Padmanabha mandir : ગુજરાતમાં અહીં માટીના ઢગ સ્વરૂપે બિરાજે છે ભગવાન, બાદશાહનો રોગ મટાડ્યો, 620 વર્ષ પુરાણો ઈતિહાસ

Padmanabha mandir : ગુજરાતમાં અહીં માટીના ઢગ સ્વરૂપે બિરાજે છે ભગવાન, બાદશાહનો રોગ મટાડ્યો, 620 વર્ષ પુરાણો ઈતિહાસ

Padmanabha mandir : પાટણનાં રામનગર ખાતે પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલુ છે આ મંદિરમાં રહેલા પદ્મનાભ ભગવાન માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે ભગવાન પદ્મનાભ 33 કોટી દેવી દેવતાઓ સાથે માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન છે

Padmanabha mandir : ધર્મ અને સંસ્કૃતિ માટે આપણો દેશ ઓળખાય છે. દેશમાં અનેક ધર્મ, મંદિર અને સંસ્કૃતિ આજે પણ હયાત છે. આપણા દેશમાં અનેક મંદિરોની વિવિધ ધાર્મિક ઓળખ રહેલી છે. પાટણના પદ્મનાભ ભગવાનનાં મંદિરનો ઈતિહાસ પણ કંઈક અલગ અને પૌરાણિક છે. પાટણમાં બિરાજમાન પદ્મનાભ ભગવાન સોના, ચાંદી ,પથ્થર કે કોઈ મૂર્તિ સ્વરૂપે નથી પણ માટીના ઢગલા સ્વરૂપે છે અને એ પણ નિરાકાર સ્વરૂપે. પદ્મનાભ ભગવાનની આસ્થા પાટણથી વિદેશ સુધી પથરાયેલી છે.

પાટણમાં બિરાજમાન પદ્મનાભ ભગવાન

Padmanabha mandir : પાટણનાં રામનગર ખાતે પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલુ છે આ મંદિરમાં રહેલા પદ્મનાભ ભગવાન માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે ભગવાન પદ્મનાભ 33 કોટી દેવી દેવતાઓ સાથે માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન છે. પદ્મનાભ ભગવાન મંદિર 620 વર્ષ જુનો ઇતિહાસ ધરાવે છે. પદ્મનાભ ભગવાન વિષ્ણુજીનો 24મો અવતાર હોવાનું માનવામાં આવે છે. ઐતિહાસિક નગરી પાટણમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો પ્રસ્થાપિત છે, જેમાં ભગવાનની મૂર્તિ કે ફોટાની શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરે છે. પદ્મનાભ ભગવાન મંદિર પાટણનું એક જ એવું મંદિર છે જ્યાં ભગવાન પદ્મનાભ માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન છે. પાટણ કુંભાર પ્રજાપતિ સ્વામી પરિવારના ઇષ્ટદેવ પદ્મનાભ વાડીમાં બિરાજમાન ભગવાન પદ્મનાભનો જન્મ પાટણના કર્ણ પ્રજાપતિના ત્યાં થયો હતો.

પાટણનાં રામનગર ખાતે પદ્મનાભ ભગવાનનું મંદિર

Padmanabha mandir : પાટણમાં મુઘલ સામ્રાજ્ય દરમયાન શહેરીજનોની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરી પાટણના તમામ સમાજના લોકોને ખોદકામ માટે બોલાવ્યા હતા. પદ્મનાભ ખોદકામ માટે ગયા ન હતા. એટલે બાદશાહે તેમને દરબારમાં બોલાવી સરોવરના ખોદકામ માટે ના આવવાનુ કારણ પૂછતાં પદ્મનાભ ભગવાને સાત ટોપલીઓ અને ખોદકામના સાધનોની માંગણી કરી હતી. અને આધ્યાત્મિક શક્તિ વડે સરોવરનું ખોદકામ એક રાતમાં પૂર્ણ કર્યું હતું.

આ પણ વાંચો : Success Story: કોચિંગ વગર UPSCમાં મેળવ્યો છઠ્ઠો રેન્ક, બીજા પ્રયાસમાં મળી સફળતા…

આ ચમત્કાર બાદ બાદશાહે પોતાના શરીર ઉપર પડેલા પાઠા મટાડવા પદ્મનાભને વિનંતી કરતા, ભગવાને ચાકડા પરની માટીનો લેપ લગાવી સાડા ત્રણ દિવસ સુધી સૂઈ રહેવાની સલાહ આપી હતી અને અસાધ્ય રોગમાંથી બાદશાહને મુક્તિ અપાવી હતી.

Padmanabha mandir : આથી પ્રસન્ન થયેલા બાદશાહે પદ્મનાભને કઈ માંગવાનું કહેતાં ભગવાને વાડીની રચના કરવા માટે ખેડયા વગરની અને કુંવારી જગ્યાની માંગણી કરી હતી, અને બાદશાહ અનેક શોધખોળ બાદ સરસ્વતી નદીના પટમાં એક વિશાળ જગ્યા આપી હતી, ત્યારબાદ ભગવાન પદ્મનાભે વાડીની રચના કરી સ્વયં માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા ત્યારથી આ મંદિરમાં ભગવાન પદ્મનાભ માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે.

ભગવાન માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે

Padmanabha mandir : પાટણ પ્રજાપતિ સ્વામી પરિવારના ઇષ્ટદેવ તરીકે પદ્મનાભ વાડીમાં બિરાજમાન ભગવાન પદ્મનાભની પવિત્ર ભૂમિ ઉપર 33 કોટી દેવતા છપ્પન કોટી યાદવો અને અઠ્યાસી હજાર ઋષિમુનિઓ માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા હોવાની લોકવાયકા છે. પાટણની આ પવિત્ર ભૂમિ પર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. પ્રજાપતિ સમાજ ઉપરાંત મોદી સમાજ ઉદા ભગતના વંશજો સહિત વિવિધ સમાજના લોકો માટે આ સ્થળ આસ્થાનું પ્રતિક છે.

ભગવાન પદ્મનાભે વાડીની રચના કરી સ્વયં માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા ત્યારથી આ મંદિરમાં ભગવાન પદ્મનાભ માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે. માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન ભગવાન પદ્મનાભે પાટણમાં એક રાતમાં આધ્યાત્મિક શક્તિ વડે વિશાળ સરોવરનુ ખોદકામ કરી બાદશાહને ચકિત કરી વિશાળ વાડીની રચના કરી હતી. ભગવાન પદ્મનાભ મંદિરની પવિત્ર જગ્યા દરેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પદ્મનાભ ભગવાન મંદિર પરિસરમાં કારતક મહિનામાં સપ્તરાત્રી મેળો યોજાય છે. મેળાને રેવડિયો મેળો પણ કહેવામાં આવે છે. આ મેળામાં લગ્ન થઈ ગયેલ નવદંપતીઓ પુનઃ સાત ફેરા ફરવા મંદિર પરિસરમાં આવે છે.

મંદિરમાં ભગવાનના માટીના ક્યારાની માટીનું પણ વિશેષ મહત્વ

Padmanabha mandir : ભગવાન પોતે નિરંજન નિરાકાર સ્વરૂપે છે અને તેત્રીસ કોટી દેવતાઓ માટીનાં ક્યારા સ્વરૂપે બિરાજમાન છે. પદ્મનાભ ભગવાને પોતે પ્રજાપતિ સમાજમાં જન્મ લીધો હતો જેથી પ્રજાપતિ સમાજમાં પદ્મનાભ ભગવાનનું વિશેષ મહત્વ છે. મંદિરમાં લગ્નના છેડા પણ છૂટે છે. દેશવિદેશમાંથી પ્રજાપતિ સમાજના લોકો પોતાના ઈષ્ટદેવ એવા પદ્મનાથ ભગવાનના દર્શને અચૂક આવે છે. પ્રજાપતિ સમાજમાં પદ્મનાભ ભગવાનની બાધા માનતા રાખવામાં આવે છે અને એ પૂર્ણ થાય ત્યારે મંદિરમાં શીશ ઝુકાવવા ભક્તો જરૂર આવે છે.

Padmanabha mandir : મંદિરમાં ભગવાનના માટીના ક્યારાની માટીનું પણ વિશેષ મહત્વ છે. ભાવિકો માટી પૂજા માટે ઘરે લઈ જાય છે. અને શરીર પર ઇજા કે ચામડીના દર્દ ઉપર આ માટી લગાવવાથી દર્દ મટી જાય છે તેવી પણ લોકવાયકા છે.

પદ્મનાભ મંદિરની ભૂમિ એ પાટણની પાવનભૂમિ

Padmanabha mandir : મંદિર પરિસરમાં કુદરતી વાતાવરણનો અદભૂત નજારો જોવા મળે છે. ભગવાનના સાનિધ્યમાં મંદિર પરિસરમાં વાનર અને શ્વાન અચુક જોવા મળે છે. તેમની ભોજનની અને જાળવણી પણ મંદિર પરિસર દ્વારા કરવામાં આવે છે. વિશાળ જગ્યામાં પથરાયેલા મનને શાંત કરી દે તેવી ભગવાન પદ્મનાભ મંદિરની ભૂમિ એ પાટણની પાવનભૂમિ તરીકે પણ ઓળખાય છે. દેશના મોટાભાગના મંદિરમાં ભગવાનની એક બે કે ચાર મૂર્તિ હોય છે પણ તેત્રીસ કોટી દેવી-દેવતાઓના માટીના ઢગ સ્વરૂપે પૂજાતા આસ્થાનાં મંદિર કદાચ ભારતમાં આ પ્રથમ પાટણમાં હોય તો નવાઈ નહીં

more article : Health Tips : બેવડી ઋતુમાં બીમારીથી બચાવશે આ ડ્રિંક, રોજ પીવાથી થશે ઢગલાબંધ ફાયદા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *