દિવાળીની રાત્રે આ 5 જગ્યાએ જરૂર લગાવો 1 દીવો, માઁ લક્ષ્મી આવશે તમારા દ્વારે…
દિવાળીનો દિવસ એવો હોય છે જ્યારે દરેક વ્યક્તિ ઘરમાં મા લક્ષ્મીના આગમનની શુભેચ્છા પાઠવે છે. આ દિવસે લોકો ઘરમાં દરેક જગ્યાએ દીવા પ્રગટાવે છે. શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મીની પૂજા કર્યા પછી દીવા પ્રગટાવવામાં આવે છે. તમારે જાણવું જોઈએ કે દીવા તેલ અને ઘી બંનેથી પ્રગટાવવામાં આવે છે. દીવો ખરીદતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં દીવાઓની સંખ્યા શુભ હોવી જોઈએ. જેમ કે -51, 101, 151 વગેરે.
પહેલો દીવો દેવી લક્ષ્મીની સામે પ્રગટાવવામાં આવે છે. તે શુદ્ધ ઘીનો દીવો હોવો જોઈએ. આ પછી તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે. લક્ષ્મી પૂજાના સમયે સાતમુખી ઘીનો દીવો પ્રગટાવવાથી આર્થિક બાબતોમાં વધારો થાય છે. તમને જણાવી દઈએ કે આ 5 જગ્યાએ પણ દીવા પ્રગટાવવા જોઈએ. એવું કહેવાય છે કે આ પણ તમારી સંપત્તિ છે, તેથી આ સ્થાનો પર દીવો પ્રગટાવવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે.
ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો, દિવાળીની રાત્રે લોકોએ ઘરના મુખ્ય દ્વાર પર દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ તે સ્થાન છે જ્યાંથી મહાલક્ષ્મીનું આગમન થશે.
આ દિવસે તમારે ધન સ્થાન એટલે કે તમારી દુકાન અથવા તમારા ઘરની તિજોરી પાસે પણ દીવો કરવો જોઈએ. વાહનો પણ આપણી સંપત્તિ છે, તો આ દિવસે કાર બાઇકથી થોડે દૂર પણ દીવો કરવો જોઈએ, અને
આપડા ઘરે જ્યાં પાણી આવે છે એ જગિયા પર પણ દીવો કરવો શુભ માનવામાં આવે છે. આ પણ તમારા માટે લક્ષ્મીનું સ્વરૂપ છે.તેની સાથે રસોડામાં એક દીવો પ્રગટાવવો જોઈએ જે તમારી અન્નપૂર્ણા છે.