પહેરવેશ જોઈને લોકો ગુજરાતની આ મહિલાને અભણ સમજી રહ્યા હતા, પરંતુ તે IPS અધિકારી નીકળી

પહેરવેશ જોઈને લોકો ગુજરાતની આ મહિલાને અભણ સમજી રહ્યા હતા, પરંતુ તે IPS અધિકારી નીકળી

ગુજરાત કૈડરનાં આઇપીએસ અધિકારી સરોજ કુમારીના ઘરમાં ખુશીનો બમણો અવસર છે. સરોજ કુમારીએ એક સાથે બે જોડિયા બાળકોને જન્મ આપેલ છે. તેમાંથી એક દીકરો છે અને એક દીકરી છે. આ વાતની જાણકારી આઈપીએસ અધિકારી સરોજ કુમારીએ પોતે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર શેર કરીને આપેલી છે.

આઇપીએસ અધિકારી સરોજ કુમારી એ પોતાના બંને નવજાત બાળકો નો ફોટો શેર કરીને લખ્યું હતું કે, “ભગવાને આશીર્વાદના સ્વરૂપમાં દીકરો અને દીકરી આપેલ છે.” અધિકારી સરોજ કુમારી દ્વારા શેર કરવામાં આવેલી પોતાના પહેલા સંતાને આ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે અને લોકો તેમને અભિનંદન પણ આપી રહ્યા છે.

ગુજરાત પોલીસમાં પોતાની સેવા આપી રહેલ આઈપીએસ અધિકારી અને રાજસ્થાનની દીકરી સરોજ કુમારીના ઘરે હાલના સમયમાં ખુશીનું વાતાવરણ છે. મોટાભાગે યુનિફોર્મમાં જોવા મળતા આ આઇપીએસ અધિકારી બાળકોના જન્મના અવસર પર પોતાની ગ્રામીણ પુષ્ટભુમિને ભુલેલા નથી. તેઓ બાળકોને જન્મ આપ્યા બાદ પોતાની પારંપરિક ગ્રામીણ મહિલાઓની વેશભુષા લહેંગો અને ચુંદડીમાં નજર આવ્યા હતા.

જણાવી દઈએ કે આઇપીએસ સરોજ કુમારીનાં લગ્ન દિલ્હીના જાણીતા ડોક્ટર મનીષ સૈની ની સાથે થયેલા છે. ડોક્ટર મનીષ સૈની તથા આઈપીએસ સરોજ કુમારીએ વર્ષ ૨૦૧૯નાં જુન મહિનામાં લગ્ન કરેલા હતા. સરોજ કુમારીના પતિ ડોક્ટર મનીષ સૈની એ પણ પોતાના નવજાત બાળકોની તસ્વીરો શેર કરેલી છે.

આઇપીએસ સરોજ કુમારી નો જીવન સંઘર્ષ તે લોકો માટે એક ઉદાહરણ છે, જે લોકો એવું વિચારે છે કે સરકારી સ્કુલમાં અભ્યાસ કરીને આગળ વધી શકાય નહીં. સરોજ કુમારીએ પોતાનો શરૂઆતનો અભ્યાસ એક નાના ગામડા ની સરકારી સ્કુલમાંથી પુરો કરેલ હતો. તેઓ વર્ષ ૨૦૨૧ ની બેચના આઈપીએસ અધિકારી છે. તેની સાથોસાથ તેઓ એકમાત્ર આઈપીએસ અધિકારી છે, જે માઉન્ટ એવરેસ્ટ ચડવાના મિશનમાં સામેલ થયેલા હતા.

તમને જણાવી દઈએ કે મહિલા આઇપીએસ અધિકારી સરોજ કુમારીએ કોરોના મહામારી દરમિયાન કરેલા કાર્ય માટે તેમને કોવિડ-૧૯ મહિલા યોદ્ધાનો એવોર્ડ પણ આપવામાં આવેલો છે. તેમણે લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવા માટે સાથી મહિલા પોલીસકર્મીઓની સાથે મળીને પોલીસ રસોઈ શરૂ કરેલી હતી. આ દરમિયાન તેઓ દરરોજ લોકડાઉનમાં ૬૦૦ લોકોને ભોજન પહોંચાડતા હતા.

ગુજરાત પોલીસના આઇપીએસ અધિકારી સરોજ કુમારીએ પોતાના શાનદાર કામથી પોતાની અલગ ઓળખ બનાવેલ છે. જ્યારે તેઓ બોટાદમાં એસપી હતા, ત્યારે તેમણે ઘણી મહિલાઓને જીસ્મ ફરોશી ની જાળમાંથી બચાવેલ હતી. તેઓ વડોદરામાં વરસાદ દરમિયાન પણ લોકોનું રેસ્ક્યુ કરતા હોય એવી તસ્વીરો પણ વાયરલ થયેલી હતી.

આઇપીએસ સરોજ કુમારીના ભાઈ તથા પુર્વ સરપંચ રણધીરસિંહ બુડાનિયા એ જાણકારી આપતા જણાવ્યું હતું કે, “તેમની બહેન તેમના ગામમાંથી આઇપીએસ અધિકારી બનનાર પહેલી મહિલા છે.” આ બંને બાળકોનો જન્મ અંદાજે બે મહિના પહેલા થયેલો હતો. તેઓ સ્વાસ્થ્ય કારણોને લીધે હોસ્પિટલમાં દાખલ હતા તેમને ૪-૫ દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે લાવવામાં આવેલ છે.

તમને જણાવી દઈએ કે આઇપીએસ સરોજ કુમારી નો જન્મ રાજસ્થાન ના ઝુંઝુંનું જિલ્લાના ચીડાવા ઉપખંડનાં ગામ બુડાનિયામાં બનવારીલાલ મેઘવાલ તથા સેવા દેવીનાં ઘરે થયેલ છે. તેઓ વર્તમાન સમયમાં સુરત ડીસીપીના પદ ઉપર પોતાની સેવા સંભાળી રહેલ છે. તેઓ બોટાદ જિલ્લામાં પણ એસપી રહી ચુકેલ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *