Potato Price : 20ના કિલો મળતાં બટેટા કેમ થયા 40ના?, જાણો કારણ અને ક્યારે ઘટશે ભાવ
Potato Price : અત્યારે દરેક ગૃહિણીઓ પતરી-વેફર બનાવતા પહેલાં ચિંતામાં છે. કેમ કે, અત્યારે બટેટાના ભાવ બમણા થઈ ગયા છે. વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ત્યારે હાલ બટેટાના ભાવમાં વધારોથયો છે. સંગ્રહખોરીને લીધે આ ભાવ વધારી દેવાયા હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ 20નો કિલો મળતા બટેટા અત્યારે 40ના કિલો વેચાઈ રહ્યા છે.
મહત્ત્વનું છે કે, યાર્ડના સૂત્રો અનુસાર એક મહિના પહેલા માર્ચમાં બટેટા 160થી 330 રૂપિયાના ભાવે વેચાતા હતા. સરેરાશ 200થી 225ના એક મણ લેખે સોદા થતા હતા. હવે આ ભાવ 350થી 580 રૂપિયાએ પહોંચ્યા છે. એક કિલો છૂટક બટેટાના ભાવ તો 40એ પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આ ભાવ વધારો આગામી 15-20 દિવસમાં ઘટે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અત્યારે બટેટાની માંગ ઘરે પતરી કે વેફર બનાવવા માટે નીકળતી હોય છે ત્યારે આ ભાવ વધારી દેવાયો છે.
more article : Gold Prices Today : આજે દેશમાં સોનાના ભાવમાં વધારો, જાણો અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતના અન્ય શહેરોમાં નવા ભાવ