Post Office Scheme : મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની આ અદ્ભુત સ્કીમ સૌથી બેસ્ટ, ફાયદો સાંભળીને લાઈન લાગી, તમારે લાભ નથી લેવો ?
Post Office Scheme : ઘણી સરકારી યોજનાઓ તમે પોસ્ટ ઓફિસમાંથી લઈ શકો છો. જેમાં PPF, મહિલા સન્માન બચત યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. રોકાણ માટે PPF સારો વિકલ્પ છે. આ યોજનામાં સરકાર 7.1 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આમાં કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આમાં ટેક્સ છૂટનો ફાયદો પણ છે.
Post Office Scheme : કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટમાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર 2023 યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના પર 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આમાં કોઈપણ મહિલા 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે અને તેની અવધિ પણ 2 વર્ષ છે.
Post Office Scheme : આ યોજના દીકરીઓ માટે પણ ખાસ બનાવવામાં આવી છે. આમાં 10 વર્ષ સુધીની બાળકીના નામે ખાતું ખોલાવી શકાય છે. આમાં તમે 250 રૂપિયાથી 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. હાલમાં સરકાર તેના પર 8 ટકાના દરે વ્યાજ આપી રહી છે.
આ પણ વાંચો : Vastu Tips : દરરોજ કરો આ 6 કામ, ઘરમાં ઝડપથી વધશે આર્થિક સમૃદ્ધિ, લક્ષ્મીજીની અપાર કૃપા વરસશે
Post Office Scheme : આ યોજના મહિલાઓ માટે પણ ઘણી ફાયદાકારક છે. આમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી લઈને કોઈપણ રકમ જમા કરાવી શકાય છે. આ ડિપોઝીટ પર 7.7 ટકા વ્યાજ આપવામાં આવે છે.
રોકાણકારો તેમાં પાંચ વર્ષના સમયગાળા માટે રોકાણ કરી શકે છે. આ સિવાય તમે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં પણ પૈસા રોકી શકો છો. સરકાર આના પર 7.5 ટકાના દરે વ્યાજ મેળવી રહી છે. આ સ્કીમમાં તમારે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવાની રહેશે.