ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
શાસ્ત્રો મુજબ ઘરમાં ઝાડુ પોતા કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જે દરેકે જાણવા જેવા છે. ઝાડુથી સફાઈ કરવા માટે વાસ્તુ શાસ્ત્ર મુજબ સૂર્યોદય બાદનો સમય એકદમ પરફેક્ટ હોય છે. એવી માન્યતા છે કે જે ઘરમાં રોજ ઝાડુ પોતા થતા હોય ત્યાં લક્ષ્મી માતા પ્રસન્ન રહે છે અને સુખ સમૃદ્ધિનો વાસ રહે છે.
આપણે આપણા ઘરમાં સ્વચ્છતા માટે ઝાડુ પોતા કરતા હોઈએ છીએ. શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આથી ઘરમાંથી ઝાડુ કાઢતી વખતે કેટલીક સાવધાની અને નિયમોનું પાલન કરવું જરૂરી રહે છે. જો આ વાત તમે અવગણો તો પછી માતા લક્ષ્મી રિસાઈ પણ શકે છે. ઘરમાં ઝાડુ કાઢવાથી સફાઈ તો થાય જ છે પરંતુ સાથે સાથે નકારાત્મક ઉર્જાનો નાશ પણ થાય છે.
આ સમય છે એકદમ પરફેક્ટ
શાસ્ત્રો મુજબ ઘરમાં ઝાડુ પોતા કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જે દરેકે જાણવા જેવા છે. ઝાડુથી સફાઈ કરવા માટે વાસ્તુ શાસ્ત્ર મુજબ સૂર્યોદય બાદનો સમય એકદમ પરફેક્ટ હોય છે. એવી માન્યતા છે કે જે ઘરમાં રોજ ઝાડુ પોતા થતા હોય ત્યાં લક્ષ્મી માતા પ્રસન્ન રહે છે અને સુખ સમૃદ્ધિનો વાસ રહે છે.
રાતે કેમ ન કાઢવું જોઈએ ઝાડુ
રાતે ઝાડુથી સફાઈ કરવાથી સમસ્યા એ આવે છે કે ઘરમાં રહેલા નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી શકતી નથી. જેની કરીને રાતે ઝાડુ કાઢવું ટાળવું જોઈએ. ઝાડુથી સફાઈ સૂર્યોદય પછી જ કરવી જોઈએ.
આ નિયમો ખાસ જાણો
ઘરમાં ભૂલેચૂકે ખુલ્લા સ્થળે ઝાડુ રાખવું જોઈએ નહીં. આમ કરશો તો અપશુકન ગણાશે. આથી ઝાડુને હંમેશા છૂપાવીને રાખવું જોઈએ. વાસ્તુના જાણકારો કહે છે કે ઘરમાં ઝાડુ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા કાઢવું જોઈએ. આમ કરવા પાછળ કારણ એ હોય છે કે સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે. આમ તો ઝાડુ ખુલ્લામાં રાખવું ન જોઈએ પરંતુ રાતના સમયે ઝાડુ ઘરની બહાર રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી. ખાસ ધ્યાન રાખવું કે આ કામ ફક્ત રાતે જ કરવું દિવસમાં તો ઝાડુ છૂપાવીને જ રાખવું.
ઝાડુને જ્યાં ભોજન કરતા હોવ ત્યાં પણ ન રાખવું જોઈએ. ભોજન કક્ષમાં ઝાડુ રાખવાથી ઘરમાં અનાજની તંગી ઊભી થાય છે. તથા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ સામે આવે છે. કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી જાય તો તરત ઝાડુ કાઢવાથી બચો. કારણ કે આમ કરવાથી તમારે નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ કોઈ પણ જાનવર જેમ કે ગાય, કૂતરાને મારવા માટે ઝાડુનો ઉપયોગ ક્યારેય ન કરવો. અપશુકન છે.
ઝાડુ ઊભું ન રાખવું જોઈએ. જ્યારે પણ નવું ઘર લો તો નવું ઝાડુ રાખવું તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સૂર્યાસ્ત સમયે ક્યારેય ઝાડુ કાઢવું જોઈએ નહીં. આ સિવાય જો ઘરમાં નાના બાળકો હોય અને તે અચાનક ઝાડુ કાઢવા લાગે તો સમજી લેવું કે મહેમાન આવી શકે છે. ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોવાનું કહેવાય છે આથી ક્યારેય પગ લગાડવો નહીં. ઝાડુ સાથે પોતાની વાત કરીએ તો એવી માન્યતા છે કે રોજ પોતા કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. પણ ગુરુવારે ઘરમાં પોતા કરવા જોઈએ નહીં. આમ કરવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે. એ પણ ધ્યાન રાખવું કે પોતું કરતી વખતે પાણીમાં થોડું મીઠું ભેળવી લેવું. મીઠું નાખીને પોતું કરવાથી જમીન પરના કિટાણુનો નાશ થાય છે અને આ સાથે જ નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.
જો તમે માતા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો ઘરની પાસે કોઈ મંદિરમાં ત્રણ ઝાડુ રાખી આવો. મંદિરમાં ઝાડુ સવારે બ્રહ્મમૂહુર્તમાં જ રાખો. આ કામ જો કોઈ ખાસ દિવસે કરશો તો લાભ થશે. ખાસ દિવસ એટલે તહેવાર, કે પછી શુક્રવારનો દિવસ. કોઈને પણ જણવ્યાં વગર આ કામ કરવું.