પટેલ પરીવારે ખરો દાખલો બેસાડયો ! વિધવા પુત્રવધુ ના લગ્ન માટે દીકરા જેવો જમાઈ શોધી લગ્ન કરાવ્યા
હાલમાં જ ગુજરાતમાં અનેક પુનઃવિવાહનાં બનાવો ખૂબ જ બની રહ્યા છે, જેનાથી સમાજમાં એક પ્રેરણારૂપ અને સરહાનીય સંદેશ મળે છે. આપણે જાણીએ છે જે, લગ્ન એ જીવન ભરનો સથવારો છે. જ્યારે જીવનમાં એવા દુઃખદ બનાવો બની જાય છે, કે વ્યક્તિ કલ્પના પણ ન કરી હોય. આવા જ બનાવો બન્યા રાજકોટ શહેરમાં રહેતા પટેલ પરિવાનાં ઘરે. આ ઘટના અંગે આપણે વિગતવાર માહિતી જાણીએ.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોરોના કાળે અનેક સ્વજનોને છીનવી લીધા. પટેલ સમાજમાં ભામાશા તરીકે ઓખળ ધરાવતા પ્રવિણભાઇ પાંભર અને હંસાબેન પાંભરની દીકરી એકતાના લગ્ન 2011માં મિતાબેન ચંદુભાઈના દીકરા સમ્રાટ સાથે થયેલ પણ કોરોનાકાળમાં ચંદુભાઈ અને તેમના પુત્ર સમ્રાટનું નિધન થયેલ. આ જ કારણે એકતાની એકલતા દૂર કરવા માટે સાસુ મિતાબેને પુત્રવધૂ એકતા માટે દીકરા જેવો જમાઇ શોધી ફરી સંસાર મંડાવ્યો છે.
જમાઇ પોતાના અને સસરાના ઘરનો પણ વ્યવસાય સંભાળી બે પરિવાર માટે આધારસ્તંભ બનશે. તમને જાણીને આંસુ આવી જશે કે, ઘરના બે મોભીનું નિધન તજતા જ સાસુ-વહુ અઢી વર્ષથી એકલા રહેતા હતા. એકતાબેનને સંતાનમાં બે બાળકો ગ્રીષ્ટા(ઉં.વ.9) અને દ્વિજ(ઉં.વ.6) છે. આ બન્ને બાળકો નાની વયે પિતાની છત્રછાયા અને દાદાના પ્રેમની હુંફ ગુમાવી છે.
આ બંનેના અવસાન બાદ એકતા અને તેમના સાસુ મિતાબેન એકલા રહી ઘર સંસાર સંભાળતા હતા. ખરેખર એકતા બહેન ખૂબ જ હિંમતવાન કહેવાય કે જીવનમાં આટલા દુઃખ આવ્યા છતાં હિંમતભેર પરિસ્થિતિનો સામનો કર્યો પણ દીકરી જેવી વહુને આખુ જીવન એકલું જીવવું ન પડે અને બે બાળકોને પિતાની છત્રછાયા મળે તેવા વિચારથી એકતાના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
એકતાના પિતા પ્રવીણભાઇએ નક્કી કર્યુ કે, એકતા માટે એવા વ્યક્તિની પસંદગી કરવી જે દીકરીના સાસરીયામાં પણ રહે અને દીકરીના સાસુની પણ સંભાળ રાખે. આવા યોગ્ય યુવક સાથે લગ્ન કરાવવા સમાજમાંથી યુવકની શોધ ચાલુ કરી અને ગોંડલના રહેવાસી કાંતાબેન મહેશભાઇ આસોદરીયાના એન્જિનિયર પુત્ર રવિ સાથે એકતાના લગ્ન નક્કી કરવામાં આવ્યા.
અને આખરે બંને દંપતી એ હાલમાં જ જન્માષ્ટમીનાં શુભ અવસર પહેલા 17 ઓગસ્ટના રોજ હિન્દુ રિત રિવાજ મુજબ લગ્ન સંપન્ન થયા હતા. આ લગ્નની ખાસ વાત એ છે કે, હવે રવિ સાસુ મીતાબેન અને પત્ની એકતા સાથે રહી તેમનું ઘર અને સાથે વ્યવસાય પણ સંભાળશે. ખરેખર આ ઘટના દરેક લોકો માટે પ્રેરણારૂપ.