વડમાં બિરાજમાન મહાકાળી માના દર્શન કરવા PM મોદી આવતા, તમારા અટકેલાં કામ થશે પૂર્ણ…જાણો આ ચમત્કારી મંદિર વિષે…
ગુજરાત અને સમગ્ર ભારતમાં દર વર્ષે વિકાસના નામે લખો વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે. જ્યારે એવા વૃક્ષોની વાત કરવામાં આવે તો આ વૃક્ષને કાપવાની તો શું કોઈના માં સ્પર્શ કરવાની પણ હિંમત નથી. ગુજરાતનાં પાટનગર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં કંથારપુર ગામે 500 વર્ષ જૂનો વડલો આવેલો છે.
આ વડ 2.5 વિઘામાં પથરાયેલો છે. જ્યારે વડની ઊંચાઈ 40 મીટર જેટલી છે. આ વડ મહાકાળી વડ તરીકે પણ ઓળખાય છે કારણ કે વડના થરમાં માં મહાકાળીનું મંદિર આવેલ છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે આ વડના નીચે આવેલા મહાકાળી મંદિરના દર્શને આવતા હતા.
ગુજરાતમાં સૌથી મોટા વૃક્ષ તરીકે કબીરવડને ઓળખવામાં આવે છે અને ત્યારબાદ કંથારપુરના વડની ગણતરી કરવામાં આવે છે. આ વડ 40 મીટરની ઊંચાઈ સાથે 2.5 વિઘામાં ફેલાયેલો છે અને દર વર્ષે 3 મીટર જેટલો ચારેબાજુ ફેલાય છે. આ વિશાળ વડાને કારણે આઇયાં પ્રવાસન પણ વિકસ્યું છે. લોકો ઉનાળાની ગરમીમાં આ વડની અચૂક મુલાકાત લેતા રહે છે.
દર વર્ષે આ વડ ચારેબાજુ 3 મીટર ફેલાય છે. વડની આસપાસ ખેડૂતોની જમીન આવેલી છે તેમ છતાય ખેડૂતો આ વડને પોતાના ખેતરમાં ફેલાવા દે છે. એને કાપતા નથી. આસ્થા અનુસાર જો કોઈ એ વડને કાપે તો એ વ્યક્તિને મોટું નુકશાન ભોગવવું પડે છે. અહિયાં જમીનના ભાવ વિઘે 15 થી 20 લાખ છે તેમ છતાય ખેડૂતો વડને પાછળ લાખોની જમીન દરવર્ષે જતી કરે છે.
નરેન્દ્ર મોદી મહાકાળી માતાના મંદિરે અચૂક દર્શને આવતા હતા
જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે વડમાં આવેલા મહાકાળી માતાના દર્શને અચૂક આવતા હતા. વડના આસપાસ પ્રવાસન વિકસે એ માટે નરેન્દ્ર મોદીએ 4 કરોડ પણ ફાળવ્યા હતા.
પરંતુ વહીવટી કામ અટવાતા હજુ કોઈ વિકાસ થયેલો નથી. ત્યાના લોકોનું માનવું છે કે જો અહી પ્રવાસન વિકસાવવામાં આવે તો અહીના લોકોને રોજગારી પ્રાપ્ત થાય એમ છે.