વિદેશ મા રહેતા આહીર યુવાને ગીરના નેહ મા દેશી સ્ટાઈલ મા અનોખું પ્રી વેડીંગ ફોટોશુટ કરાવ્યુ ! તસ્વીરો જોઈ દીલ ખુશ થઈ જશે
હાલમાં ચારો તરફ ગુજરાતમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આજના સમયમાં યુવાનોમાં પ્રી વેડિંગ ફોટોશૂટનો ક્રેઝ વધ્યો છે. લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને વેસ્ટર્ન કપડાં પહેરીને સ્ટુડિયોમાં ફોટોશૂટ કરાવે છે,
ત્યારે વિદેશમાં રહેતા આહીર યુવાને ગીરના નેહમાં દેશી સ્ટાઈલ મા અનોખું પ્રી વેડીંગ ફોટોશુટ કરાવ્યુ ! ચાલો અમે આપને આ આહીર યુગલ વિશે જણાવીએ કે, આખરે આવો અનોખો વિચાર તેમને કઈ રીતે આવ્યો.
હાલમાં કેનેડાના ટોરેન્ટો સીટીમાં રહેતા પ્રહલાદ રામશીભાઈ વરુ મૂળ તાલાલા ગીરના માધવપુરના વતની છે. પ્રહાલાદ ફાર્મા કંપનીમાં જોબ કરે છે અને તેમની પત્ની રોશની લેબ ટેક્શિયન છે અને તેઓ 2 વર્ષથી ટોરેન્ટો સીટીમાં રહે છે.
વિદેશની ધરતીમાં હોવા છતાં પણ તેઓ પોતાના વતન સાથે ખૂબ જ જોડાયેલા છે અને આ કારણે જ લગ્ન માટે પણ પોતાનું વતન જ પસંદ કર્યું અને લગ્નનું પ્રી વેડિંગ પણ ગીરના ખોળે કરાવ્યું
પ્રહાલાદ અને રોશની આહીર હોવાથી, તેમને પોતાનો પરંપરાગત પહેરવેશ ખૂબ જ પસંદ હતો અને આજ કારણે તેમને આ પારંપરિક પહેરવેશમાં ફોટોશૂટ કરાવવાનું નક્કી કર્યું હતું.
. ખાસ વાત એ કે, તેમને માત્ર કપડાં જ પસંદ નહોતા કર્યા પરંતુ જે રીતે જુના જમાનામાં લોકોની રોજિંદા જીવનશૈલી પ્રમાણે જ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં જોઈને પહેલાના સમયની દરેક યાદો જીવંત થઈ જાય અને આ ફોટોશૂટ જો વડીલો પણ જુએ તો તેમને પણ તેમના જીવનના એ દિવસો યાદ આવી જાય.
આજના સમયમાં યુવાપેઢી પોતાની જૂની પરંપરાઓને સમજી શકે, તે માટે જ આવું અનોખું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ ઢાઢિયા નેહ અને રાયડી ગીરના ફાર્મ હાઉસમાં તેમજ ગીરના જંગલમાં આવેલ વર્ષો જુના વડલા પાસે આ ફોટોશૂટ કરાવેલ છે.
આ ફોટોશૂટમાં જોઈ શકશો કે, બંને યુગલ સાથે ખેતી કરે છે, યુવતી ભેંસો દોહે છે અને કુવામાંથી પાણી ભરે છે અને બંને ખાટલા પર બેસીને વાટોચિત કરે છે. ખરેખર આ ફોટોશૂટ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. આજના સમયની સાથે જરૂરી છે પરંતુ તમે જો વિચારથી કામ કરશો તો તમે સૌથી અલગ કરી શકો છો.