એસબીઆઈના શેરમાં કમાણી કરવાની તક,જાણો લેટેસ્ટ ટાર્ગેટભાવ

એસબીઆઈના શેરમાં કમાણી કરવાની તક,જાણો લેટેસ્ટ ટાર્ગેટભાવ

SBI Share News: દેશની સૌથી મોટી બેન્ક SBIના શેર માટે અત્યારે બજારમાં પોઝિટિવ વાતાવરણ છે અને આ સ્ટોક ખરીદવા માટે સલાહ આપવામાં આવે છે. શેરખાન બાય BNP પારિબાએ SBIના શેર માટે 710 રૂપિયાનો ટાર્ગેટભાવ (SBI Target Price) આપ્યો છે. હાલમાં SBIનો શેર 577ની આસપાસ ચાલે છે. એટલે કે આગામી એક વર્ષમાં આ શેરમાં 23 ટકા સુધી રિટર્ન મળી શકે છે. મોતીલાલ ઓસવાલે આ સ્ટોક માટે 700 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે.

SBIના શેરનો દેખાવ
એસબીઆઈનો શેર તાજેતરમાં બેન્કિંગ સેક્ટરમાં સૌથી મજબૂત દેખાવ કરનારા શેરો પૈકી એક છે. છેલ્લા એક વર્ષમાં આ સરકારી બેન્કનો શેર 25 ટકા વધ્યો છે જ્યારે જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં તેમાં 6 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા છ મહિનામાં એસબીઆઈનો શેર 5 ટકા ઘટ્યો છે. એક મહિનાની અંદર આ સ્ટોકે રોકાણકારોને ચાર ટકા વળતર આપ્યું છે. એસબીઆઈના શેરની બાવન સપ્તાહની હાઈ સપાટી રૂ. 629 છે જ્યારે 52 વીકની નીચી સપાટી રૂ. 430 છે. એક વર્ષ અગાઉ એસબીઆઈનો શેર 460 રૂપિયા પર ચાલતો હતો. તે સમયે આ કંપનીમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોત તો આજે તેની વેલ્યૂ વધીને 1.25 લાખ રૂપિયા થઈ હોત.

SBIની નાણાકીય સ્થિતિ
31 માર્ચ 2023ના રોજ સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં કંપનીએ 136852.39 કરોડની કુલ સંગઠીત આવક નોંધાવી હતી જે અગાઉના ક્વાર્ટરમાં 127218.97 કરોડ હતી. એટલે કે તેની આવકમાં 7.57 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 108034.68 કરોડની આવક નોંધાવી હતી અને તેમાં 26 ટકા વધ્યો છે. લેટેસ્ટ ક્વાર્ટરમાં કંપનીએ 18093.84 કરોડનો ટેક્સ બાદ નફો નોંધાવ્યો હતો.

SBIના શેરમાં રોકાણ શા માટે?
SBIના શેરને ખરીદવા માટે BNP બાય પારિબાએ એટલા માટે ભલામણ કરી છે કારણ કે આ કંપનીનો લોન ગ્રોથ ઘણો મજબૂત છે. તેના માર્જિનમાં સુધારો થયો છે અને ક્રેડિટ કોસ્ટ પણ નીચો છે. હાલના બજારભાવે સ્ટોક હજુ વાજબી છે તેમ કહી શકાય. આગળ જતા એસબીઆઈનો ક્રેડિટ કોસ્ટ લોઅર લેવલ પર રહેવાની શક્યતા છે.

પ્રમોટર અને FII હોલ્ડિંગ
માર્ચ 2023 ક્વાર્ટરના આંકડા પ્રમાણે એસબીઆઈમાં તેના પ્રમોટર્સ 57.49 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે એફઆઈઆઈ પાસે 9.89 ટકા હિસ્સો અને ડીઆઈઆઈ પાસે 25.17 ટકા હિસ્સો છે. 1955માં સ્થાપવામાં આવેલી SBIએ દેશની સૌથી મોટી બેન્ક છે અને 516154.93 કરોડની માર્કેટ કેપિટલ ધરાવે છે. SBIની મુખ્ય પ્રોડક્ટ અને રેવન્યુ સેગમેન્ટમાં એડવાન્સ અને બિલ્સ પરના વ્યાજ અને ડિસ્કાઉન્ટ, ઈન્વેસ્ટમેન્ટમાંથી થયેલી આવક, RBI પાસે રહેલી બેલેન્સ પરના વ્યાજનો સમાવેશ થાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *