Ambaji Mandir માં મુકવામાં આવેલું પ્રસાદ માટેનું મશીન બન્યું આકર્ષણનું કેન્દ્ર, ભાદરવી પૂનમના પ્રથમ દિવસે 2.75 લાખ ભક્તોએ કર્યા દર્શન

Ambaji Mandir માં મુકવામાં આવેલું પ્રસાદ માટેનું મશીન બન્યું આકર્ષણનું કેન્દ્ર, ભાદરવી પૂનમના પ્રથમ દિવસે 2.75 લાખ ભક્તોએ કર્યા દર્શન

યાત્રાધામ Ambaji Mandir ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે મેળાના પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ 12 હજારથી વધુ ભક્તોએ અન્નકૂટનો લાભ લીધો હતો.

અંબાજી ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલનાર ભાદરવી પૂનમનો મેળો ગઈકાલથી શરૂ થયો હતો. આ મેળામાં લાખો ભક્તો માતા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અરવલીના પહાડો જય અંબેના નાદથી ગુંજી ઉઠે છે.

Ambaji Mandir
Ambaji Mandir

યાત્રાધામ Ambaji Mandir હજારો ભક્તો આકર્ષ્યા છે. મેળાના પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાના દર્શન કર્યા હતા. પહેલા જ દિવસે મંદિરને કુલ રૂ. આવક 56 લાખ 38 હજાર હતી. આ ઉપરાંત મંદિરને પ્રસાદ તરીકે 6 ગ્રામ સોનું પણ એકત્ર કરવામાં આવ્યું છે. જ્યારે 12 હજારથી વધુ ભક્તોએ અન્નકૂટનો લાભ લીધો હતો.

આ પણ વાંચો  : shree Ganeshji : ઘરમાં આ જગ્યાએ રાખી દો ભગવાન શ્રી ગણેશજીની મુર્તિ, બાદમાં જુઓ તમારું નસીબ કેવું ચમકે છે

સાથે જ એસટી વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓને લાવવા માટે વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં એસટી બસોની 1415 ટ્રીપો અંબાજી આવવાની હતી. તેમજ પ્રસાદના 1.48 લાખથી વધુ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Ambaji Mandir
Ambaji Mandir

પ્રસાદના 1.48 લાખથી વધુ બોક્સનું વિતરણ

ભાદરવી પૂનમના મેળામાં અંબાના દર્શન કરવા લાખો ભક્તો અંબાજી આવે છે. અંબાજી માતાના પ્રસાદ મોહનથલનું પણ મહત્વ છે. ભક્તોને કતારોમાં ઉભા ન રહેવું પડે તે માટે Ambaji Mandir ટ્રસ્ટ દ્વારા ડિજિટલ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

Ambaji Mandir
Ambaji Mandir

જેમાં મંદિર પરિસરમાં વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ રકમ પ્રમાણે પ્રસાદ પેક કરવામાં આવ્યો છે. ભક્તો જે પ્રસાદ લેવા માગે છે તે પસંદ કર્યા પછી, ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તરત જ તે રકમની કિંમતનો પ્રસાદ બોક્સ બહાર આવે છે. જેથી ભક્તોને લાઈનોમાં ઉભા ન રહેવું પડે.

આ અંગે એક મુસાફરે જણાવ્યું હતું કે Ambaji Mandir ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. તે ખૂબ જ સારું છે. ઓનલાઈન પેમેન્ટ થતાં જ પ્રસાદ મળી ગયો. ત્યારે આ ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે.

more article : ઘણું રહસ્યમય છે અંબાજી મંદિર, પુજારી આંખે પાટા બાંધીને કરે છે પૂજા, જાણો કેમ?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *