પવન જોશીની સગી બહેન અને આકાશ દવેની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોઈ,સામે આવી તસવીરો.
તમે ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવેથી તો જાણતા જ હશો. કિંજલ દવેના માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ ચાહકો છે. થોડા દિવસો પહેલા કિંજલ દવે વિશે એક મોટા સમાચાર સામે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ છે.
અમે તમને જણાવી દઈએ કે કિંજલ દવે અને પવન જોષીની સગાઈ પાંચ વર્ષ પહેલા થઈ હતી, પછી અચાનક કંઈક એવું બન્યું કે પાંચ વર્ષ પછી બંનેએ સગાઈ તોડી નાખી. સગાઈ તોડ્યા બાદ કિંજલ દવેએ પવન જોશી સાથેના તમામ ફોટા સોશિયલ મીડિયા પરથી હટાવી દીધા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર સગાઈ તૂટવાનું મુખ્ય કારણ પવન જોશીની બહેન હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પવન જોશીની બહેન અને કિંજલ દવેના ભાઈ આકાશ દવેના લગ્ન નક્કી થયા હતા.
પરંતુ પવન જોષીની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જેના કારણે પવન જોષી અને કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ હતી. કિંજલ દવેના ફેન્સ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા હતા.
બંનેની સગાઈ તૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. આ સિવાય કિંજલ દવે અને પવન જોષીની સગાઈની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ દરમિયાન પવન જોશીની બહેન સાથે આકાશ દવેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેની જે તસવીરો વાયરલ થઈ રહી છે તે ઘણી જૂની છે.
એક તસવીરમાં તમે જોઈ શકો છો કે આકાશ દવે અને પવન જોષીની બહેન બંને એકબીજાને કેક ખવડાવતા જોવા મળે છે. કિંજલ દવે અને પવન જોશીની બહેનની પણ એક સાથે તસવીરો છે.
મળતી માહિતી મુજબ કિંજલ દવે અને પવન જોશીની સગાઈ બાદ આકાશ દવે અને જગુરી જોષીએ સગાઈ કરી લીધી હતી. આ વાત સાચી છે કે ખોટી તેની અમે અમારી પુષ્ટિ કરતા નથી નથી.
કિંજલ દવે અને જગુરી જોષીની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આ ઉપરાંત જગુરી જોષીએ કિંજલ દવેના પરિવાર સાથે લીધેલી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ તમામ તસવીરો જૂની છે, પરંતુ સગાઈ તૂટ્યા બાદ ફરી એકવાર આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરો જોઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છેકિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા. તેઓ મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા.
પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને જોનડિયો લગ્નગીત આલબમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું. બાદથી કિંજલ દવેનો સિતારો બુલંદ નીકળ્યો.