Penny stock : એક એવો પેની સ્ટોક, 10 હજારનું રોકાણ કરનારા બની ગયા લાખોના માલિક..
Penny stock : દરેક રોકાણકારની એક જ ઈચ્છા હોય છે કે તેમને એવો પેની સ્ટોક મળી જાય જે થોડા જ સમયમાં મલ્ટીબેગર રિટર્ન આપવાનું શરૂ કરી દે. પરંતુ આવો સ્ટોક શોધવો ખૂબ મુશ્કેલ કામ છે.
Penny stock : દરેક રોકાણકારની એક જ ઈચ્છા હોય છે કે તેમને એવો પેની સ્ટોક મળી જાય જે થોડા જ સમયમાં મલ્ટીબેગર રિટર્ન આપવાનું શરૂ કરી દે. પરંતુ આવો સ્ટોક શોધવો ખૂબ મુશ્કેલ કામ છે. મલ્ટિબેગર વળતર આપતા સ્ટોક્સ ત્યારે ચર્ચામાં આવે છે જ્યારે તે શાનદાર વળતર આપતા હોય છે. આવો જ એક સ્ટોક છે કમ્ફર્ટ ઇન્ટેક. આ શેરે છેલ્લા 4 વર્ષમાં રોકાણકારોને શાનદાર કમાણી કરાવી છે.
Penny stock : એપ્રિલ 2020 માં કમ્ફર્ટ ઇન્ટેક શેર 22 પૈસા (રૂ. 0.22) પર હતો. BSE પર લિસ્ટેડ આ શેર (14 માર્ચ 2024) રૂપિયા 10.21 પર બંધ થયો હતો. હજુ ચાર વર્ષ પૂરા થયા નથી અને તે 5000 ટકા રિટર્ન આપી ચૂક્યું છે. જે પણ રોકાણકારે એપ્રિલ 2020માં તેમાં 5000 રૂપિયાનું રોકાણ કર્યું હશે, હવે તેનું રોકાણ વધીને 2,50,000 રૂપિયા થઈ જશે. તેવી જ રીતે જેમણે માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કર્યું છે તેમના પૈસા 5 લાખ રૂપિયા થઈ જશે.
આ કંપની શું કામ કરે છે?
14 માર્ચ, 2024 સુધીમાં કમ્ફર્ટ ઇન્ટેક લિમિટેડનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹326.7 કરોડ છે. આ કંપનીની સ્થાપના 1994માં થઈ હતી. પછી તેનું નામ કમ્ફર્ટ ફિનવેસ્ટ લિમિટેડ હતું. 2000 માં, કંપનીએ નવું સર્ટિફિકેટ ઑફ ઇન્કોર્પોરેશન મેળવવા માટે તેનું નામ બદલીને કમ્ફર્ટ ઇન્ટેક લિમિટેડ (CIL) રાખ્યું. હાલમાં કંપની ઈ-કોમર્સ માર્કેટપ્લેસ પ્લેટફોર્મ પર પંખા, ફેબ્રિક, વોટર હીટર અને મોનોબ્લોક પંપ જેવી વસ્તુઓના ટ્રેડિંગમાં ડિલ કરે છે.
શેરની ફાઈનાન્સિયલ અને પ્રાઈસ હિસ્ટ્રી
છેલ્લા એક વર્ષમાં કમ્ફર્ટ ઈન્ટેકના સ્ટોકમાં લગભગ 252.54 ટકાનો વધારો થયો છે. એ જ રીતે તેણે ત્રણ મહિનામાં 20.40 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં આ શેર 10.57 ટકા વધ્યો છે. હાલમાં રૂ. 10.21 પર છે, આ સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ રૂ. 12.28 છે, જે 27 ફેબ્રુઆરી 2024 ના રોજ હતો.
નાણાકીય વર્ષ 2017 થી કંપનીની આવક અને કર પછીનો નફો (PAT) સતત વધ્યો છે. 2017માં આવક રૂ. 10.2 કરોડ હતી, જ્યારે નફો રૂ. 1.8 કરોડ હતો. માર્ચ 2023 સુધીમાં કંપનીએ રૂ. 142.4 કરોડની આવક નોંધાવી હતી, જ્યારે નફો રૂ. 8 કરોડ હતો.
આ પણ વાંચો : IPO : શેરબજાર ખુલતા જ રોકાણકારોના રૂપિયા થયા ડબલ, ₹65નો IPO ₹131 પર થયો લિસ્ટ..
કંપનીમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર છે કે ગયા વર્ષે કંપનીની આવકમાં 27.87 ટકાનો વધારો થયો છે, જ્યારે આ ઉદ્યોગના બાકીના શેરોની સરેરાશ વૃદ્ધિ 13.01 ટકા હતી. તેનાથી વિપરીત, એ જાણવું પણ જરૂરી છે કે સમાન સમયગાળા દરમિયાન ચોખ્ખા નફામાં 9.46 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા નાણાકીય વર્ષમાં આ સેક્ટરે લગભગ 67 ટકાના દરે નફો મેળવ્યો છે.
આ પણ વાંચો : Astrol Tips : સૂતા પહેલા તમાલપત્રનો આ ઉપાય અજમાવો, રાતોરાત બનાવી દેશે અમીર!
Penny stock : જો આપણે શેરધારકોની પેટર્ન જોઈએ તો 57.46 ટકા હિસ્સો પ્રમોટરો પાસે છે, જ્યારે 42.54 ટકા હિસ્સો સામાન્ય રોકાણકારો પાસે છે. લુહારુકા એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડનો મહત્તમ હિસ્સો 27.8% છે. અનુ અગ્રવાલ (3.6%) અને અનિલ અગ્રવાલ (1.2%) પણ તેના પ્રમોટર્સમાં સામેલ છે.
MORE ARTICLE : Share Market : કંપનીને કરોડો રૂપિયાનું કામ મળ્યું, શેરની લૂંટ થઈ, કિંમત 3% વધી….