Ganapatijiની મહાઆરતી બાદ પ્રસાદ માટે તૈયાર કરવામાં આવ્યો 11000 લાડુનો મહાભોગ,ધારાસભ્ય રિવાબાએ પણ લાડુ બનાવ્યા…
જામનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ વર્ષે, ભગવાન ગણેશને પ્રિય મોદક જેવા 11,000 થી વધુ લાડુ પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવ્યા છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત આ વિસ્તારના લોકો દ્વારા લાડુનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. આજે સાંજે મહા આરતી બાદ લાડુનું વિતરણ કરવામાં આવશે.
ધારાસભ્ય રીવાબા જાડેજાએ સેવા આપી હતી
ધારાસભ્ય રીવાબા જાડેજા સાથે વિસ્તારની સ્થાનિક મહિલાઓએ પણ ગણપતિ દાદાના 11 હજાર લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં સેવા આપી હતી. ધારાસભ્ય રીવાબા જાડેજાએ સ્થાનિક રહીશોની જેમ મહિલાઓ સાથે બેસીને ભગવાન ગણેશ માટે લાડુ બનાવવાની સેવા કરી હતી.
છેલ્લા 16 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે
જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી આ જ રીતે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આસપાસના વિસ્તારના 300 થી વધુ ગણેશ ભક્તો Ganapatiji નો પ્રસાદ તૈયાર કરે છે અને ગણપતિજી દાદાને 11,000 થી વધુ લાડુ અર્પણ કરે છે.
આ ભક્તોમાં 150 થી વધુ મહિલાઓ અને મોટી સંખ્યામાં પુરુષો Ganapatiji માટે લાડુ બનાવે છે. રાત્રે પ્રસાદ તરીકે ગણપતિના લાડુ બનાવવામાં આવે છે. મહિલા સ્વયંસેવકો અને પુરૂષ સ્વયંસેવકો સહિત નાના જૂથો દ્વારા મોડી રાત સુધી ગણપતિજીના લાડુ તૈયાર કરવામાં આવે છે.
અહીં લાડુ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે?
જય અંબે મિત્ર મંડળે 11,000 લાડુ બનાવવા માટે 250 કિલો લોટ, 60 કિલો ઘી, 11 ડબ્બા તેલ, 125 કિલો ગોળ, 40 કિલો ડ્રાય ફ્રૂટ્સ અને મિનરલ વોટરનો ઉપયોગ કર્યો છે. અહીં ભગવાન ગણેશના 100 ગ્રામ લાડુ તૈયાર કરવામાં આવે છે.
ભક્તોને પ્રસાદ તરીકે લાડુનું વિતરણ કરવામાં આવે છે.
દરરોજ આરતી પછી ભગવાન ગણેશ માટે ભોગ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ અહીં ગણપતિ દાદાને પ્રસાદ અર્પણ કર્યા બાદ બપોરે આરતી અને રાત્રે મહા આરતી કરવામાં આવે છે.
આ પણ વાંચો : Raghav – Parineeti Marriage : લગ્ન બાદ સોશિયલ મીડિયા પર છવાયા રાઘવ અને પરિણીતિના આ ફોટા,જુઓ ફોટા….
મહા આરતી પછી, આરતી માટે આવેલા વિસ્તારના લોકોના ઘરે પ્રસાદ તરીકે 11,000 લાડુનું વિતરણ કરવામાં આવે છે, જ્યારે જગ્યા પર રાખી પ્રસાદના ચાર અલગ-અલગ ટેબલ પણ પીરસવામાં આવે છે.
more article : ગણપતિના આકારમાં બનેલ વાત્રક નદીના કિનારે ભારતનું સૌથી મોટું ગણેશ મંદિરનો અદ્દભૂત ઈતિહાસ છે.જાણો ….