Petrol – Diesel Prices today : ક્રૂડ ઓઈલના ભાવમાં ચડાવ-ઉતાર યથાવત, આજે શું છે ઈંધણના રેટ?
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે Petrol – Diesel Prices જાહેર કરી દીધા છે. દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર-ચડાવ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 88.79 ડૉલર પ્રતિ બેરલ થઈ છે. વળી, ડબ્લ્યુટીઆઈની કિંમત 85.90 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.
નોઈડામાં પેટ્રોલની કિંમતમાં 1 પૈસાનો ઘટાડો થયો છે. લખનઉમાં પેટ્રોલ 21 પૈસા અને ડીઝલ 20 પૈસા મોંઘુ થયુ છે. પ્રયાગરાજમાં પેટ્રોલ 16 પૈસા મોંઘુ થયુ છે. ગોરખપુરમાં પેટ્રોલ 48 પૈસા અને ડીઝલ 46 પૈસા સસ્તુ થયુ છે.
ઉલ્લેખનીય છે કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી. ઉલ્લેખનીય છે કે મે 2022થી દેશમાં ઈંધણની કિંમતો સ્થિર છે.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.51 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.17 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.27 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.07 રુપિયા પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.25 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.93 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.04 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 91.82 રુપિયા પ્રતિ લિટર
આ પણ વાંચો : government Scheme : પત્ની સાથે ખોલાવો જોઇન્ટ એકાઉન્ટ, દર મહિને 9250 રૂપિયા મળશે વ્યાજ
આ રીતે જાણો તમારા શહેરમાં Petrol – Diesel Prices
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે.
તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.
more article : Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના ભાવ માં વધારો થયો,જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે?