મોરારી બાપુ ની યુવાની થી લઇ ને સંત સુધીના ફોટાઓ, પહેલી વાર જુઓ બાપુના પરિવાર ના ખુબ જુના ફોટાઓ

મોરારી બાપુ ની યુવાની થી લઇ ને સંત સુધીના ફોટાઓ, પહેલી વાર જુઓ બાપુના પરિવાર ના ખુબ જુના ફોટાઓ

આખા ગુજરાત રાજ્યમાં પોતાની કથાઓને લીધે વર્ચસ્વ ધરાવતા મોરારી બાપુનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તહસીલના તલગાજરડા ગામે થયો હતો. લોકો તેમની કથાઓને લીધે ખૂબ જ સારું માન આપે છે અને બાપા પણ તેમને શિષ્ય તરીકે રાખે છે.

મોરારી બાપુએ તેમના દાદા પાસેથી રામચરિતમાનસ માનસ વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એક વેબસાઇટ અનુસાર તેઓએ 5 વર્ષની ઉંમરે તેણે શીખવાનું શરુ કર્યું હતું અને 12 વર્ષની ઉંમરે આખી રામચરિતમાનસ તૈયાર કરી દીધી હતી.સૌથી પહેલા મોરારી બાપુએ તેમના ગામમાં એક કથામાં ભાગ લેવા પહોંચ્યા હતા, જ્યાં તમને ગણતરીના લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા

મોરારી બાપુએ ઘણા સમયથી ભાવનગરમાં કથાઓ કરી હતી. જોકે હાલમાં બાપુએ 800થી વધુ કથાઓ પૂર્ણ કરી લીધી છે. તેઓએ વર્ષ 1982માં સૌથી પહેલા વિદેશમાં પણ કથા કરી હતી. જે એક ગૌરવની વાત છે. આ માટે તેઓએ બ્રિટન ને પસંદ કર્યું હતું.

તાજેતરમાં મોરારિ બાપુ સર્વધર્મ સંભવ વિશે વાત કરી રહ્યા હતા. તેઓ શરૂઆતમાં રામ-જન્મભૂમિ આંદોલનમાં સક્રિય હતા તથા વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનોને ટેકો પણ આપતા નજરે પડતા હતા. રમેશ ઓઝા જણાવે છે કે, “દેશમાં સાંપ્રદાયિકતા વિશે લોકોની માનસિકતા વધી રહી હતી,

આવામાં બાપુએ રામ મંદિર માટે લેવામાં આવેલી શિલાની પૂજા કરી હતી.ઓઝા કહે છે, “વિવાદોને ટાળવાની અને છોડવાની કળા મોરારી બાપુ સારી રીતે છે. આ સિવાય પત્રકારો તથા લેખકો જોડેના તેમના મજબૂત સંબંધોને લીધે પણ તેઓ લોકપ્રિય બન્યા છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર ના સમુદ્રમાં વ્હેલ માછલીનો બચાવ કરવાની વાત હોય કે મુસ્લિમ સમાજની મહિલાઓના મેરેજ કરવાની વાત હોય મોરારી બાપુ હંમેશા માટે સારા કાર્યો કરવા માટે આગળ આવ્યા છે. યુવતીઓના લગ્નમાં મદદ કરવા માટે, મોરારી બાપુ હંમેશા આગળ રહ્યા છે. તેઓએ પછાત ગણાતા લોકો, મુસ્લિમ તથા વંચિત પરિવારમાં આસાનીથી ભળી ગયેલા મોરારી બાપુએ પોતાની કથામાં સેક્સ વર્કર્સ તથા કિન્નરો લોકોનું પણ વર્ણન કરી ચુક્યા છે.

પોતાની રામ કથાઓમાં એક પણ રૂપિયા ના લેનાર મોરારી બાપુ હંમેશા મુશ્કેલીની ઘડીમાં આગળ આવ્યા છે. તેઓએ બિહારમાં ભૂકંપ હોય કે પુલવામા આતંકી હુમલો હોય તેઓ હંમેશા આગળ આવીને મદદ માટે પહોંચ્યા છે અને દાન કાર્ય કર્યું છે.

આજે મોરારી બાપુ દરેક ઘરની ઓળખ બની ગયા છે અને લોકો તેમની કથા સંભળાવી એક તક છોડતા નથી. તેઓ હંમેશા તેમની કથામાં હિન્દુ ધર્મ સહિત બધા જ ધર્મોને સાથે લઈને ચાલે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *