Penny Stocks : આ 6 વાતો જાણી લીધી, Share Market તે કરી શકે છે મોટી કમાણી !

Penny Stocks : આ 6 વાતો જાણી લીધી, Share Market તે કરી શકે છે મોટી કમાણી !

Penny Stocks : આજના સમયમાં મોટા ભાગના લોકો શેર બજારમાં રોકાણ કરતા હોય છે. શેર બજારમાં રોકાણ કરતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. જો તમે પણ પેની સ્ટોકમાં રોકાણ કરતા હોવ તો આ વાતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.

Penny Stocks : જ્યારે કોઈ વ્યક્તિ શરૂઆતમાં શેર બજારમાં એન્ટ્રી કરે છે તો પેની સ્ટોક તેને સૌથી સારા લાગે છે. આવું એટલા માટે કારણ કે તે ખુબ સસ્તા હોય છે. તે ખુબ સસ્તા હોવાને કારણે તેને પેની સ્ટોક કે ભંગાર શેર પણ કહેવામાં આવે છે. પાછલા વર્ષોમાં એવા ઘણા સ્ટોક રહ્યાં છે, જેણે 200% થી લઈને 2000% સુધીનું રિટર્ન આપ્યું છે.

Penny Stocks : તેવામાં લોકોને લાગે છે કે તે પેની સ્ટોકમાં પૈસા લગાવશે તો તેનું રોકાણ ઓછું થશે અને રિટર્ન સારૂ મળશે. પરંતુ હકીકત તેનાથી અલગ છે. પેની સ્ટોકમાં પૈસા લગાવનાર માત્ર કેટલાક લોકો સારા પૈસા કમાઈ શકે છે, બાકી લોકોને પેની સ્ટોકથી નુકસાન થાય છે.

શું હોય છે પેની સ્ટોક?

જે શેરની કિંમત ખુબ ઓછી હોય છે તેને પેની સ્ટોક કહેવામાં આવે છે. તેની કોઈ વ્યાખ્યા નથી કે કેટલા રૂપિયાના શેર સુધી આ કેટેગરીમાં આવશે. પરંતુ 10-15 રૂપિયા સુધીના શેર પેની સ્ટોક્સમાં આવી શકે છે. આવો જાણીએ પેની સ્ટોક્સ વિશે 6 ખાસ વાતો…

Penny Stocks
Penny Stocks

1. ખુબ સસ્તા, કંપનીની ઓછુ વેલ્યુએશન

પેની સ્ટોક્સની ખાસિયત તે હોય છે કે તે ખુબ સસ્તા હોય છે. સાથે આ કંપનીની વેલ્યૂએશન પણ ઓછી હોય છે. તમે રોકાણ કરતા પહેલા આ કંપનીઓના ફન્ડામેન્ટલ ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે કોઈ કંપનીનું ટર્નઓવર સામાન્ય છે તો કોઈનો નફો તમારા સેલેરી પેકેજથી પણ ઓછો છે. પરંતુ આવા શેર લોકોને ખુબ લલચાવે છે અને નવા લોકો તેમાં જરૂર ફસાતા હોય છે.

2. સરળતાથી ઓપરેટ થઈ શકે છે પેની સ્ટોક

જેમ કે આપણે જાણીએ છીએ કે પેની સ્ટોકવાળી કંપનીઓની વેલ્યૂએશન ખુબ ઓછી હોય છે. તેવામાં આ કંપનીઓના શેરને ઓપરેટ કરવા ખુબ સરળ હોય છે. હર્ષદ મહેતાએ શરૂઆતમાં પેની સ્ટોક્સને ઓપરેટ કરી કમાણી કરી હતી. તેવામાં જો કંપનીના ફન્ડામેન્ટલ સહિત બધુ સારૂ હોય, છતાં એક ડર તે રહે છે કે તેને ઓપરેટ કરવામાં આવતા ન હોય.

આ પણ વાંચો : Digital village : અહીં બનશે પહેલું મોડલ ડિજિટલ ગામ, જાણો શું હશે ખાસ..

Penny Stocks : આમ તો સેબી આજના સમયમાં ખુબ ધ્યાન રાખે છે અને આવા ઓપરેટરો વિરુદ્ધ કાર્યવાહી કરે છે. તેમ છતાં આ નાના શેરને ઓપરેટ કરવા મોટી વાત નથી.

3. પેની સ્ટોક્સમાં પૈસા લગાવતા પહેલા કરો આ કામ

જ્યારે પણ તમે કોઈ પેની સ્ટોકમાં પૈસા લગાવો તો પહેલા તે કંપનીનું રિસર્ચ કરો. ઇક્વિટી અને કોમોડિટી બ્રોકિંગ ફર્મ TradeSwift ના ડાયરેક્ટર સંદીપ જૈન જણાવે છે કે જ્યારે પણ આવા શેર સામે આવે તો કંપની વિશે રિસર્ચ કરો. આજના ઈન્ટરનેટના સમયમાં કંપનીની વેબસાઇટ જોવી જોઈએ, તે વિશે ઈન્ટરનેટ પર જાણકારી મેળવવી જોઈએ. તેનાથી તમને ખબર પડશે કે કંપનીની સ્થિતિ કેવી છે. જેનાથી તમે તે નિર્ણય લઈ શકશો કે તેમાં રોકાણ કરવું જોઈએ કે નહીં.

Penny Stocks
Penny Stocks

4. પેની સ્ટોકમાં પૈસા લગાવવા કે નહીં?

માત્ર પેની સ્ટોક જ નહીં, કોઈપણ સ્ટોકમાં પૈસા લગાવતા પહેલા કંપની વિશે જરૂર રિસર્ચ કરો. તે જરૂરી નથી કે દરેક પેની સ્ટોક ખરાબ હોય. તમે કંપનીનો બિઝનેસ, તેનું મેનેજમેન્ટ, તેની કમાણી, તેનો જૂનો રેકોર્ડ ચેક કરો અને દરેક વસ્તુથી સંતુષ્ટ હોવ તો તેમાં પૈસા લગાવો. પરંતુ પેની સ્ટોક્સમાં રોકાણ કરવું જોખમભર્યું હોય છે.

Penny Stocks : આવું એટલા માટે જ્યારે બહાર ઉપર જાય તો ખુબ સારૂ લાગે છે અને લોકો શેર ખરીદવા લાગે છે. પરંતુ જ્યારે ઘટાડો થાય તો આવા શેરને વેચવા મુશ્કેલ બને છે. આવું એટલે માટે કારણ કે તેને ખરીદવા માટે કોઈ મળતું નથી અને તમારા શેરની વેલ્યૂ તમારા રોકાણથી પણ ઓછી થઈ જશે.

આ પણ વાંચો :  Jeevan Jyoti Insurance Scheme : વર્ષમાં 436 રૂપિયા આપીને તમારા પરિવારને મળશે 2 લાખ રૂપિયા, તમારે માટે જરૂરી છે આ યોજના..

5. પેની સ્ટોકમાં કઈ રીતે ફસાય છે લોકો?

પેની સ્ટોકમાં ઘણીવાર લોકો ફસાય છે અને ઘણીવાર તેને ફસાવવામાં આવે છે. તમામ મોટી-મોટી વેબસાઇટ્સ પર તેની સ્ટોક વિશે લખેલું હોય છે કે આ સ્ટોકે આટલા ગણું રિટર્ન આપ્યું. મલ્ટીબેગર સાબિત થયો, આ બધુ જોઈને લોકો તેના તરફ આકર્ષાય છે અને ફસાય જાય છે.

Penny Stocks : તો આજના સમયમાં યૂટ્યૂબ પર પેની સ્ટોક દ્વારા લોકોને ફસાવવાનો ખેલ પણ ખુબ ચાલી રહ્યો છે. ત્યાં લોકો જણાવે છે કે કઈ રીતે કોઈ શેર અનેક ગણો વધ્યો છે અને આવનારા દિવસોમાં કેટલો વધી શકે છે. તાજેતરમાં સાધના બ્રોડકાસ્ટ અને શાર્પલાઇન બ્રોડકાસ્ટના શેરમાં અરશદ વારસી પર આરોપ લાગ્યા હતા કે તેણે તેમાં પંપ એન્ડ ડંપની ગેમ રમી છે. તેના કારણે સેબીએ કાર્યવાહી પણ કરી હતી. આવી રીતે કોઈ શેરમાં રોકાણ કરશો તો નુકસાન પણ જઈ શકે છે.

6. આવા પેની સ્ટોકમાં ક્યારેય ન લગાવો પૈસા

આમ તો પેની સ્ટોકથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ, પરંતુ કેટલાક એવા પણ સ્ટોક છે, જેમાં ભૂલમાં પણ રોકાણ ન કરવું જોઈએ. જે પેની સ્ટોકમાં વારંવાર અપર કે લોઅર સર્કિટ લાગતી હોય તેનાથી દૂર રહેવું જોઈએ. બની શકે કે તમે દરરોજ કોઈ સ્ટોકમાં અપર સર્કિટ જુઓ અને તેમાં રોકાણ કરી તમારા પૈસા ગુમાવી શકો છો. એટલે આવા સ્ટોકમાં રોકાણ કરતા પહેલા વિચારવું જોઈએ.

Penny Stocks
Penny Stocks

more article : Vastu Tips : તમારા ઘરમાં આ પક્ષીઓની તસવીરો લગાવો, તમારું ભાગ્ય બદલાઈ જશે..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *