ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને ચાહકોને જણાવી આ ખાસ વાત, જુઓ વિડીયો
ભારતના ભરના લોકો જે દિવસની રાહ જોઈ રહ્યાં હતાં એ દિવસ આખરે આવી ગયો. આજ રોજ ગુજરાત ખાતે આઈ.પી.એલનો સેમી ફાઇનલ યોજાશે. આ આઈ.પી.એલમાં એક ખૂબ જ ગૌરવશાળી ઘટના બનવાની છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવે એક માત્ર એવા ગાયિકા છે જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પરફોર્મન્સ કરશે. ગઈકાલ રાત્રે જ કિંજલ દવેએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવિને એક પોતાના ચાહકોને એક વાત જણાવી.
ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને કિંજલ દવે જણાવ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે આવતીકાલે નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં મારું પરફોર્મન્સ છે, આ મારા માટે સૌથી મોટી વાત છે કે વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમમાં મને પરફોર્મન્સ કરવાની તક મળી છે. આપ સૌ જરૂરથી મને મળવા આવજો. તમને જણાવી દઉં કે મારું પર્ફોમન્સ બે મેચ વચ્ચે છે એટલે કે એક મેચ પુરા થયા બાદ મારું પરફોર્મન્સ શરૂ થશે.
આ સમયગાળામાં મોટાભાગના લોકો બ્રેક લઈને બહાર ચાલ્યાં જતા હોય છે એટલે આપને ખાસ જણાવવાનું કે આ સમયગાળાદરમિયાન તમે સૌ કોઈ સ્ટેડિયમમાં હાજરી આપજો. આપ સૌને પ્રેમ અને આશીર્વાદથી જ મને આ તક મળી છે અને એક કલાકાર તરીકે હું ખૂબ જ ગૌરવ અનૂભવ કરું છું. મારા માટે આ ક્ષણ ખૂબ જ ખાસ છે. આપ સૌ જરૂરથી પધારજો અને આપણે સૌ સાથે મળીને આ ગીતોની રમઝટ માણીશું.આપણે જાણીએ છે કે કિંજલ દવે અત્યાર સુધી અનેક જગ્યાએ પરફોર્મન્સ આપ્યું છે, ત્યારે આ પહેલીવાર એવું બની રહ્યું છે કે જ્યારે આઈ.પી.એલનું સેમી ફાઇનલ આપણા ગુજરાતમાં યોજાઈ રહ્યું છે.
ગુજરાતની ધરતી પર ગુજરાતી કોયલ દ્વારા ગુજરાતી ગીતોની રમઝટ ગુંજશે અને એ પણ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ખરેખર એક કલાકાર તરીકે આ ખૂબ જ ખાસ ક્ષણ હોય છે, જેથી કિંજલ દવે લાઇવ આવીને પોતાના ચાહકોને રૂબરૂ લાઈવ આવીને પોતાના પરફોર્મન્સની યાદી આપી અને સૌ કોઈને આ પરફોર્મન્સ દરમિયાન હાજરી આપવાનું કહ્યું છે.
તો સૌ કોઈ આજના દિવસે કિંજલ દવેના કંઠે ગુજરાતી ગીતોની રમઝટ માણવા માટે તૈયાર થઈ જજો. કિંજલ દવે પહેલીવાર આ રીતે પોતાના ચાહકોને અપીલ કરી છે, ત્યારે સૌ કોઈ કિંજલ દવને ખૂબ જ સારો પ્રતિભાવ આપ્યો છે, ત્યારે આજે રાત્રે જોવાનું રહ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિય કિંજલ દવેના સ્વરેથી ગુંજી ઉઠશે.
View this post on Instagram