Purvi Nanda UPSC : ગજબ! પપ્પાએ કહ્યું, દિકરી IAS બની જા અને પૂર્વી નંદાએ એક વર્ષમાં પાસ કરી બતાવી UPSC..

Purvi Nanda UPSC : ગજબ! પપ્પાએ કહ્યું, દિકરી IAS બની જા અને પૂર્વી નંદાએ એક વર્ષમાં પાસ કરી બતાવી UPSC..

Purvi Nanda UPSC :  માત્ર દેશ જ નહીં, પરંતુ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે. જેના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે સખત મહેનત, ધૈર્ય, એક સટીક રણનીતિ અને સૌથી અગત્યનું ઈચ્છા શક્તિ ખૂબ જ જરૂરી છે. UPSCના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરોમાં પણ જોડાય છે.

Purvi Nanda UPSC :  તેમજ કેટલાક સેલ્ફ-સ્ટડી દ્વારા જ UPSCમાં રેન્ક મેળવી લે છે. આવી જ એક કહાની છે પૂર્વી નંદાની, જેમણે કોચિંગ વિના UPSC ક્રેક કરી છે. પૂર્વી નંદાની કહાની એટલા માટે અલગ છે કારણ કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ UPSCમાં જશે. પરંતુ, જ્યારે તેમણે નક્કી કરી લીધું, ત્યારે તેઓ મુકામ સુધી પહોંચીને જ રહ્યા.

Purvi Nanda UPSC
Purvi Nanda UPSC

ઉદયપુરથી કર્યો છે અભ્યાસ

Purvi Nanda UPSC :  રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી પૂર્વી નંદાએ સેન્ટ મેરી સ્કૂલમાંથી ધોરણ 12 પૂરું કર્યું અને આ પછી લૉનો અભ્યાસ કરવા તરફ વળ્યા. 2019માં તેઓએ નેશનલ લૉ યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી મેળવી. ત્યાં સુધી તેમના મનમાં UPSC વિશે કોઈ વિચાર નહોતો.

પરંતુ તે જ વર્ષે તેમની સાથે એક ઘટના બની. એક દિવસ તેમના પિતા પિતાંબર નંદાએ તેમને પોતાની પાસે બેસાડ્યા અને કહ્યું કે તેઓ તેમને એક IAS ઓફિસર બનતા જોવા માંગે છે. જે બાદ પૂર્વી હસ્યા અને માથુ હલાવીને હા પાડી. બસ આ જ વળાંક હતો, જ્યારે તેમણે UPSC ક્લિયર કરવાનું મન બનાવી લીધું.

આ પણ વાંચો : Akshay Tritiya : અક્ષય તૃતીયા સાથે શું છે ભગવાન વિષ્ણુનું કનેક્શન? જાણો આ દિવસનું મહત્ત્વ..

કોચિંગ વગર કરી તૈયારી

Purvi Nanda UPSC :  UPSCને લઈને તેઓએ એક બીજો નિર્ણય લીધો અને આ નિર્ણય હતો કોચિંગ વગર UPSC પરીક્ષા પાસ કરવાનો. IAS બનવા માટે તેમની સફર શરૂ થઈ ગઈ અને તેઓ સંપૂર્ણ સમર્પણની સાથે પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. મંઝિલ દૂર હતી, રસ્તો પણ બહુ મુશ્કેલ હતો…

પરંતુ તેમની હિંમત આ બધા કરતાં વધુ મજબૂત હતી. તેમણે સેલ્ફ-સ્ટડી દ્વારા નોટ્સ બનાવવાનું શરૂ કર્યું. દરેક ટોપિકને ઊંડાણપૂર્વક વાંચ્યા. તેમની રણનીતિમાં પાછલા વર્ષના પ્રશ્નપત્રોને ઉકેલવા અને પરીક્ષાની પેટર્નને સમજવી વગેરેનો સમાવેશ હતો.

Purvi Nanda UPSC
Purvi Nanda UPSC

2020માં ક્રેક કરી એક્ઝામ

Purvi Nanda UPSC :  દરરોજ લગભગ 10થી 11 કલાક તેઓ અભ્યાસ કરતા હતા. પછી એ દિવસ આવ્યો જેમની તેઓ અને તેમના પિતા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 2020ની UPSC પરીક્ષાના રિઝલ્ટમાં તેમને 224મો રેન્ક મળ્યો. જોકે, જે ધ્યેયને હાંસલ કરવા માટે પૂર્વીએ આ સફર શરૂ કરી હતી, તે હજુ પણ દૂર હતી.

તેમના રેન્કના આધારે તેમને IRS કેડર મળ્યું. તેઓએ નક્કી કર્યું કે તેઓ અત્યારે IRSમાં જોડાશે પરંતુ IAS બનવા સુધી તૈયારી કરતા રહેશે. હાલમાં પૂર્વી નંદા આવકવેરા વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત છે.

Purvi Nanda UPSC
Purvi Nanda UPSC

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *