ઉત્તર ગુજરાત ના મીની કાશ્મીર કહેવાતા પોલો ફોરેસ્ટ ના દ્રશ્યો… જુઓ તસવીરો

ઉત્તર ગુજરાત ના મીની કાશ્મીર કહેવાતા પોલો ફોરેસ્ટ ના દ્રશ્યો… જુઓ તસવીરો

સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત બનેલા વિજયનગર ફોરેસ્ટ વરસાદમાં કુદરત જાણે કે સોળે કલાએ ખીલી હોય અને લીલી સાડી ઓઢીને શણગાર સજ્યા હોય તેવા દ્રશ્યો ઊભા થતા હોય છે.

જોકે ગત વર્ષે નહિવત વરસાદના પગલે રાજસ્થાન તેમજ ગુજરાતના અન્ય પ્રવાસીઓમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. પરંતુ છેલ્લા આ વર્ષે પોલો ફોરેસ્ટ પ્રવાસીઓનું પ્રથમ મનગમતું સ્થળ બન્યુ હતું.

વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ – સાબરકાંઠાના વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ ઉત્તર ગુજરાતનું એકમાત્ર પ્રી વેડિંગ ફોટો સ્ટેશન છે. તો બીજી તરફ પૌરાણિક મંદિરો સહિત કુદરતનો સાનિધ્ય માનવા માટે મીની કાશ્મીરની ઉપમાં પામી ચૂક્યું છે.

સાથો સાથ સતત વરસાદના પગલે ગત વર્ષે ઓછા પાણીથી સુકાઈ ગયેલા ઝરણા સહિત પાણીના ધોધ પણ વહેતા થયા છે. સામાન્ય રીતે કુદરતનો આવો નજારો જોવા માટે છેક કાશ્મીર સુધી લાંબા થવું પડતું હોય છે.

ઉત્તર ગુજરાતમાં કુદરતી રીતે જ અસ્તિત્વ પામેલા ઝરણા તેમજ ધોધ કાશ્મીરની અનુભૂતિ કરાવે છે, જોકે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વિવિધ પ્રયાસોને પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં કુદરતનું સાનિધ્ય માણવા માટે પોલો ફોરેસ્ટનું નામ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે.

તેમજ હાલના તબક્કે પોલો ફોરેસ્ટ ફરી એકવાર સોળ શણગાર સજી પ્રવાસીઓને આકર્ષવા તૈયાર થયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. નયન રમ્ય દ્રશ્ય પોલો ફોરેસ્ટમાં – સમગ્ર ઉત્તર ગુજરાત માટે ફોટો સેશન સહિત કુદરતના નયન રમ્ય દ્રશ્ય પોલો ફોરેસ્ટમાં સામાન્ય બની રહ્યા છે.

જોકે વિજયનગર સહિત આસપાસના વિસ્તારમાં દિન પ્રતિદિન વધતા જતા પ્રવાસીઓના પગલે સ્થાનિક કક્ષાએ રોજગારને પણ પ્રાધાન્ય મળી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ અત્યારથી જ પોલો ફોરેસ્ટમાં પ્રવાસીઓની સંખ્યા વધતા સ્થાનિક લોકો માટે રોજગારની એક નવી તક ઊભી થઈ છે.

સામાન્ય રીતે વિજયનગર સહિતના વિસ્તારમાં આર્થિક રીતે પગપર ન હોય તેવા લોકો માટે ઉચ્ચ શિક્ષણની વાતો સ્વપ્ન સમાન હતી. જો કે પોલો ફોરેસ્ટના અસ્તિત્વ બાદ હવે સ્થાનિક લોકો પણ આર્થિક રીતે પગભર થવા લાગ્યા છે. સાથોસાથ રોજગારની એક નવી તક ઉભી થતા હવે સ્થાનિકોનું જીવન ધોરણ પણ મજબૂત બની રહ્યું છે.

દિન પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યા વધી – એક તરફ પોલો ફોરેસ્ટની સુંદરતા જાળવી રાખવા માટે દિન પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રતિબંધો વાહનોની અવરજવર સહિત કેટલીક બાબતોની છૂટછાટ આપવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યા હજુ પણ ખૂબ મોટો વધારો થશે તે નક્કી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *