ખજુરભાઈ બાદ સમાજ સેવક પોપટભાઈ આહીર એ પણ કરી લીધી સગાઇ… જુઓ તસવીરો

ખજુરભાઈ બાદ સમાજ સેવક પોપટભાઈ આહીર એ પણ કરી લીધી સગાઇ… જુઓ તસવીરો

થોડા સમય પેહલા જ ગુજરાત માં સોનુ સુદ તરીકે ઓળખાતા અને ગુજરાત ની જનતા ના પ્રિય ખજુરભાઈ એટલે કે નીતિન જાની એ સગાઇ કરી હતી અને જેના ફોટો સોશિઅલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા તેમજ લોકો એ ખજુરભાઈ ને આ નવી સફર માટે ખુબ અભિનંદન આપ્યા હતા.

ત્યારે હવે ખજુરભાઈ બાદ સમાજસેવક અને પોપટભાઈ ફોઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પોપટભાઈ આહીર એ પણ પોતાની જિંદગી ની સફર માં હમસફર પસંદ કરી લીધી છે જેના ફોટોસ પોપટભાઈ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી શેર કર્યાં છે

લોકો પોપટભાઈ ને પણ ખુબ અભિનંદન આપી રહ્યા છે અને લોકો બંને ને ખુબ આશીર્વાદ પણ આપી રહ્યા છે,પોપટભાઈ આહીર પણ ખજુરભાઈ ને જેમ જ સેવા ના કામ કરી રહ્યા છે અને ગુજરાત ની જનતા પોપટભાઈ પર પણ ખુબ પ્રેમ વરસાવે છે

પોપટભાઈ ના નામની વાત કરીએ તો તેમનું સાચું નામ રજનીભાઈ છે, લોકો તેમને પોપટભાઈ આહીર તરીકે ઓળખે છે. રજનીભાઈનું નામ પોપટભાઈ આહીર કેવી રીતે પડ્યું તેની વાત કરીએ તો તેને નાનપણથી જ બોલવાની ટેવ હતી, તેથી તેના કાકાએ તેનું નામ પોપટભાઈ રાખ્યું હતું

પોપટભાઈના શિક્ષણની વાત કરીએ તો ભાવનગરના અનાથાશ્રમમાં સાત વર્ષ રહ્યા બાદ તેમણે સુરતની પીપી સાયન્સ કોલેજમાં B.Sc સુધીનો અભ્યાસ કર્યો. તેઓ હાલમાં આ પદ પર એક સામાજિક કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે, જો તેમની ઉંમરની વાત કરીએ તો તેમની ઉંમર 26 વર્ષની છે.

પોપટભાઈના પરિવાર વિશે વાત કરીએ તો, પરિવારમાં તેમની માતા અને તેમના મોટા ભાઈનો સમાવેશ થાય છે, તેઓ અનાથાશ્રમ સહાય, બાળ અધિકાર, મહિલા સશક્તિકરણ, શિક્ષણ સહાય, વૃદ્ધાવસ્થા સહાય, આપત્તિ રાહત, તબીબી સહાય, પક્ષીઓ અને પ્રાણીઓની સંભાળ, વગેરે જેવા વિવિધ કારણો માટે કામ કરે છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *