દીકરીએ કમાલ કરી દીધો, જે યુનિવર્સીટીમાં અભ્યાસ કર્યો તેમાં જ ઊંચી પોસ્ટની નોકરી હાસિલ કરીને ઇતિહાસ રચી દીધો.
એવા લોકો ખુબજ ઓછા જોવા મળે છે કે જે જ્યાં ભણે છે ત્યાં કોલેજ કે યુનિવર્સીટીમાં નોકરી લાગે, આજે અમે તમને એક એવી જ દીકરી વિષે જણાવીશું કે જેને જ્યાં અભ્યાસ કર્યો તે ત્યાં જ ઊંચી પોસ્ટ પર નોકરી લાગીને બધાને ચોંકાવી દીધા,
પારુલ ત્રિવેદી મૂળ પાટણના રહેવાસી છે, તેમનું ૧ થી ૧૨ અને કોલેજનું શિક્ષણ પણ પાટણમાં જ થયું છે.પારુલ બેને ગ્રેજ્યુએશનથી લઈને PHD સુધીનો અભ્યાસ હેમચન્દ્રાચાર્ય યુનિવર્સીટીમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો,
પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમને કોલેજમાં જ ટીંન્ચન્ગ આસિસ્ટનની નોકરી મળી ગઈ હતી, તે ત્યાં નોકરી કરતા હતા, ત્યાં તેમને થોડો સમય વિધાર્થીઓને ભણાવવા માં પોતાનું સમય આપ્યો.
ત્યારે હાલમાં જ યુનિવર્સીટીના સત્તધીશો દ્વારા કાયમી ભરતીની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમ પારુલ બેનનું આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે સિલેક્શન કરવામાં આવ્યું છે, તે પહેલી મહિલા છે કે જેમનું ખુબજ નાની ઉંમરે આટલી મોટી પોસ્ટ પર નિમણુંક કરવામાં આવી હોય,
તે માત્ર ૩૩ વર્ષની ઉંમરે હેમચન્દ્રાચાર્ય યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર બની જતા,આ તેમની માટે ખુબજ ગર્વની વાત છે, જે કોલેજમાં અભ્યાસ કર્યો એ જ કોલેજમાં આટલી મોટી પોસ્ટ પર નિમણુંક થતા આ તેમની માટે ખુબજ ગર્વની વાત છે, આખો પરિવાર આજે તેમની માટે ખુબજ ખુશ છે અને પારુલ બેને આ સિદ્ધિ હાસિલ કરીને તે આજે યુવાનો માટે એક મોટું પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે.