પવિત્ર તીર્થયાત્રા માટે જાણીતા છે દ્વારકાનાં આ ૫ લોકપ્રિય મંદિર, આ મંદિરમાં દર્શન કરવાથી તમામ મનોકામના પુરી થાય છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રાયદ્વીપનાં પશ્ચિમ તરફ સ્થિત દ્વારકા ભારતનું એક પ્રાચીન શહેર છે. દેવભુમિનાં રૂપમાં જાણીતું દ્વારકા એકમાત્ર એવું શહેર છે, જે હિન્દુ ધર્મમાં વર્ણિત ચાર ધામ (ચાર પ્રમુખ પવિત્ર સ્થાન) અને સપ્તપુરી (સાત પવિત્ર શહેર) બંનેનો ભાગ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે ૧૨ જ્યોતિર્લિંગમાંથી એક છે, તે દ્વારકામાં છે. તો ચાલો તમને આ લેખમાં જણાવી દઈએ દ્વારકાનાં અમુક લોકપ્રિય મંદિરો વિશે.
દ્વારકાધીશ મંદિર
દ્વારકાધીશ મંદિર જેને જગત મંદિરનાં નામથી પણ જાણવામાં આવે છે. એક ચાલુક્ય શૈલીની વાસ્તુકળા છે, જે ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. દ્વારકા શહેરનો ઇતિહાસ મહાભારતમાં દ્વારકા સામ્રાજ્યનાં સમયનો છે. પાંચ માળનું મુખ્ય મંદિર ચુના, પથ્થર અને રેતીથી નિર્મિત પોતાનામાં ભવ્ય અને અદભુત છે. માનવામાં આવે છે કે ૨૨૦૦ વર્ષ જુની વાસ્તુકલા તેમનાં પૌત્ર વજ્રનાભ દ્વારા બનાવવામાં આવી હતી, જેને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્રથી પ્રાપ્ત ભુમિ પર બનાવી હતી.
મંદિરની અંદર અન્ય મંદિર છે, જે સુભદ્રા, બલરામ અને રેવતી, વાસુદેવ, રુકમણી અને ઘણા અન્યને સમર્પિત છે. સ્વર્ગનાં દ્વારથી મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ભક્તોને ગોમતી નદીમાં ડુબકી લગાવવી પડે છે. જન્માષ્ટમીમાં દ્વારકાધીશ મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુજા-અર્ચના કરે છે. સવારે ૬ વાગ્યાથી લઈને બપોરે ૧ વાગ્યા સુધી, સાંજે ૫ વાગ્યા થી રાત્રે ૯:૩૦ સુધી મંદિર ખુલ્લુ હોય છે.
દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ
દ્વારકામાં સ્થિત નાગેશ્વર મંદિર ભારતનાં ૧૨ જ્યોતિર્લિંગમાંથી એક છે. તે ગુજરાતમાં સૌરાષ્ટ્રના તટ પર ગોમતી દ્વારકા અને બેટ દ્વારકા દ્વીપની વચ્ચેનાં માર્ગ પર સ્થિત છે. અહીંના મુખ્ય દેવતા ભગવાન શિવ છે, જેમને નાગેશ્વર મહાદેવનાં નામથી જાણવામાં આવે છે. શિવ પુરાણ અનુસાર જે લોકો નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પ્રાર્થના કરે છે, તેઓ બધા ઝેર, સાપના કરડવા અને સાંસારિક આકર્ષણમાંથી મુક્ત થઈ જાય છે. અન્ય નાગેશ્વર મંદિર સિવાય અહીંની મુર્તિ કે લિંગ દક્ષિણ તરફ છે.
નાગેશ્વર મંદિરનું એક પ્રમુખ આકર્ષણ ભગવાન શિવની ૮૦ ફુટ ઉંચી વિશાળ પ્રતિમા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગનું મહત્વ આ તથ્યથી ઉદ્દભવે છે કે, તેને ભારતના ૧૨ જ્યોતિર્લિંગમાં પહેલું માનવામાં આવે છે. મહાશિવરાત્રીનાં તહેવાર પર નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી, સાંજે ૫ વાગ્યા થી ૯:૩૦ સુધી મંદિર ખુલ્લુ હોય છે.
રુકમણી દેવી મંદિર
ભગવાન શ્રી કૃષ્ણની પત્નિ રુકમણીને સમર્પિત આ સુંદર મંદિર શહેરની બહાર માત્ર ૨ કિલોમીટરનાં અંતર પર સ્થિત છે. ૧૨મી સદીમાં નિર્મિત આ મંદિરની વાસ્તુશિલ્પને જોઈને તમારું દિલ ખરેખર ખુશ થઇ જશે. આ મંદિરની પાછળ હિન્દુ પૌરાણિક વાર્તાની શરૂઆત રુકમણી દેવી અને તેમના પતિ ભગવાન શ્રી કૃષ્ણથી થાય છે.
જ્યારે રસ્તામાં રુકમણી દેવી પોતાના પતિની મદદથી ગંગામાં પોતાની તરસ છીપાવવા માટે રોકાય છે. ત્યારે ઋષિ દુર્વાસા એ પાણી માંગવા પર દેવી રુકમણીએ તેમને પાણી આપવાની મનાઈ કરી દીધી હતી ત્યારે ઋષિએ તેમને ભગવાન શ્રી કૃષ્ણથી અલગ થવાનો શ્રાપ આપી દીધો હતો, જેના કારણે આ મંદિર દ્વારકાધીશ મંદિર થી થોડા અંતર પર બનાવવામાં આવ્યું છે. સવારે ૬:૦૦ વાગ્યા થી રાત્રે ૯:૩૦ વાગ્યા સુધી મંદિર ખુલ્લુ હોય છે.
ઇસ્કોન મંદિર
જો તમે દ્વારકાધીશ મંદિર જઈ રહ્યા છો તો અહીંના ઈસ્કોન મંદિરનાં દર્શન પણ જરૂર કરો. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રાધાની આવાસ મુર્તિને સમૃદ્ધ પરિધાનમાં લપેટેલી અને ફુલોથી અલંકૃત કરવામાં આવેલી. તે પુરી રીતે પથ્થરથી નિર્મિત મંદિર છે. જોકે આ ઇસ્કોન મંદિર દુનિયાભરનાં અન્ય ઇસ્કોન મંદિરથી વધારે અલગ નથી પરંતુ તેની બીજી ભવ્યતા ખુબ જ સુંદર છે.
ભડકેશ્વર મહાદેવ મંદિર
ભગવાન શિવને સમર્પિત આ નાનું અને શાંત મંદિર દ્વારકાનાં દર્શનીય સ્થળ અને શાંત વાતાવરણ માટે અવશ્ય જોવા યોગ્ય સ્થાનમાંથી એક છે. અરબ સાગરના દ્રશ્યની સાથે મંદિર વાદળી પાણી, સોનેરી રેતી અને દિવસે શાંત હવાથી ઘેરાયેલું રહે છે. ભડકેશ્વર મહાદેવ મંદિર લગભગ ૫૦૦૦ વર્ષ જુનું એક પ્રાચીન મંદિર છે, જેને અરબ સાગરમાં મળી આવેલા એક સ્વયંભુ શિવલીંગની આસપાસ બનાવવામાં આવ્યું હતું. મંદિર દર વર્ષે મોનસુન દરમિયાન દરિયામાં ડુબી જાય છે, જેને ભક્તગણ પ્રકૃતિ દ્વારા અભિષેકની ધાર્મિક પ્રક્રિયા કરવાની રીત માને છે. સવારે ૬:૦૦ વાગ્યા થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી મંદિર ખુલ્લુ હોય છે.