Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, જાણો તમારા શહેરના રેટ…
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર થયો છે..
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 90.16 ડૉલર થઈ ગઈ છે અને WTI ક્રૂડની કિંમત 88.28 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.
પ્રયાગરાજમાં પેટ્રોલ 58 પૈસા અને ડીઝલ 57 પૈસા મોંઘુ થયુ છે. જયપુરમાં પેટ્રોલ 83 પૈસા અને ડીઝલ 75 મોંઘુ થયુ છે. પૂણેમાં પેટ્રોલ 33 પૈસા અને ડીઝલ 32 પૈસા મોંઘુ થયુ છે. આગ્રામાં પેટ્રોલ અને ડીઝલ 11 મોંઘુ થયુ છે. ગોરખપુરમાં પેટ્રોલ 20 પૈસા અને ડીઝલ 19 પૈસા સસ્તુ થયુ છે. અજમેરમાં પેટ્રોલ 17 પૈસા અને ડીઝલ 15 પૈસા સસ્તુ થયુ છે.
આ પણ વાંચો : stock market : ખિસ્સામાં રૂપિયા છે અને લાખો રૂપિયા કમાવવા છે તો આ 5 સ્ટોક ખરીદી લો, જબરદસ્ત આપશે રિટર્ન
મહારાષ્ટ્રઃ નાંદેડ હૉસ્પિટલમાં 24 મોત પર વિપક્ષે સરકારને ઘેરી, પ્રિયંકા ચતુર્વેદીએ આને ગણાવી હત્યામહારાષ્ટ્રઃ નાંદેડ હૉસ્પિટલમાં 24 મોત પર વિપક્ષે સરકારને ઘેરી, પ્રિયંકા ચતુર્વેદીએ આને ગણાવી હત્યા
ઉલ્લેખનીય છે કે મે 2022થી દેશમાં ઈંધણની કિંમતો સ્થિર છે, જેના કારણે લોકોને રાહત મળી છે. રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.74 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.17 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.27 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.07 રુપિયા પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.33 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.93 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.04 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 91.82 રુપિયા પ્રતિ લિટર
more article : Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ થયા ,જાણો આજના લેટેસ્ટ ભાવ …