પતિનું અચાનક મૃત્યુ થઇ જતાઆજે પત્ની સાસુ સસરાનો દીકરો બની આખા પરિવારની જવાબદારીઓ નિભાવી રહી છે, આવી વહુ બધાને મળે.
મિત્રો ઘણા એવા લોકો હોય છે કે જેમના જીવનમાં ગણી તકલીફો હોય છે. પણ જીવનની જંગ એજ જીતે છે કે જે હિંમત નથી હારતા આજે અમે તમને એક એવી જ મહિલા વિષે જણાવીશું કે જે આજે પોતાના પરિવારની હિંમત બની છે.
આ મહિલાનું નામ અંજુ શર્મા છે. અંજુ શર્મા ૨૦૧૦ માં પોતાના પતિ સાથે દિલ્હી આવી હતી. તેમના પતિ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.અચાનક ૨૦૧૫ માં તેમના પતિને એક ગંભીર બીમારી થઇ હતી અને તે ગંભીર બીમારીની સારવાર માટે તેમના પતિએ જે પૈસા ભેગા કર્યા હતા.
એ બધા પતિ ગયા હતા. અને ૨૦૧૯ માં અંજુ બેનના પતિનું મૃત્યુ થઇ જવાથી તેમના પરિવારની બધી જ જવાબદારી તેમના પર આવી ગઈ હતી. તેમનો દીકરો હજુ નાનો છે.હજુ દીકરો નાનો છે. તેનું હજુ આખું ભવિષ્ય બાકી છે માટે અંજુ બેને નક્કી કર્યું કે તે મહેનત કરશે અને પોતાના પરિવારનો સહારો બનશે.
તે સારું એવું ભણેલા નહતા માટે તેમને નોકરી મળે એમ નહતું. માટે તેમને અલગ અલગ જાતના પકોડા વેચવાના શરૂ કર્યા. તેમનો ધન્ધો સારો એવો ચાલતો હતો. પણ લોકડાઉન લાગ્યા પછી તેમનો ધંધો બંધ થઇ ગયો હતો.
લોકડાઉન પછી તેમને પોતાની પકોડાની દુકાન ફરી ચાલુ કરી છે પણ જોવે એવી કમાણી નથી થતી. અંજુ બેને તો પણ હિંમત નથી હારી તેમને કહેવું છે કે તેમનો સમય જરૂરથી બદલાશે. તેમના પર પર દીકરાની અને સાસુ સસરાની જવાબદારી હોવાથી તે એક દિવસ પણ કામ નહિ કરે તો પણ ચાલે એમ નથી.