગીતો ગાતા હતા.

ત્યારબાદ ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામ કમાવ્યું હતું અને માત્ર 20 વર્ષની ઉંમરે જ ગીતાબેનને બધા ઓળખવ લાગ્યા હતા અને તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે અને માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન,લોકગીત,સંતવાણી,ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ પણ કરે છે.જેનાથી તેમનું પરિવાર ખૂબ જ ખુશ છે અને તેમનું આખું પરિવાર ગીતા બેનનું ગૌરવ લે છે.

ગીતા બેન રબારી એક મોટા ગાયક કલાકાર બની ગયા છે અને તેમને રોણા શેરમા અને મારો એકલો રબારી વાળું ગીત પણ ગાયું હતું જેનાથી ખૂબ જ લોકચાહના મળી હતી અને જેના કારણે તેઓ ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી તેમજ ગીતા બેનનું આ સોંગ યુટ્યુબમાં પણ કરોડો લોકોએ જોયું હતું અને સોશિયલ મીડિયા પરથી પણ તેમણે ઘણી લોકચાહના મળી છે અને તેમના ફ્રેન્સ ખૂબ જ વધતા જાય છે કારણ કે ગીતા બેન રબારી ગરબા અને રાશ પણ ખૂબ જ ગાય છે અને તેઓ રાશ પણ રમતા ઘણીવાર જોવા મળ્યા છે.

સોશિયલ મીડિયામાં ગીતાબેન રબારીએ એવું પણ જણાવ્યું છે કે તેઓ બાળપણથી જ એટલે કે તેઓ જ્યારે 5 માં ધોરણમાં ભણતી હતી ત્યારથી જ તેમણે ગાવાનું શરૂ કર્યું હતું.તેમજ તેમનો કંઠ એટલો સુરીલો છે કે પ્રોગ્રામ ધીમે ધીમે વધવા લાગ્યા હતા અને લોકો પ્રોગ્રામ માટે તેમણે ઘરે મળવા પણ જતા હતા અને ગીતાબેન રબારી ત્યારથી જ ચર્ચામાં આવી ગઈ હતી અને ધીમે ધીમે તેમના ફ્રેન્ડ વધવા લાગ્યા હતા અને આ મુજબ કહેવાય છે કે ગીતાબેન રબારી જ્યારે પણ પ્રોગ્રામ હોય ત્યારે તેઓ તેમના પહેરવેશમાં જાય છે અને ગીતા બેન રબારી એ રબારી સમાજનું ગૌરવ છે.

ત્યારબાદ તેમના બેસ્ટ ફ્રેન્ડની વાત કરવામાં આવે તો તે છે કિંજલ દવે અને ગીતાબેને બધા જ કલાકારો સાથે કામ કરી ચુકી છે જેમકે દેવાયત ખવડ,રાજભા ગઢવી,ગમન સાંથલ, કીર્તિદાન ગઢવી,ઓસમાન મીર જેવા વગેરે કલાકારો સાથે તેમણે પ્રોગ્રામ કર્યા છે અને તેઓ બધા જ કલાકાર સાથે સારો વ્યવહાર રાખે છે અને કિંજલ દવે ગીતાબેન રબારીની ખાસ મિત્ર છે અને તેઓ મોટા પ્રમાણમાં એકબીજા સાથે જ જોવા મળે છે અને કિંજલ દવે પણ ગીતાબેન રબારીને પોતાની બહેનની જેવું વર્તન કરે છે અને બંને બહેનો હોય તે રીતે રહે છે તેઓ ઘણીવાર સ્ટેજ પર પણ ઘણીવાર જોવા મળે છે ગીતાબેન રબારી ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં તે આજે ધૂમ મચાવી રહી છે.

હાલમાં ગીતાબેને જણાવ્યું છે કે તેમનું હાલમાં ખૂબ જ નામ બની ગયું છે અને આનાથી તેમની માતા ખૂબ જ ખુશ છે તેમજ ગીતાબેનના બે ભાઈઓ પણ હતા પણ તેમનું અકાળે મુત્યુ થયું હતું અને હાલમાં તેઓ તેમના માતા પિતા એકલા જ છે અને ગીતા બેન રબારીએ એવું પણ કીધું છે કે તેમણે આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે તેમના ભાઈ શ્રી મહેશભાઈ રબારીએ પણ ઘણી મહેનત કરી હતી.

આજે મહેશભાઈ રબારીની મહેનત પર ગીતાબેન રબારી ખૂબ જ આગળ વધ્યા છે અને તેમણે ખૂબ જ લોકચાહના મળી છે અને ગીતાબેન રબારી કોઈ દિવસ કોઈના વિશે ખરાબ બોલતી નથી અને તેઓ હંમેશા મોજમાં જ હોય છે અને તેઓ લોકડાઉનમાં પણ લાઈવ થઈને તેમનાં ચાહકોને કોરોનાથી બચવા માટે અને ઘરમાં જ રહેવા માટે વિનંતી કરતી હતી અને તેની સાથે જ કિંજલ દવે પણ તેમની સાથે જ જોવા મળે છે.

ગીતા બેન રબારી પ્રોગ્રામમાં આગળ વધ્યા બાદ તેમણે ઘણા લોકો ઓળખવા લાગ્યા હતા અને તેઓના હિન્દી ગીતોના કારણે ઘણા ફ્રેન્ડો બની ગયા હતા.તેમજ ગીતાબેન રબારી એક પ્રોગ્રામ કરવાના 50,000 રૂપિયા લે છે અને જો તેમના ગ્રુપ સાથે પ્રોગ્રામ કરવો હોય તો 1 લાખથી પણ વધુ રૂપિયા લે છે.

જો હાલની વાત કરવામાં આવે તો તેઓ હાલના પ્રોગ્રામના 2,00,000 થી પણ વધારે રૂપિયા લે છે અને ગીતાબેને એવું પણ કહ્યું છે કે તેમણે આ સ્ટેજ સુધી પહોંચવા માટે ઘણો મોટો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેમણે ઘણા લોકોએ અહીંયા સુધી પહોંચવામાં મદદ કરી હતી અને સપોર્ટ આપ્યો હતો.

ગીતાબેન રબારી એક સરસ ગાયક કલાકાર છે અને તેમણે ઘણા બધા એવા ગીતો ગાયા છે કે જેનાથી તેમનાં ફ્રેન્ડો ખૂબ જ વધી ગયા હતા અને ત્યારબાદ તે જ્યારે પણ પ્રોગ્રામમાં જાય છે ત્યારે તેઓ તેમના ચાહકોની ફરમાઈશ પુરી કરતા હોય છે અને દેવાયત ખવડે પણ પ્રોગ્રામમાં ગીતાબેન રબારીના પહેરવેશ વિશે વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ગીતાબેન રબારી એ રબારી સમાજનું જ નહીં પણ ભારતનું ગૌરવ છે.તેમજ ગીતાબેન રબારીએ હાલમાં ખૂબ જ નામ કમાઈ લીધું છે અને તેમના કરોડો ચાહકો છે જે ગીતાબેન રબારીને દિલથી સાંભળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *