આહિર સમાજ નું ગૌરવ પોપટભાઈ આહીર એક સમયે મોબાઈલ પર ટફન ગ્લાસ લગાવતા, જાણો તેમના જીવન સર્ઘષ વિષે…

આહિર સમાજ નું ગૌરવ પોપટભાઈ આહીર એક સમયે મોબાઈલ પર ટફન ગ્લાસ લગાવતા, જાણો તેમના જીવન સર્ઘષ વિષે…

આ જમાનામાં લોકો એટલા વ્યસ્ત છે કે પોતાના શિવાય કોઈ સ્નેહીજનો ની ચિંતા કરવા માટે પણ સમય નથી હોતો પરીવારજનો માટે પોતાનુ જીવન વ્યતીત કરતા લોકોની વચ્ચે ગરીબ નિરાધાર રાહ ચલતા ભિક્ષુકો અને પોતાના પરિવારજનોની વિખુટા પડી ગુમનામ ભરી જીંદગી વ્યતિત કરતા માનસિક અસ્થિર લોકોની પીડા દુઃખ સમજી ને હંમેશા મદદરૂપ થવા દોડી જતા પોપટભાઈ આહીરનો આજે લોકો તેમના સેવાભાવી કાર્યો થકી ખુબ આદર કરે છે.

તેઓ આજે ખુબ નામના ધરાવે છે પણ એક સમય એવો હતો કે તેઓ રસ્તા પર મોબાઈલ ના ટફન ગ્લાસ લગાવતા હતા પોપટભાઈ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ આજે જે ચાલે છે તેની સ્થાપના રજનીભાઈ કટારીયાએ કરી હતી તેને લોકોની લાગણીઓ પીડાઓ દુઃખ સમજીને લોકસેવાના કાર્યો કરવાની શરૂઆત કરી આ રજનીભાઈ બીજું કોઈ નહીં.

પરંતુ પોપટભાઈ પોતે છે તેમને પોપટ નામ તેમના દાદાએ આપ્યું હતું તેઓ નાનપણ માં ખુબ બોલકણા સ્વભાવ ના હતા એટલે પરીવારજનો તેમને પોપટ કહીને બોલાવતા આખરે આ નામ તેમની સાથે સંકળાઈ જતા તેઓ પોપટભાઈ નામે મશહુર થયા તેમને પોતાનો અભ્યાસ ભાવનગર અનાથ આશ્રમ માં પુરો કર્યો.

આ એક જ એ કારણ હતું કે માતા પિતા વગર ના લોકોની પિડાઓ તે સમજી શક્યા તેઓએ સુરતની પીપી સાયન્સ કોલેજ માં બીએસસી નો અભ્યાસ કર્યો પોતાની માત્ર 25 વર્ષની ઉંમરે તેમને લોકસેવાના કાર્યો ની શરૂઆત કરી તેઓ આજે ગરીબ લોકોની મદદ કરીને આનાથી લોકોને પોતાના આશ્રમમાં રહેવા જમવા માટેની તમામ સવલતો કરે છે તેઓ ચેરેટીબલ ટ્રસ્ટ ચલાવે છે જેમાં લોકોની મદદ અને ફાળો આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *