હવે માર્કેટમાં આવી ગયા પંખા વાળા બાબા, જે ચાલુ પંખામાં હાથ નાખીને આપે છે ભક્તોને આશીર્વાદ, કૃપા મેળવવા ભક્તોની લાગે છે લાઈનો, જુઓ વીડિયો

હવે માર્કેટમાં આવી ગયા પંખા વાળા બાબા, જે ચાલુ પંખામાં હાથ નાખીને આપે છે ભક્તોને આશીર્વાદ, કૃપા મેળવવા ભક્તોની લાગે છે લાઈનો, જુઓ વીડિયો

માર્કેટમાં વાયરલ થયા “પંખા બાબા”, જે ભક્તોને અનોખી રીતે આપે છે આશીર્વાદ, કરોડો લોકોએ જોયો વીડિયો, તમે પણ જોઈને પેટ પકડી લેશો, જુઓ

આપણો દેશ એક ધાર્મિક દેશ છે અને એટલે જ આપણા દેશમાં ઘણા બધા સંતો મહંતો પણ થઇ ગયા છે. ત્યારે આજના સમયમાં રોજ એક નવા બાબા પણ આવે છે, જે તેમના ચમત્કારોને લઈને ચર્ચામાં પણ રહેતા હોય છે. હાલ એક બાબાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં બાબા પંખામાં હાથ નાખીને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે.

વાયરલ ક્લિપમાં કેસરી રંગનો કુર્તો પહેરેલો એક વ્યક્તિ અનોખી રીતે ‘ભક્તોને’ આશીર્વાદ આપતો જોવા મળે છે. તે પહેલા એક હાથથી ચાલતા પંખાને રોકે છે અને પછી તે જ હાથથી લોકોના કપાળને સ્પર્શ કરીને આશીર્વાદ આપે છે. વ્યક્તિની આ શૈલીએ તેને ઇન્ટરનેટ પર ‘પંખા બાબા’ તરીકે પ્રખ્યાત કરી દીધો છે. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આડેધડ શેર થઈ રહ્યો છે અને લોકો આ વીડિયોને આનંદથી જોઈ રહ્યા છે.

આ વીડિયો ટ્વિટરથી ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે બે-ત્રણ લોકો વ્યક્તિને ઊંચકી રહ્યાં છે. વ્યક્તિ પંખા તરફ જુએ છે અને પછી તેને પોતાના હાથથી રોકે છે અને તેને સ્પર્શ કરીને સામે ઉભેલી વ્યક્તિને આશીર્વાદ આપે છે. આ ક્લિપ 26 જૂને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ wowcute_girl દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. તેણે કેપ્શનમાં લખ્યું- જય પંખા બાબા કી… ફેન્સ આશીર્વાદ લઇ લો.

 

આ વીડિયોને અત્યાર સુધીમાં 34.4 મિલિયનથી વધુ વ્યૂઝ અને 14 લાખ લાખ કરતા વધારે લાઈક મળી છે. સાથે જ ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. જ્યાં કેટલાક યુઝર્સે કહ્યું કે ભારતમાં બાબાઓની કમી નથી, તો કેટલાકે કહ્યું કે લોકોમાં ઘણી અંધશ્રદ્ધા છે. તે જ સમયે, એક યુઝરે કહ્યું કે આ ક્લિપ માત્ર મનોરંજન માટે બનાવવામાં આવી હોય તેવું લાગે છે. અત્યાર સુધી એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *