Petrol-Diesel Prices Today : અમદાવાદ અને ચેન્નઈમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, ક્રૂડ ઓઈલના રેટમાં વધારો યથાવત
ભારતીય ઈંધણ કંપનીઓએ Petrol-Diesel Prices Todayની જાહેરાત કરી છે. દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જોકે, મહાનગરો સહિત અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે.
ચેન્નાઈમાં Petrol-Diesel Prices Today માં ફેરફાર થયો છે. અહીં પેટ્રોલ 11 પૈસા મોંઘુ થયું છે. વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો વધી રહી છે. આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને $93.45 પ્રતિ બેરલ અને WTI ક્રૂડની કિંમત વધીને $89.86 પ્રતિ બેરલ થઈ ગઈ છે.
અમદાવાદમાં પેટ્રોલ 35 પૈસા અને ડીઝલ 36 પૈસા મોંઘુ થયું છે. નોઈડામાં પેટ્રોલ અને ડીઝલ 17 પૈસા સસ્તું થયું છે. ગુરુગ્રામમાં પેટ્રોલ 33 પૈસા અને ડીઝલ 32 પૈસા મોંઘુ થયું છે. આગરામાં પેટ્રોલ 28 પૈસા અને ડીઝલ 26 પૈસા સસ્તું થયું છે. પટનામાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 10 પૈસા સસ્તું થયું છે.
આ પણ વાંચો : Accident : રસ્તાઓ પર બેફામ કાર ચાલકો…! ગણતરીની સેકન્ડમાં કાર ચાલક Accident સર્જી ફરાર, VIDEO વાયરલ
નોંધનીય છે કે દેશમાં ઈંધણના ભાવ મે 2022થી સ્થિર છે, જેના કારણે લોકોને રાહત મળી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. દરેક રાજ્યમાં વેટના દર અલગ-અલગ હોવાથી, પેટ્રોલ અને ડીઝલના દર તમામ રાજ્યોમાં સરખા નથી.
આજના પેટ્રોલના ભાવ
દિલ્હીઃ રૂ. 96.72 પ્રતિ લિટર
મુંબઈઃ રૂ. 106.31 પ્રતિ લિટર
કોલકાતા: રૂ. 106.03 પ્રતિ લિટર
ચેન્નાઈ: 102.74 રૂપિયા પ્રતિ લીટર
ગાંધીનગરઃ રૂ. 96.63 પ્રતિ લિટર
અમદાવાદઃ રૂ. 96.57 પ્રતિ લિટર
રાજકોટઃ રૂ. 96.17 પ્રતિ લિટર
સુરતઃ 96.27 રૂપિયા પ્રતિ લિટર
વડોદરાઃ રૂ. 96.07 પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્હીઃ 89.62 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈઃ રૂ. 94.27 પ્રતિ લિટર
કોલકાતા: રૂ. 92.76 પ્રતિ લિટર
ચેન્નાઈ: 94.33 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ રૂ. 92.38 પ્રતિ લિટર
અમદાવાદઃ રૂ. 92.32 પ્રતિ લિટર
રાજકોટઃ રૂ. 91.93 પ્રતિ લિટર
સુરતઃ 92.04 રૂપિયા પ્રતિ લિટર
વડોદરાઃ રૂ. 91.82 પ્રતિ લિટર
more article :