Porbandar : માધવપુર ઘેડમાં આજથી શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ નો ઉત્સવ થયો શરૂ, શ્રી કૃષ્ણનું ધામધૂમપૂર્વક ફુલેકુ માધવરાયના મંદિરથી નીકળશે..
Porbandar : માધવપુર ઘેડમાં રામ નવમી ના શુભ અવસર પર શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવનો અને તે સમય દરમિયાન યોજાતા મેળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. આજે શ્રીકૃષ્ણના વિવાહના મંડપારોપણ થયા છે.
Porbandar : આજે બપોરના બે વાગ્યે રુક્ષ્મણીના પિયર પક્ષના લોકો વાજતે ગાજતે માધવરાયના મંદિરે આવી માતા રુક્ષ્મણીને તેમના મઠ લઇ જશે. રાત્રીના 9 વાગ્યે રામનવમીના પાવન દિવસે પરંપરા મુજબ શ્રી કૃષ્ણનું ધામધૂમપૂર્વક ફૂલેકુ માધવરાયના મંદિરેથી રથમાં નીકળશે.
આ પણ વાંચો : Mulitbagger stock : 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત..
શ્રી કૃષ્ણને તિલક, હાર, ગજરો, આપી રથમાં બિરાજમાન કરવામાં આવશે, ઢોલ નગારા સાથે ફુલેકુ માધવરાયના મંદિરથી નીકળશે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગાર્ડ ઓફ ઓનર પોલિસ દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ ફુલેકુ મેઇન બજાર માંથી થઇ બ્રહ્મકુંડે પહોંચશે. મેઇન બજાર માંથી ફુલેક નીકળતું હોવાથી દુકાનદારો શ્રી કૃષ્ણ પ્રભુને પ્રસાદ પણ ધરાવશે. આ તમામ પ્રસાદ ભક્તોને આપવામાં આવશે.
આ પણ વાંચો : SUCCESS STORY : IAS મુસ્કાન ડાગરે પાસ થવા છતાં ફરી આપી UPSCની પરીક્ષા, વાંચો તેમની સક્સેસ સ્ટોરી..
લગ્નગીતો અને દાંડિયા રાસની રમઝટ બોલાવવામાં આવશે. બ્રહ્મકુંડ પહોંચીને કિર્તન કરવામાં આવશે. શ્રીકૃષ્ણને રવાડીમાં બેસાડી વિશ્રામ કરાવવામાં આવશે અને આરતી ઉતારવામાં આવશે. ત્યાં શીતલ જળ અને સામગ્રી ધરાવવામાં આવે તે સામગ્રી અને જલ સમગ્ર ભાવિક ભક્તોને વહેંચવામાં આવશે.