SIP નો પાવર: મહિને ₹10,000 નું રોકાણ કરી બની ગયું ₹2.6 કરોડનું ફંડ, મળ્યું જબરદસ્ત રિટર્ન
મ્યૂચુઅલ ફંડમાં SIP રોકાણની સીધી અને સરળ રીત છે. તેમાં ઈન્વેસ્ટર દર મહિને એક ચોક્કસ રકમ જમા કરી લાંબા ગાળે મોટુ ફંડ બનાવી શકે છે. SIP દ્વારા ઈન્વેસ્ટરને રેગ્યુલર રોકાણ કરવાની આદત પડે છે. તેનો ફાયદો છે કે ઈન્વેસ્ટર એસઆઈપી કેલકુલેટરની મદદથી અંદાજિત રિટર્નની જાણકારી મેળવી શકે છે.
લાંબા સમય માટે ઘણા એવા ફંડ છે, જેણે ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે. SIP ના વધતા પાવરનો અંદાજ તમે તે વાત પરથી લગાવી શકો છો કે સપ્ટેમ્બરમાં SIP રોકાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. ઈન્વેસ્ટરોએ SIP દ્વારા 16 હજાર કરોડ રૂપિયાથી વધુ મ્યૂચુઅલ ફંડ સ્કીમ્સમાં લગાવ્યા. આવું પ્રથમવાર બન્યું છે જ્યારે SIP ઈન્વેસ્ટમેન્ટ 16 હજાર કરોડના લેવલને પાર કરી ગયું છે.
IPRU Multi Asset Fund માં મળ્યું જોરદાર રિટર્ન
SIP દ્વારા કરોડપતિ બનાવનારા ફંડ્સમાં એક ફંડ ICICI પ્રૂડેન્શિયલ મલ્ટી-એસેટ ફંડ છે. આ ફંડના એસઆઈપી પ્રદર્શનની વાત કરીએ તો આ સ્કીમો લોન્ચ થવાથી 3 નવેમ્બર 2023 સુધી જો કોઈ ઈન્વેસ્ટરે 10 હજાર રૂપિયા મહિને રોકાણ કર્યું હોત તો 21 વર્ષમાં તેનું કુલ રોકાણ 25.2 લાખ રૂપિયા થયું હોત.
જ્યારે આ રોકાણની વેલ્યૂ 3 નવેમ્બર 2023 સુધી વધી 2.1 કરોડ રૂપિયા થઈ ગઈ હોય, એટલે કે 17.31% નું CAGR રિટર્ન (સોર્સઃ વેલ્યૂ રિસર્ચ) મળ્યું. આ સ્કીમમાં મિનિમમ 5000 રૂપિયા એક સાથે જમા કરી રોકાણ કરી શકાય છે. જ્યારે 100 રૂપિયાથી એસઆઈપી શરૂ કરી શકાય છે. આ સ્કીમ 31 ઓક્ટોબર 2002ના લોન્ચ થઈ હતી.
ICICI પ્રૂડેન્શિયલ મલ્ટી-એસેટ ફંડ ઈક્વિટી, ડેટ અને એક્સચેન્જ ટ્રેડેડ કોમોટિડી ડેરિવેટિવ્સ/ગોલ્ડ/ ઈટીએફના યુનિટ્સ/આરઈઆઈટી અને ઇનવિટ્સ/ પ્રેફરેન્શિયલ શેરની યુનિટમાં રોકાણ કરનાર એક ઓપન એન્ડેડ સ્કીમ છે. લાંબા સમયમાં હાઈ રિટર્ન આપવાના પ્રયાસમાં તેની ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ઘણા એસેટ ક્લાસ અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં ફંડ લગાવે છે. તે પોતાના એસેટને ઓછામાં ઓછા 10 ટકા ત્રણ કે તેનાથી વધુ એસેટ ક્લાસમાં વિભાજીત કરે છે.
મ્યૂચુઅલ ફંડમાં SIP ઈન્વેસ્ટરે તે જાણી લેવું જોઈએ કે મ્યૂચુઅલ ફંડમાં રોકાણ પણ બજારના જોખમ અધીન રહે છે. તેથી તેનું રિટર્ન પર બજારની ચાલ પર નિર્ભર રહે છે. તે ઘટી વધી શકે છે. તેનાથી તમારા અંદાજિત રિટર્નનો આંકડો પણ બદલાઈ શકે છે.
રોકાણકાર પોતાની ઇનકમ, ટાર્ગેટ અને રિસ્ક પ્રોફાઇલ જોઈ રોકાણનો નિર્ણય કરવો જોઈએ. તેમાં SIP માં ખાસિયત છે કે માત્ર 100 રૂપિયા મહિને રોકી શરૂઆત કરી શકો છો. ત્યારબાદ તમે તેમાં રકમ વધારી પણ શકો છો.
more article : PPF vs SIP : નોકરીનો ચક્કર છોડો, શોર્ટ ટાઈમમાં કરોડપતિ થવું હોય તો અપનાવો ટિપ્સ