એક જ રિચાર્જમાં ચાલશે પરિવારના દરેક સભ્યોનો ફોન, જાણો JIOના ધાંસૂ પ્લાન વિશે બધુ જ

એક જ રિચાર્જમાં ચાલશે પરિવારના દરેક સભ્યોનો ફોન, જાણો JIOના ધાંસૂ પ્લાન વિશે બધુ જ

શું તમે પોતાના પરિવાર માટે અલગ અલગ રિચાર્જ કરાવો છો? તો તમને જણાવી દઈએ કે JIOના એક જ રિચાર્જમાં તમારા આખા પરિવારનું કામ થઈ શકે છે. જી હાં, જીયોના આ અનોખા પ્લાનમાં પરિવારના દરેક સખ્યનો ફોન એક જ રિચાર્જમાં ચાલી જશે. આવો જાણીએ તેવા વિશે…

ચાર કનેક્શન રહેશે એક્ટિવ
કંપની એક ખૂબ જ ખાસ પ્લાન ઓફર કરી રહી છે. જેમાં સિંગલ રિચાર્જ પર ચાર યુઝર્સનું કનેક્શન એક્ટવ રહી શકે છે. એટલે કે 1 રિચાર્જ કરી 4 ફોન તેનાથી ચલાવી શકાશે. JIO પોતાના પોસ્ટપેડ યુઝર્સને ફેમિલી પ્લાન્સ ઓફર કરી રહ્યું છે અને તેમાં ચાર લોકો ટેલીકોમ સર્વિસ યુઝ કરી શકે છે.

કેટલી છે કિંમત?
JIOના ચાર લોકોના આ પ્લાનની કિંમત 999 રૂપિયા છે. તેની વેલિડિટી બિલિંગ સાયકલ સુધી હશે. એટલે બિલિંગ સાયકલ બાદ ફરી તમારે 999 રૂપિયા ખર્ચ કરવા પડશે.

મળશે 200GB ડેટા
JIOના આ ધાંસૂ પ્લાનમાં યુઝર્સને 200GB ડેટા મળે છે. ડેટા લિમિટ પુરી થવા પર યુઝર્સને 10 રૂપિયા પ્રતિ GB ખર્ચ કરવો પડશે.

વધારાનો ડેટા બાદમાં કરી શકાશે યુઝ
આ પ્લાન 500GB ડેટા રોલઓવરની સાથે આવે છે. એટલે કે જે મહિને યુઝર્સનો ડેટા બચી જાય તે ડેટા નેક્સ્ટ રિચાર્જ કરવા પર તે વાપસી શકશે. યુઝર્સ પોતાના વધેલા ડેટાને બાદમાં પણ યુઝ કરી શકે છે.

અનલિમિટેડ કોલિંગ બેનેફિટ્સ
Jion Postpaid Planમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ સુવિધાની સાથે SMS બેનિફિટ્સ પણ મળે છે.

OTTનો પણ મળશે એક્સેસ
યુઝર્સને ડેલી 100 SMSનો પણ બેનિફિટ મળશે. તે ઉપરાંત યુઝર્સને OTT પ્લેટફોર્મ્સ અને જીયો એપ્સનું પણ એક્સેસ મળે છે. કંઝ્યુમર્સને આ પ્લાનની સાથે Netflix, Amazon Prime, Jio TVનું એક્સેસ મળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *