Parineeti – Raghav : રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં સ્પોટ થઇ પરિણીતી ચોપરા, જીન્સ અને ટોપ સાથે પિન્ક ચૂડો અને સેંથામાં સિંદૂર, જુઓ આકર્ષક લુક

Parineeti – Raghav : રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં સ્પોટ થઇ પરિણીતી ચોપરા, જીન્સ અને ટોપ સાથે પિન્ક ચૂડો અને સેંથામાં સિંદૂર, જુઓ આકર્ષક લુક

લગ્ન બાદ પહેલીવાર પતિ રાઘવ સાથે નજર આવી પરિણીતી,જીન્સ અને ટોપ સાથે પિન્ક ચૂડો અને સેંથામાં સિંદૂર ભરીને ગજબની સુંદર દેખાઈ

લગ્ન બાદ પહેલીવાર સ્પોટ થયા નવપરણિત કપલ, વેસ્ટર્ન લુકમાં નજર આવી રાઘવની દુલ્હન પરિણીતી,લગ્ન બાદ ઉદયપુરથી રાઘવ સાથે સાસરે જવા રવાના થઇ પરિણતિ, પતિનો હાથ પકડીને ખુબ જ બ્લશ કરતી જોવા મળી નવી નવેલી દુલ્હન

બોલીવુડમાં ગઈકાલનો દિવસ ખુબ જ ખાસ હતો. કારણ કે બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા એક બીજા સાથે ભવ ભવન બંધનમાં બધાઈ ગયા, હવે પરિણીતીના સેંથામાં રાઘવના નામનું સિંદૂર જોવા મળી રહ્યું છે. ત્યારે કપલે લગ્ન બાદ પણ પોતાની તસવીરો શેર કરી જે ચાહકોને ખુબ જ પસંદ આવી. હવે આ કપલ લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં સ્પોટ થયું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Parineeti - Raghav
Parineeti – Raghav

લગ્ન બાદ પહેલીવાર થયા સ્પોટ :

આ નવપરણિત યુગલ એરપોર્ટ પર જતા સમયે ઉદયપુર જેટી પર એકસાથે તસવીરો માટે પોઝ આપતું જોવા મળ્યું. દંપતી લીલા પેલેસથી ઘાટના છેડે ચાલતા ગયા, જ્યાં કેમેરામેન તેમની રાહ જોઈ રહ્યા હતા. નવી પરણેલી કન્યા પરિણીતી ગુલાબી ટ્યુનિક ટોપ અને જીન્સમાં સુંદર લાગી રહી હતી. આ તસવીરોમાં તે હળવા ગુલાબી રંગના ચુડામાં જોવા મળી રહી છે.

Parineeti - Raghav
Parineeti – Raghav

બંનેના લુક ખુબ જ શાનદાર હતા :

જ્યારે લગ્ન બાદ બહાર આવેલી આ તસવીરોમાં વરરાજા રાજા રાઘવ ચઢ્ઢા એકદમ ડેશિંગ દેખાતા હતા. તેણે સફેદ રંગના સ્ટાઇલિશ શર્ટ સાથે કાળું પેન્ટ પહેર્યું હતું. તસવીરોમાં પરિણીતી ચોપરા શરમાતી જોવા મળી રહી છે. તસવીરોમાં પરિણીતી તેના પતિ રાઘવનો હાથ પકડેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત બંને વચ્ચેનું બોન્ડિંગ પણ અદ્ભુત લાગે છે. આ કપલ ઉદયપુરથી નવી દિલ્હી જવા રવાના થયું છે.

Parineeti - Raghav
Parineeti – Raghav

લગ્નની તસવીરો પણ વાયરલ :

પરિણીતી ચોપરા હવે સત્તાવાર રીતે શ્રીમતી ચઢ્ઢા બની ગઈ છે. રવિવારે, 24 સપ્ટેમ્બરના રોજ, યુગલે ઉદયપુરના લીલા પેલેસમાં ભવ્ય અંદાજમાં લગ્ન કર્યા, જેની સુંદર તસવીરો સામે આવી છે. પરિણીતી તેના વેડિંગ ડ્રેસમાં કોઈ પરીથી ઓછી દેખાતી નહોતી. સાથે જ રાઘવના લુકના પણ ખૂબ વખાણ થયા હતા.

Parineeti - Raghav
Parineeti – Raghav

પ્રિયંકાએ આપ્યો ખાસ મેસેજ :

પ્રિયંકા ચોપરા તેના વર્ક કમિટમેન્ટ્સને કારણે પરિણીતીના લગ્નમાં હાજર રહી શકી ન હતી. પરંતુ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની પ્રિય બહેન માટે એક સુંદર પોસ્ટ લખી.

આ પણ વાંચો  : Rajkotમાં ગણપતિ પંડાલમાં મોટી દુર્ઘટના, વોકળાનો સ્લેબ ધરાશાયી થતા 1 મહિલાનું મોત, 13 લોકો ઇજાગ્રસ્ત

પરિણીતી ચોપરાએ તેના લગ્નની તસવીરો પોસ્ટ કરતાની સાથે જ દેશી ગર્લએ તેને તરત જ અભિનંદન પાઠવ્યા અને લખ્યું કે, મારી પ્રાર્થના હંમેશા તારી સાથે છે.

Parineeti - Raghav
Parineeti – Raghav

રાઘવનું કર્યું ચોપરા પરિવારમાં વેલકમ :

પ્રિયંકાએ યુએસથી આગળ લખ્યું, “તસવીર એકદમ પરફેક્ટ છે… નવપરિણીત યુગલને તેમના ખાસ દિવસે ઘણો પ્રેમ મોકલી રહી છું! ચોપરા પરિવાર રાઘવમાં આપનું સ્વાગત છે. આશા છે કે તમે અમારી સાથે ગાંડપણમાં ડૂબકી મારવા તૈયાર છો.” તિશા તમે અત્યાર સુધીની સૌથી સુંદર કન્યા છો.. અમે તમને અને રાઘવને ખૂબ પ્રેમ અને આશીર્વાદ મોકલી રહ્યા છીએ.

more article : Raghav – Parineeti Marriage : લગ્ન બાદ સોશિયલ મીડિયા પર છવાયા રાઘવ અને પરિણીતિના આ ફોટા,જુઓ ફોટા….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *