આ કંપનીનો શેર 75 ટકા તૂટી ચૂક્યો છે છતા નિષ્ણાતો ખરીદવાની સલાહ આપી રહ્યા છે.
Paytmના IPOમાં રોકાણકારો હજુ સુધી રાતા પાણીએ રડી રહ્યા છે. IPOના ઇતિહાસમાં કદાચ Paytm એવો શેર હશે જેણે રોકાણકારોને સૌથી વધારે નુકશાન કરાવ્યું હોય. IPOમાં 2150 રૂપિયાના ભાવે શેર આપવામાં આવ્યો હતો, જે આજે 547 રૂપિયા પર પહોંચ્યો છે. જો કે, શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે આ ભાવથી શેર ખરીદવા જેવો લાગે છે. લગભગ 1400 રૂપિયા સુધી પહોંચી શકે છે.
Paytmના શેરો માટેનો લોક-ઇન પિરિયડ પુરો થયા પછી આ શેરમાં વેચવાલીનું દબાણ વધ્યું છે. ઉપરાંત નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓ ફ ઇન્ડિયા UPI પેમેન્ટ્ દ્રારા થતા વહેવારોની મર્યાદા નક્કી કરવાનું વિચારી રહી છે એટલે પણ Paytmના શેરોમાં વેચવાલી નિકળી છે.
Paytmની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સના શેરોમાં રોકાણ અત્યાર સુધીમાં IPO રોકાણકારો માટે સૌથી વધારે ખરાબ રોકાણ સાબિત થયું છે. જે ભાવે શેરો ઇશ્યૂ થયા હતા તેનાથી શેરનો ભાવ 75 ટકા
75 ટકા જેટલો ડાઉન છે. જો કે શેરબજારના નિષ્ણાતો હજુ પણ આ શેર પર ભરોસો બતાવી રહ્યા છે.શેરબજારના જાણકારોનું કહેવું છે કે Paytmના શેરનો ભાવ 1400 રૂપિયા સુધી પહોંચી શકે છે.
Paytm કંપનીએ રોકાણકારોને IPOમાં2150 રૂપિયાના ભાવે શેર આપ્યો હતો.Paytmના શેરનો ભાવ અત્યારે 547ની આજુબાજુ છે. મતલબ કે હાલના ભાવથી નિષ્ણાતોના 1400ના ટાર્ગેટ સુધી કમાણી થઇ શકે, પરંતુ અસલ રોકાણકારોને તો 1400 રૂપિયા પર પહોંચે તો પણ નુકશાન જ રહેવાનું છે.
શેરબજારના એનાલિસ્ટ્સનું આ શેર ખરીદવાની ભલામણ કરી રહ્યા છે તેનું કારણ એવું છે કે Paytm 810 રૂપિયાના ભાવે શેરો બાયબેક કરશે. બાયબેકના નિર્ણયને કારણે નફો અને કેશ જનરેશન રોડમેપ અને મોટા રોકાણો સાથે જોડાયેલી ચિંતા દુર થશે. ઉપરાંત કેપિટલ એલોકેશનની લઇને મેનેજમેન્ટનો વિશ્વાસ વધશે. જે પી મોર્ગન રિસર્ચના કહેવા મુજબ નાણાંકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ બ્રેક ઇવન હાંસલ કરવાનો જે લક્ષ્યાંક હાંસલ કર્યો છે તે પુરો થઇ શકે છે.
તો જે એમ ફાયનાન્સિઅલનું માનવું છ કે Paytm EBIDTA બ્રેક ઇવન 2026માં પહોંચી શકે છે. દોલત કેપિટલે આ શેર માટે 1400 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જે પી મોર્ગેને 1100 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે.