PM Modi : દાહોદમાં 117 કરોડના ખર્ચે ઐતિહાસિક છાબ તળાવનું નવીનીકરણ, લોકોને મળશે આધુનિક સુવિધાઓ

PM Modi : દાહોદમાં 117 કરોડના ખર્ચે ઐતિહાસિક છાબ તળાવનું નવીનીકરણ, લોકોને મળશે આધુનિક સુવિધાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દરમિયાન PM Modi છોટાઉદેપુરની મુલાકાત લેશે. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અનેક વિકાસના પ્રોજેક્ટ ગિફ્ટ કરવાના છે.

PM Modi
PM Modi

જેમાં દાહોદને ઐતિહાસિક છાબ તળાવની ભેટ મળશે. 117 કરોડના ખર્ચે આ છાવ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. દાહોદમાં વિદેશ જેવું તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. છાબ તળાવને અનેક સુવિધાઓ સાથે રિનોવેશન કરવામાં આવ્યું છે.

PM Modi
PM Modi

તસવીરો જોઈને તમે ચોંકી જશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ના ઐતિહાસિક છાબ તળાવનું ઉદ્ઘાટન કરશે. છોટાઉદેપુરમાં આયોજિત કાર્યક્રમમાં PM મોદી દાહોદની જનતાને 117 કરોડના ખર્ચે રિનોવેશન કરાયેલ છાબ તળાવની ભેટ આપશે.

PM Modi
PM Modi

જીર્ણોદ્ધાર કરાયેલ છાબ તળાવમાં જાહેર સુવિધાઓ, બગીચાઓ, નૌકાવિહારની સુવિધાઓ છે. 2.5 કિલોમીટર લાંબો પાથ-વે, સાયકલિંગ, રૂફ ટોપ સોલાર, એમ્ફી થિયેટર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પણ વાંચો : IPO : ઓપન થતાં પહેલા ધમાલ, પ્રાઇઝ બેન્ડ 68 રૂપિયા, 29 સપ્ટેમ્બરે ઓપન થશે આ કંપનીનો IPO

PM Modi
PM Modi

છાબ તળાવ સાથે સંબંધિત ઇતિહાસ વિશે વાત કરતા… માલવા પર હુમલો કરવા જઈ રહેલા સિદ્ધરાજ જયસિંહે લાવા સેના સાથે દાહોદમાં પડાવ નાખ્યો. તે વિસ્તાર આજે પણ પડાવ તરીકે ઓળખાય છે.

આ સૈનિકોની સંખ્યા એટલી બધી હતી કે તે બધા પાણીની જરૂરિયાત માટે એક પછી એક છાબ ભરતા હતા, તેથી આ છાબ તળાવ બનાવવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન પુરાતત્વીય અવશેષો હજુ પણ ત્યાં મળી આવે છે. આવા ઐતિહાસિક તળાવનું નવીનીકરણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે.

more article :

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *