ભૂતનાથ મહાદેવનું ચમત્કારિક મંદિર અહીં દર્શન માત્રથી જ થઇ જાય છે, ભકતોના દરેક દુઃખ.
આજે અમે તમને એક એવી જગ્યા વિષે વાત કરવાના છીએ જ્યાં જઈને તમને શાંતિનો અહેસાસ થશે.જે જગ્યાએ ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે મંદિર રાજકોટ નજીક હલેંડા ગામ જે રાજકોટ ભાવનગર રોડ પર આવેલું છે.
જ્યાં મંદિર રાજકોટથી ૩૯ કિલોમીટર દૂર આવેલું છે.જે મંદિરના ઇતિહાસની વાત કરીએતો તે મંદિર આશરે ૫૦ વર્ષ જૂનું છે.જે મંદિરની સ્થાપના નારાયણદાસ બાપુએ કરેલી છે જૂનાગઢ ભવનાથની તળેટી માંથી આવેલા નારાયણદાસ બાપુ મહાદેવની સ્થાપના કર્યા બાદ વર્ષો સુધી તે મંદિરે મહાદેવની સેવા અને પૂજા કરી.
જેમની સમાધિ પણ ભૂતનાથ મહાદેવ મંદિરમાં જ છે.તેમના અવસાન પછી તેમના શિષ્ય નાવનાંતબાપુ એ સેવા પૂજા કરવાની જવાબદારી લીધી.ભૂતનાથ મહાદેવ મંદિરએ દર માસની પૂનમનો ખાસ મહિમા છે.જયારે નારાયણ દાસ બાપુએ મંદિરની સ્થાપના કરી.
તે સમયથી તેઓ દર માસની પૂનમે ભજન અને ભોજનનો કાર્યક્રમ ચાલુ કર્યો તે ભોજન અને ભજન વ્યસ્થા આજે પણ ચાલુ છે.આજે પણ દર માસની પૂનમે ભજન અને ભોજનનો કાર્યક્રમ થાય છે.જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.
જેનું સંચાલન આજુબાજુના ગામ લોકો કરી રહ્યા છે.જે મંદિરમાં અસંખ્ય બીલીપત્રના ઝાડ પણ આવેલા છે.જેમાં પંચમુખી સપ્તમુખી નવમુખી તેમજ અગિયાર મુખી બીલી પત્રનો સમાવેશ થાય છે.
જ્યાં અઢળક બીલીપત્ર હોવાથી લોકો માટે એક પીકનીક પોઇન્ટ બની ગયો છે.તે મંદિરની એક વિશેષતા એ પણ છે જ્યાં શ્રાવણ મહિનામાં અન્નક્ષેત્ર ચાલુ રહે છે.જ્યાં મોર ખુબજ વધારે જોવા મળે છે ત્યાં ૩૦૦ થી ૪૦૦ મોર જોવા મળે છે.